મહિલાઓમાં ફેલોપિયન ટ્યૂબ બ્લોક થવી અને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટવા છે ઇનફર્ટિલિટીનું કારણ, IVF ટ્રીટમેન્ટ છે ઉપાય

ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વિના ઇન્ટરકોર્સ કરવા છતાં ક્લીનિકલ પ્રેગ્નેન્સી ન રહેતી હોય તો તેને ઇનફર્ટિલિટી કહેવાય છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:43 PM
Infertility Treatment Options for Men & Women

હેલ્થ ડેસ્કઃ ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વને લઈને આપણાં સમાજમાં અનેક પ્રતિબંધો છે. ભણેલાં લોકોમાં પણ તેને એક કલંકના રૂપમાં જોવામાં આવે છે. એટલે તેનાથી પરેશાન લોકો તેના વિશે વાત કરતા ખચકાય છે. કેટલાક કપલ્સ તો આ સમસ્યાને લઈને ડોક્ટર્સ પાસે જવાથી પણ ખચકાય છે. ડો. રોમિકા કપૂર, એમએસ ઓબ્ટેટ્રિક્સ એન્ડ ગાયનોકોલોજિસ્ટ પાસે જાણો તેના વિશે.

ઇનફર્ટિલિટીની વ્યાખ્યા


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ (WHO), ઇનફર્ટિલિટી, રિપ્રોડક્ટિવ સિસ્ટમની બીમારી છે. જો 12 મહિના અથવા તેના કરતા વધુ સમય સુધી સતત ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વિના ઇન્ટરકોર્સ કરવા છતાં ક્લીનિકલ પ્રેગ્નેન્સી ન રહેતી હોય તો તેને ઇનફર્ટિલિટી કહેવામાં આવે છે.

શું છે ફીમેલ ઇનફર્ટિલિટી?


મહિલાઓમાં ઇનફર્ટિલિટીનું મુખ્ય કારણ ફેલોપિયન ટ્યૂબનું બ્લોક થઈ જવું છે. તેનાથી ઓવ્યૂલેશન, PCOS અને એંડોમેટ્રિઓસિસની પ્રોબ્લેમ થાય છે. આ તમામ બીમારીના કારણે ઇનફર્ટિલિટીની સમસ્યા ઉત્પન્ન થાય છે. PCOSમાં એગ્સ બનવાની પ્રક્રિયા અનિયમિત થઈ જાય છે, જેના કારણે પ્રેગ્નેન્સીમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઉંમર વધવાની સાથે મહિલાઓમાં એગ પ્રોડક્શન ઓછું થતું જાય છે. તેના કારણે ફર્ટિલિટી નેચરલી ઓછી થઈ જાય છે. એટલે એક ઉંમર પછી મહિલાઓ માટે નેચરલ પ્રેગ્નેન્સીમાં સમસ્યાઓ આવે છે.

શું છે મેલ ઇનફર્ટિલિટી?


પુરુષોમાં ફર્ટિલિટી મુખ્ય રીતે તેમના સ્પર્મની સંખ્યા અને સ્પર્મની ક્વોલિટી ઉપર નિર્ભર કરે છે. જો કોઈ પુરુષમાં સ્પર્મ કાઉન્ટ ઓછા છે અથવા તેના સ્પર્મમાં મોટિલિટી (ગતિ) નથી તો તેના પિતા બનવામાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેને જ મેલ ઇનફર્ટિલિટી કહેવામાં આવે છે. માયો ક્લીનિકની એક સ્ટડી મુજબ આજકાલ દર 20 પુરુષોમાં એક પુરુષ ઇનફર્ટિલિટીની પ્રોબ્લેમનો સામનો કરી રહ્યો છે. આ સિવાય દર 5માંથી એક કપલ જો બેબી પ્લાન નથી કરી શકતું તો તેની પાછળ માત્ર મેલની ઇનફર્ટિલિટી જવાબદાર છે.

શું તેની સારવાર શક્ય છે?


જોકે, ઇનફર્ટિલિટી એક બીમારી છે. એટલે જે રીતે દરેક બીમારીની કોઈ ન કોઈ સારવાર હોય છે એવી જ રીતે ઇનફર્ટિલિટીની પણ સારવાર છે. જરૂર છે તો સમય રહેતા પોતાની બીમારીને ઓળખવાની. એક સ્ટડી મુજબ ઇનફર્ટિલિટીના દર 3માંથી 2 કિસ્સામાં સારવાર થઈ શકે એમ હોય છે. એટલે કે બે-તૃતીયાંશ લોકો સરળતાથી પોતાની આ બીમારીથી છુટકારો મેળવી શકે છે અને માતા-પિતા બનવાનું સુખ મેળવી શકે છે.

ઇનફર્ટિલિટીની સારવાર મુખ્ય રૂપમાં 3 રીતે કરી શકાય છે

1. એગ ડેવલપમેન્ટ અને ઓવ્યૂલેશન માટે મેડિકેશન


ફીમેલ ઇનફર્ટિલિટીમાં ઓવ્યૂલેશન માટે મેચ્યોર એગ્સને ડેવલપ કરવા માટે મેડિકેશન કરવામાં આવે છે. તેમાં પીરિયડ્સના ત્રીજાથી સાતમા દિવસ સુધી પિલ્સ આપવામાં આવે છે.

2. સ્પર્મ કાઉન્ટ અને મોટિલિટી વધારવા માટે મેડિકેશન


દરેક મિલીમીટર સીમેનમાં ઓછામાં ઓછા 20 મિલિયમ સ્પર્મ કાઉન્ટને નોર્મલ માનવામાં આવે છે. આ સિવાય સ્પર્મમાં મોટિલિટી હોવી જોઈએ, જેથી તે સ્વિમ કરીને ફેલોપિયન ટ્યૂબ સુધી પહોંચી શકે. સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા પર દવાઓના માધ્યમથી તેને વધારી શકાય છે. સ્પર્મમાં મોટિલિટી ઓછી હોવા પર Inseminationની પ્રોસેસ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ સ્મૂધ અને પેનલેસ હોય છે.

3. આઇવીએફ


જો ઉપર જણાવેલી બંને રીત કારગર ન થાય તો પછી આ સિવાય સૌથી સેફ અને ઇફેક્ટિવ રીત છે IVF એટલે કે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ પ્રોસેસમાં એગ અને સ્પર્મને શરીરની બહાર એટલે કે લેબમાં ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. તેમાં મોટાભાગે કપલના જ એગ અને સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે જરૂર પડવા પર ડોનર એગ અથવા સ્પર્મનો પણ ઉપયોગ કરી શકાય છે. બોલચાલની ભાષામાં તેને ટેસ્ટ ટ્યૂબ બેબી ટેક્નિક પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ- મહિલાઓના શરીરમાં હોર્મોન્સમાં અસંતુલન થવાથી વધી જાય છે ગુસ્સો, ડિપ્રેશન અને એક્ને જેવી 6 સમસ્યાઓ

X
Infertility Treatment Options for Men & Women
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App