બાળકોને ખેંચ આવે ત્યારે શું કરવું, જાણો ખેંચ આવવાના કારણો

સૌપ્રથમ બાળકને પ્રાથમિક સારવાર આપવી જોઇએ અને તુરંત હોસ્પિટલ લઇ જવું જોઇએ

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 03:41 PM
બાળકોને ખેંચ આવવાના કારણ
બાળકોને ખેંચ આવવાના કારણ

યુટિલિટી ડેસ્કઃ ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે નાના બાળકોને ખેંચની સમસ્યા છે, જોકે આપણે જ્યારે બાળકને ખેંચ આવે છે ત્યારે ગભરાય જઇએ છીએ, કારણ કે ત્યારે એક માતા-પિતા તરીકે આપણે શું કરવું તેની સમજ આપણને હોતી નથી. પરંતુ ગભરાયા વગર સૌપ્રથમ બાળકને પ્રાથમિક સારવાર આપવી જોઇએ અને તુરંત હોસ્પિટલ લઇ જવું જોઇએ. પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પરાગ ઠાકર બાળકોને ખેંચ આવવાના કારણ અને ખેંચ આવે ત્યારે પ્રાથમિક સારવાર તરીકે શું કરવું જોઇએ એ અંગે જણાવી રહ્યાં છે. તો ચાલો એ અંગે જાણીએ.

બાળકોને ખેંચ આવવાના કારણ


સામાન્ય રીતે ખેંચ બે પ્રકારની હોય છે. ફિબરાઇલ કન્વર્ઝલ અને એપિલેપ્સી. ફિબરાઇલ કન્વર્ઝલ એક સામાન્ય કન્ડિશન છે, જે છ મહિનાથી 6 વર્ષની ઉમરના બાળકોમાં અમુક બાળોકની પ્રકૃતિ એવી હોય કે જેમને તાવ વધારે આવતો હોય તે તેમને ખેંચ આવી શકે છે. તાવની સાથે આવતી ખેંચને ફિબરાઇલ કન્વર્ઝલ કહેવામાં આવે છે. મોટાભાગના કેસમાં આ બહુ જોખમી હોતી નથી. આ ખેંચ અમુક મિનિટો બાદ બંધ થઇ જતી હોય છે. બાળકોમાં ખેંચ આવવાનું આ એક કોમન કારણ છે.

ખેંચનો બીજો પ્રકાર છે એપિલેપ્સી. અમુક બાળકોની મગજની ઇલેક્ટ્રિક એક્ટિવિટી હોય તેમાં ડિસ્ટર્બન્સ હોય તેમને તાવ ન આવતો હોય તો પણ ખેંચ આવી શકે છે. એપિલેપ્સીના કેસમાં એબનોર્મલ ઇલેક્ટ્રિક એક્ટિવિટી બ્રેઇન લેવલે આવે છે અને ખેંચની પ્રક્રિયા શરૂ થતી હોય છે. આવા કેસમાં ઇઇજી કરાવવી પડે છે. બન્ને ખેંચ આવવાના કોમન કારણ છે. આ ઉપરાંત મગજમાં ઇન્ફેક્શન, મેટાબોલિક ડિસઓર્ડર અને જીનેટિક સિન્ડ્રોમ્સ હોય તો પણ ખેંચ આવી શકે છે. બાળકોમાં ખેંચ 10 મિનિટ સુધી ચાલે તો મગજમાં નુક્સાન પહોંચી શકે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ખેંચ વખતે કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

બાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું
બાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું

બાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું

બાળકને ખેંચ આવે ત્યારે ગભરાવવાને બદલે બાળકને મદદ કરો જેથી તેને થતું નુક્સાન અટકાવી શકાય. જ્યારે બાળકને ખેંચ ચાલું હોય ત્યારે બાળકને સૌપ્રથમ બાળકના કપડાં થોડા ઢીલા કરી દો. બાળકને એક પડખે સુવડાવી દો. જો બાળકને તાવ આવતો હોય તો પાણીના પોતા મુકી તાવ ઉતરે તેવું કરો અને શક્ય હોય તેટલું ઝડપથી બાળકને હોસ્પિટલે લઇ જવું જોઇએ. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ફિબરાઇલ કન્વર્ઝલ અને એપિલેપ્સી ખેંચના લક્ષણો જોવા મળે તો તેને ગંભીરતાથી લઇ તેની સારવાર કરાવવી જોઇએ.

ખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો
ખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો

ખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો

બાળકોને આવતી ખેંચના લક્ષણો પણ સામાન્ય લોકો કરતા અલગ હોય છે. બાળકને ખેંચ આવી રહી હોય ત્યારે બાળક પોતાનું શરીર એકદમ અકડ બનાવી દે છે, આંખો ઉપરની તરફ કરી લે છે, કોઇ એક દિશામાં સ્થિર જોયા કરે છે. કોઇ એક ભાગમાં ઝાટકા આવે છે.  માથું ભયંકર રીતે દુખે છે. આ પ્રકારના લક્ષણો બાળકમાં જોવા મળે તો બની શકે કે બાળકને ખેંચ આવી હોય. આ લક્ષણો જાણીને ડોક્ટરની સલાહ લઇ શકો છો. 
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો ખેંચ આવી હોય ત્યારે શું કરવું

X
બાળકોને ખેંચ આવવાના કારણબાળકોને ખેંચ આવવાના કારણ
બાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવુંબાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું
ખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણોખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App