• Home
  • Lifestyle
  • Health
  • પ્રેગ્નન્સી ન રહેવાની સમસ્યાને દૂર કરશે આ 7 ફૂડ

પ્રેગ્નન્સી ન રહેવાની સમસ્યાને દૂર કરશે આ 7 ફૂડ

માતા બનવા ઈચ્છતી મહિલાએ આ સાત ફૂડ પહેલા ખાવા જોઈએ

divyabhaskar.com | Updated - May 09, 2018, 02:01 PM
પ્રેગ્નન્સી ન રહેવાની સમસ્યાને દૂર કરશે આ 7 ફૂડ

યુટિલિટી ડેસ્ક: પ્રેગ્નન્સીએ મહિલાના જીવનનો શ્રેષ્ઠ તબક્કો હોય છે. પણ પ્રેગ્નન્સી ન રહેવાની વ્યથા ઘણી સ્ત્રીઓને ભારે સતાવતી હોય છે. ત્યારે અમે એવા ફૂડ વિશે જણાવીશું જે લેવાથી પ્રેગ્નન્સીની ચાન્સ વધી જાય છે. એક સ્ટડીમાં પણ એ વાતનો ખુલાસો થયો છે કે આ પ્રકારના ફૂડ ખાનાર સ્ત્રીને 69 % પ્રગ્નન્સીના ચાન્સ વધી જાય છે.


1). ખાટા ફળો: ઓરેન્જ, દ્રાક્ષ સહિતના ખાટા ફળોમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C, પોટેસિયમ અને વિટામિન B હોય છે.


2). લીલા પાંદળાવાળા શાકભાજી: લીલા પાંદળાવાળા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિશન(પોષકતત્વો) હોય છે. જેમા સ્ત્રીના શરીરને જરૂરી કેલ્સિયમ, આયરન અને ફોલિક એસિડ સહિતના પોષકતત્વો હોય છે.


3). રાસબરી: પ્રેગ્નન્સી ન રહેવાની સમસ્યાનો સમાનો કરી રહેલી સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. સાથે સાથે રાસબરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.


4). Avocados: આ મેક્સિકોનું ફળ છે જે હવે ભારતમાં પણ મળે છે. આ ફળમાં વિટામિન E અને K ભરપૂર હોય છે. આ ફળ હોર્મોનલ બેલેન્સને જાળવવામાં ખૂબ મદદ કરે છે, જે પ્રેગ્નન્સી રાખવા માટે સ્ત્રી માટે ખૂબ જરૂર છે.


5). ઈંડા: ઈંડા પણ એક ઓપ્શન છે, પણ ઘણી સ્ત્રીઓ તેને ટાળતી હોય છે. કારણ કે દરેકનો આહાર અલગ અલગ હોય છે જે યોગ્ય છે. કારણ કે બીજા ઓપ્શન પણ ઘણા છે.


6). અખરોટ: ફર્ટિલિટી માટે જરૂરી તમામ પોષકતત્વો અખરોટની અંદર હોય છે. તેનું નિયમિત સેવન સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.


7). તમામ કઠોળ અને દાળો: કઢોળની અંદર પણ સ્ત્રીઓ માટે જરૂરી તમામ પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

X
પ્રેગ્નન્સી ન રહેવાની સમસ્યાને દૂર કરશે આ 7 ફૂડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App