Home » Lifestyle » Health » What is egg freezing treatment, know how it works

શું છે એગ્સ પ્રિઝર્વેશન ટેક્નોલોજી? મોડાં માં બનવા ઈચ્છતી છોકરીઓ જાણો પ્રોસેસ

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 03:04 PM

કઈ રીતે એગ-ફ્રીઝિંગ પદ્ધતિથી સ્ત્રીઓ મોટી ઉંમરે પણ માં બની શકે છે?

 • What is egg freezing treatment, know how it works
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ ધરાવતી સ્ત્રીઓ અને કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે આ પદ્ધતિ વરદાન છે.

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અત્યારે છોકરીઓ પોતાના કરિયર પર ફોકસ કરતી હોવાથી મેરેજ મોડા કરે છે. તો ક્યારેક લગ્ન બાદ દંપતી તરત જ બાળક ઇચ્છતા નથી. જેથી સ્ત્રીઓ સામે સૌથી મોટી સમસ્યા પોતાના એગ્સ ગુમાવવાની છે. કરિયર બનાવ્યા પછી માતૃત્વ ધારણ કરવા માંગતી છોકરીઓ માટે એગ્સ પ્રિઝર્વેશ ટેક્નોલોજી ખૂબ મદદ રૂપ થઇ રહી છે. કેટલીક છોકરીઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેઓ એગ્સ પ્રિઝર્વ કરાવે છે.


  જે સ્ત્રીઓ કોઈ પણ કારણોસર 30-32 વર્ષની ઉંમર સુધીમાં મા બનવા ન માગતી હોય એવી સ્ત્રીઓ યુવાન વયે તેમના શરીરમાં બનતા સારી ક્વોલિટીના અંડકોષ આ એગ-ફ્રોઝન પદ્ધતિ દ્વારા સાચવી રાખે છે અને પછી પોતાની ઇચ્છા મુજબ મોટી ઉંમરે પ્રેગ્નન્સી અપનાવી શકે છે, જેને લીધે તેમનું બાળક હેલ્ધી રહે અને પ્રેગ્નન્ટ બનવામાં પણ તેમને કોઈ તકલીફ ન પડે. જોકે ડોક્ટરોનું કહેવું છે કે ફ્રોઝન એગ્સ પદ્ધતિ દ્વારા ગર્ભ ધારણ કરવાની શ્રેષ્ઠ ઉંમર 30 વર્ષ સુધીની છે.


  આગળ વાંચો એગ-ફ્રીઝિંગ પદ્ધતિ શું છે તે કઈ રીતે કામ કરે છે અને તેના ફાયદા શું છે.

 • What is egg freezing treatment, know how it works
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એગ્સ એટલે કે અંડકોષ ફ્રોઝન કરાવી મોટી વયે માં બની શકાય છે.

  શું છે એગ-ફ્રીઝિંગ પદ્ધતિ


  દરેક  ગર્લ ચાઇલ્ડ પોતાના જન્મ સાથે અંડાશયમાં અંદાજે  3 લાખ સ્ત્રીબીજ લઇને જન્મે છે, પણ એ બધા જ ફલિત થવા સક્ષમ નથી હોતા. જેમાંથી અમુક સ્ત્રીબીજ 15 વર્ષે ફલિત થવા માટે સક્ષમ હોય છે. જે સ્ત્રીના રંગસુત્રો પર નિર્ભર હોય છે. દર મહિનના 14માં દિવસે એક એગ(બીજ) ફલિત થવા સક્ષમ બને છે જેને સ્પર્મ ન મળતા તે ફલિત ન થવાને કારણે માસિક સ્ત્રાવમાં નીકળી જાય છે. દર મહિને એક એગ ગર્ભ ન બનતા વેસ્ટ જાય છે. સ્ત્રીની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ એગ્સની ગુણવત્તા ઘટે છે. 


  અમેરિકન સોસાયટી ઓફ રીપ્રોડક્ટીવ મેડિસિન (એએસઆરએમ) દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ 20થી 30ની ઉંમર સ્ત્રીઓનો ઉત્તમ પ્રજન્ન સમય છે. મોડા લગ્ન કરવા અને લગ્ન બાદ તરત પ્રેગ્નેન્સી ધારણ ન કરવાની ઇચ્છાને કારણે ઉત્તમ પ્રજન્ન ઉંમર જતી રહે છે. ત્યાર પછી  એગ્સ ડોનરનો સહારો લેવો પડતો હોય છે. તેના કારણે તેને આ જીવન પોતે બાળકની બાયોલોજીકલ મધર ન હોવાનો રંજ રહે છે. આ પરિસ્થિતિને અવોઇડ કરી પોતાના બીજથી બાળકને જન્મ આપવા છોકરીઓ એગ્સ પ્રિઝર્વેશન કરાવવા થોડી જાગૃતી જરૂરી છે. 25 થી 30ની વચ્ચેની ઉમરે એગ્સ પ્રિઝર્વ માટે ઉત્તમ છે. 

