જાણો કેમ ને ક્યારે દર્દીને ICUમાં રાખવામાં આવે છે? ICUમાં દર્દી સાથે શું થાય છે?

ICU શું છે? અને દર્દીને ICUમાં કેમ રાખવામાં આવે છે?

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 01:28 PM
ઈન્ટેન્સીવ કેર યુનિટ (ICU) એ કોઈપણ હોસ્પિટલનો ખૂબ જ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય છે
ઈન્ટેન્સીવ કેર યુનિટ (ICU) એ કોઈપણ હોસ્પિટલનો ખૂબ જ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણાં સ્વજન કે મિત્રને જ્યારે ICUમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આપણાં મનમાં પ્રશ્ન ઉદભવે છે કે આ ICU શું છે? અને દર્દીને ICUમાં કેમ રાખવામાં આવે છે. જેથી આજે અમે તમને ICU વિશે કેટલીક માહિતી આપીશું.


ઈન્ટેન્સીવ કેર યુનિટ (ICU) એ કોઈપણ હોસ્પિટલનો ખૂબ જ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય છે. જેમાં દર્દીને સઘન સારવાર આપવામાં આવે છે. ICUને CCU (ક્રિટિકલ કેર યુનિટ) પણ કહેવામાં આવે છે. તો આજે જાણી લો કેમ દર્દીને ICUમાં રાખવામાં આવે છે અને ICUના પ્રકાર શું છે.


અમદાવાદના શેલ્બી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ નિલેશ સોનીએ ICU વિશેની માહિતી જણાવી છે.


આગળ વાંચો ક્યારે અને કેમ દર્દીને ICUમાં રાખવામાં આવે છે, ICUમાં જતાં પહેલાં શું ધ્યાન રાખવું, ICU પ્રકાર અને ICUમાં શું શું હોય છે તેના વિશે.

ICUમાં દર્દીને સઘન સારવાર આપવામાં આવે છે
ICUમાં દર્દીને સઘન સારવાર આપવામાં આવે છે


ક્યારે અને કેમ દર્દીને ICUમાં રાખવામાં આવે છે


સામાન્ય રીતે ઓપરેશન પછી, હૃદય રોગના હુમલા પછી કે મોટાં રોડ ટ્રાફિક એક્સિડેન્ટ પછી દર્દીને સતત દેખરેખની દરૂરિયાત હોય છે. તેના દરેક પળના શ્વાસોશ્વાસ, શરીરમાં લોહીનું પરિભ્રમણ, હૃદયના ધબકારા, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ તેમજ અન્ય જૈવિક પરિણામોનું 24 કલાક માટે સતત મૂલ્યાંકન કરવું પડતું હોય છે અને તે મુજબ દવાઓ અને અન્ય સારવારમાં ફેરફાર કરવા પડતાં હોય છે. જે જનરલ વોર્ડ કે સ્પેશિયલ વોર્ડમાં પણ શક્ય નથી હોતું. ઉપરાંત ICUમાં નિમાયેલા ડોક્ટર્સ તથા નર્સની ટીમ Special Qualified અને Trained  હોય છે. જે દર્દીની ગંભીર પરિસ્થિતિ સંભાળી શકે છે. 


આગળ વાંચો ICUના પ્રકાર વિશે.

ICUને CCU (ક્રિટિકલ કેર યુનિટ) પણ કહેવામાં આવે છે
ICUને CCU (ક્રિટિકલ કેર યુનિટ) પણ કહેવામાં આવે છે


ICUના પ્રકાર


1. મેડિકલ ICU (MICU)
2. સર્જિકલ ICU (SICU)

 

મેડિકલ ICU (MICU)માં હૃદયરોગ, શ્વાસના રોગ, કિડની ફેલ્યોર, ઝેરી મલેરિયા, સ્વાઈન ફ્લૂ, જન્મજાત હૃદયની તથા કિડનીની બીમારીવાળા બાળકો, લકવો, બ્રેન હેમરેજ વગેરેના દર્દીઓને રાખવામાં આવે છે. 


