ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» What happen when your immune system is weak

  રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો શું થાય? તો ઈમ્યૂનિટી વધારવાના બેસ્ટ ઉપાય

  Health Desk, Ahmedabad | Last Modified - Jan 21, 2018, 03:00 PM IST

  રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય તો કેવી પ્રોબ્લેમ થાય છે જાણો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા શરીરને કોઈ પણ પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે. જ્યારે ઇમ્યુન સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય નથી કરતી ત્યારે કેટલીય મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. શરીરમાં હાજર શ્વેત રક્તકણિકાઓમાં ઉપસ્થિત બ્લડ અને ટિશ્યૂ બેક્ટેરિયા, વાઇરસ અને કેન્સર સેલ્સ સામે લડવામાં મદદરૂપ થાય છે. જ્યારે કોશિકાઓ આ ટૉક્સિન અને એન્ઝાઇમ સામે લડી શકતી નથી ત્યારે વ્યક્તિને શરદી-સળેખમ, સાઇનસ, ક્રોનિક ઇન્ફેક્શન, ધૂળથી એલર્જી, ડાયેરિયા, ન્યુમોનિયા જેવા રોગ થઈ શકે છે.

   રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડવાનાં કારણો

   રોગપ્રતિકારકતંત્રની મજબૂતાઈ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. માણસને સરેરાશ 8થી 9 કલાક ઊંઘની જરૂરિયાત હોય છે. યોગ્ય પોષણક્ષણ આહારની ઊણપ, અનિયમિત દિનચર્યાને કારણે સ્થૂળતામાં વધારો થાય છે, જેને કારણે રોગપ્રતિકારક તંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. વધુ પડતી તાણ અને ભાવુક સ્થિતિને કારણે, હોર્મોનલ અસંતુલનને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. ધૂમ્રપાનને કારણે શ્વેત રક્તકણિકાઓ ખતમ થાય છે, જેને કારણે ઇમ્યુનિટી નબળી પડે છે.

   રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોવાનું જોખમ કોને રહે છે?

   જો કોઈના કુટુંબમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તે વ્યક્તિમાં રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોવાની શક્યતા રહે છે. વધતી વય સાથે કુદરતી રીતે રોગપ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે, કારણ કે શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ બનવાનું પ્રમાણ ઘટી જાય છે.

   આગળ વાંચો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો શું કરવું.

  No Comment
  Add Your Comments
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: What happen when your immune system is weak
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top