 • What is egg freezing treatment, know how it works
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જે સ્ત્રીઓ કોઈ પણ કારણોસર ૩૦-૩૨ વર્ષની ઉંમર સુધીમાં મા બનવા ન માગતી હોય એવી સ્ત્રીઓ યુવાન વયે તેમના શરીરમાં બનતા સારી ક્વૉલિટીના અંડકોષ આ એગ-ફ્રોઝન પદ્ધતિ દ્વારા સાચવી રાખે છે

  કઈ રીતે કામ કરે છે એગ-ફ્રીઝિંગ પદ્ધતિ?


  ફ્રીઝિંગ-ટેક્નિકથી સ્ત્રીઓનાં એગ્સ જ નહીં, પુરુષોનું સ્પર્મ પણ સાચવી શકાય છે એટલું જ નહીં; એગ અને સ્પર્મને મેળવીને તૈયાર કરવામાં આવેલા એમ્બ્રિયો પણ ફ્રીઝ કરી શકાય છે. એગનું ફ્રીઝિંગ કરવાની આ રીત ધારીએ એટલી સહેલી નથી. એ વિશે સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, એગ-ફ્રીઝિંગ માટે એકસાથે સ્ત્રીનાં 10-15 એગ્સ કાઢવાં જરૂરી છે. એ માટે સ્ત્રીને અમુક હોર્મોન્સ-રિલેટેડ દવાઓ આપવામાં આવે છે જેને કારણે એકસાથે આટલાં એગ્સ બને. એ એગ્સને કાઢી એનું ફ્રીઝિંગ કરવામાં આવે છે. 


  હવે જ્યારે એગ્સને વાપરવાનો સમય આવે છે ત્યારે એને એ કન્ડિશનમાંથી બહાર કાઢતી વખતે ક્યારેક અમુક એગ્સ તૂટી જાય છે, ક્યારેક ફ્રીઝ થયાં હોવા છતાં અમુક એગ્સ જીવતાં રહેતાં નથી તો ક્યારેક અમુક એગ્સની ક્વોલિટી એવી હોતી નથી જે ફલિત થઈ શકે. એટલા માટે જ એકસાથે 15 એગ્સ કાઢવામાં આવે છે જેથી એમાંથી પર્ફેક્ટ એગ મળી શકે. પર્ફેક્ટ એગ મળ્યા પછી એને ટેસ્ટટ્યુબ બેબીની જેમ બહાર જ ફલિત કરીને સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે.

 • What is egg freezing treatment, know how it works
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એગ-ફ્રીઝિંગ માટે વાપરવામાં આવતી પદ્ધતિ, જેને વિટ્રિફિકેશન પદ્ધતિ કહે છે.

  કયા કારણોસર એગ્સ પ્રિઝર્વેશન કરાવવામાં આવે છે?


  - જ્યારે કોઇ સ્ત્રીને પોતાની કારકિર્દી અને જવાબદારીના કારણે ઉત્તમ પ્રજન્ન ઉંમર ઘટી જવાની બીક હોય તો ઉત્તમ પ્રજન્ન ઉંમર દરમિયાન એગ્સ પ્રિઝર્વ કરાવી શકે.
  - નાની ઉંમરે થયેલા વિવિધ પ્રકારના કેન્સર કે જેના કારણે રેડિયો કે કિમિયો થેરાપી આપવામાં આવે છે ત્યારે સ્ત્રી બીજ નાજુક હોવાથી તેના પર અસર થાય છે. આવી સ્થિતિમાં એગ્સનું પ્રિઝર્વેશન કરાવ્યા બાદ કેન્સરની ટ્રીટમેન્ટ લેવામાં આવે અને તેના ક્યોર થયા પછી પોતાના એગ્સથી પ્રેગ્નેન્સી રાખી શકાય છે.
  - ઓવેરીયન કેન્સર હોય તો તેની ટ્રીટમેન્ટ પહેલા એગ્સ બહાર કાઢી પ્રિઝર્વ કરી મટે ત્યારે ફરી વાપરી શકાય છે

 • What is egg freezing treatment, know how it works
  સ્ત્રીની બાયોલૉજિકલ ક્લૉક મુજબ વીસથી ત્રીસ વર્ષનો સમય તેના માટે મા બનવા માટે શ્રેષ્ઠ કહી શકાય.

  એગ્સ પ્રિઝર્વેશન પ્રોસેસ


  1. આઇવીએફ સ્પેશિયાલિસ્ટ સાથે કન્સન્ટેશન 
  2. કાઉન્સલિંગ 
  3. બ્લડ પ્રોફાઇલ પછી એગ્સ બનાવવા માટે માસિકના બીજા દિવસથી 8થી 10 દિવસ ઇન્જેક્શન અપાય છે.  તે દરમિયાન ત્રણવાર ચેક અપ માટે આવવાનું હોય છે એક દિવસ બીજ બહાર કાઢવાની પ્રોસેસ માટે હોસ્પિટલમાં દાખલ પણ થવાનું હોય છે.
  4. એગ્સ એકસ્ટ્રેક્શન (એગ બહાર કાઢવા)
  5. એગ્સનું લેબમાં વિટ્રીફિકેશન(પ્રોસેસનું નામ છે) કરવામાં આવે છે.
  6. આ એગ્સને લિકવિડ નાઇટ્રેજનમાં પ્રિઝર્વ કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