જ્યારે સર્જિકલ ICU (SICU)માં કોઈપણ પ્રકારની સર્જરી કરેલાં દર્દીઓ જેમ કે, બાયપાસ સર્જરી, પેટની સર્જરી, યુરોલોજી સર્જરી, હૃદયના વાલ્વની સર્જરી, બ્રેન ટ્યૂમર તથા બ્રેનને લગતી અન્ય સર્જરી, હાડકાંની જટીલ સર્જરી, ની રીપ્લેસમેન્ટ સર્જરી વગેરેના દર્દીઓને જરૂરિયાત મુજબ સર્જિકલ ICU (SICU)માં સઘન સારવાર આપવામાં આવે છે. 


આગળ વાંચો ICUમાં શું-શું હોય છે.

સામાન્ય રીતે ઓપરેશન પછી, હૃદય રોગના હુમલા પછી કે મોટાં રોડ ટ્રાફિક એક્સિડેન્ટ પછી દર્દીને સતત દેખરેખ માટે ICUમાં રાખવામાં આવે છે
સામાન્ય રીતે ઓપરેશન પછી, હૃદય રોગના હુમલા પછી કે મોટાં રોડ ટ્રાફિક એક્સિડેન્ટ પછી દર્દીને સતત દેખરેખ માટે ICUમાં રાખવામાં આવે છે

ICUમાં શું-શું હોય છે


કોઈપણ સારી હોસ્પિટલમાં ICUમાં વેન્ટીલેટર, એકમો (ECMO) મશીન, કાર્ડિયાક મોનીટર્સ, ડી ફ્રીબ્રીલેટર, CPAP, Bipap, ઈન્ફ્યુશન પંપ, સિરીંજ પંપ, બ્લડ વોર્મર, ઈસીજી મશીન, ઈકો મશીન, ઈમરજન્સી ટ્રોલી તથા ઈમરજન્સીમાં વપરાતી બધી જ દવાઓ વગેરે રાખવામાં આવે છે. ઉપરાંત સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ દ્વારા દરેક દર્દીના દરેક ઘડીના રીપોર્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. 


ICUમાં શું ધ્યાન રાખવું


ખૂબ જ અગત્યની એક વાત જાણવી જરૂરી છે કે ICUમાં દાખલ થયેલા દર્દીની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય માણસ જેટલી હોતી નથી. જેથી બીજી વ્યક્તિને તેનો ચેપ લાગી શકે છે. માટે જ જ્યારે આપણાં કોઈ દર્દીને ICUમાં દાખલ કર્યા હોય ત્યારે વારેઘડીએ દર્દીને મળવાનો આગ્રહ રાખવો નહીં. 


અમદાવાદના શેલ્બી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ નિલેશ સોનીએ જણાવેલ ICU વિશે કેટલીક માહિતી આજે આ લેખમાં જણાવી છે. 

X
ઈન્ટેન્સીવ કેર યુનિટ (ICU) એ કોઈપણ હોસ્પિટલનો ખૂબ જ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય છેઈન્ટેન્સીવ કેર યુનિટ (ICU) એ કોઈપણ હોસ્પિટલનો ખૂબ જ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય છે
ICUમાં દર્દીને સઘન સારવાર આપવામાં આવે છેICUમાં દર્દીને સઘન સારવાર આપવામાં આવે છે
ICUને CCU (ક્રિટિકલ કેર યુનિટ) પણ કહેવામાં આવે છેICUને CCU (ક્રિટિકલ કેર યુનિટ) પણ કહેવામાં આવે છે
સામાન્ય રીતે ઓપરેશન પછી, હૃદય રોગના હુમલા પછી કે મોટાં રોડ ટ્રાફિક એક્સિડેન્ટ પછી દર્દીને સતત દેખરેખ માટે ICUમાં રાખવામાં આવે છેસામાન્ય રીતે ઓપરેશન પછી, હૃદય રોગના હુમલા પછી કે મોટાં રોડ ટ્રાફિક એક્સિડેન્ટ પછી દર્દીને સતત દેખરેખ માટે ICUમાં રાખવામાં આવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App