શરીર માટે શ્રેષ્ઠ છે આ સાત યોગ, વધારે છે ઇમ્યુન સિસ્ટમ

નિયમિત પણે યોગ કરવામાં આવે તો તે અનેક રીતે શરીર માટે ફાયદાકારક રહે છે

divyabhaskar.com | Updated - Jan 20, 2018, 06:59 PM
wants to boost your Immune System need to do 7 yoga poses

યુટિલિટી ડેસ્કઃ શિયાળામાં શરદી, ખાંસી અને સાદા તાવ સામાન્ય હોય છે, પરંતુ જો તમારું શરીર નબળું હોય, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે આ પ્રકારની બીમારી આપણને ઝડપથી પોતાનો શિકાર બનાવી લે છે. જેના કારણે આપણે એક્ટિવ જીવનશૈલીનો ભાગ બની શકતા નથી. આ પ્રકારની સ્થિતિમાં નેચરલ ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવી એક ચેલેન્જ સમી બની જાય છે. જોકે યોગમાં ઘણી શક્તિ છે. જો નિયમિત પણે યોગ કરવામાં આવે તો તે અનેક રીતે શરીર માટે ફાયદાકારક રહે છે, ખાસ કરીને ઇમ્યુન સિસ્ટમ માટે.

ઇમ્યુન સિસ્ટમ સેલ્સ, ટિસ્યુ અને ઓર્ગન્સ માટે એક એવું નેટવર્ક ઉભું કરે છે જે વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. ઇમ્યુન સિસ્ટમ શરીરને હેલ્ધી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આપણું શરીર યોગ્ય રીતે કામ ન કરતું હોય ત્યારે ઇમ્યુન સિસ્ટમ પહેલાં તો એ સમસ્યાને શોધે છે અને તેની સામે આપણને રક્ષણ આપવાની પ્રક્રિયા શરૂ કરે છે. પરંતુ ઘણીવાર એવું બને છેકે આપણી ઇમ્યુન સિસ્ટમ અયોગ્ય જીવનશૈલીના કારણે નબળી પડી જાય છે અને એવા સમયમાં તે રોગો સામે રક્ષણ આપવામાં અસમર્થ રહે છે. જોકે યોગ ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે. આજે અમે એવા જ સાત યોગ વિશે જણાવી રહ્યાં છીએ જે તમારી ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે.

તાડાસન

આ આસનને બધા યોગમાં બેસ્ટ માનવામાં આવે છે. તાડાસન ડાઇજેસ્ટિવ સિસ્ટમને રેગ્યુલેટ કરવામાં અને બેલેન્સ રિસ્ટોર કરવામાં મદદરૂપ થાય છે. તણાવમુક્ત રાખે છે, શ્વાસોશ્વાસની ક્રિયા, બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાયછે. તાડાસન આપણા શરીરમાં એનર્જી, હોર્મનાઇઝ અને માઇન્ડને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે.

અન્ય યોગાસન વિશે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...

wants to boost your Immune System need to do 7 yoga poses

વૃક્ષાસન

વૃક્ષાસનથી કરોડરજ્જૂને સ્ટ્રેન્થ આપે છે, મસલ કોઓર્ડિનેશનનું કામ કરે છે. મેન્ટલ કેપેબિલિટી વધારે છે અને આપણને સ્વસ્થ રાખે છે. આ યોગમાં આખી બોડી સ્ટ્રેચ થાય છે, જેના કારણે સ્ટેમિના વધે છે અને એકાગ્રતા વધે છે. આ યોગ આત્મવિશ્વાસ વધારે છે અને નર્વસ સિસ્ટમને રિલેક્સ બનાવે છે. 

wants to boost your Immune System need to do 7 yoga poses

પદ્માસન

પદ્માસનથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થાય છે, લિવર અને કિડનીને નવી એનર્જી આપે છે. તેમજ પદ્માસન કરવાથી રાત્રે શાંતિપૂર્ણ ઉંઘ મળે છે. પદ્માસનથી મગજ તણાવપૂર્ણ થઇ શાંત રહે છે.

wants to boost your Immune System need to do 7 yoga poses

ત્રિકોણાસન

ત્રિકોણાસન એક શ્રેષ્ઠ આસન છે. તેનાથી ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ થાય છે.  આ યોગ સવારે કરવામાં આવે તો શરીરને એનર્જી મળે છે અને ફૂડ સંપૂર્ણ રીતે ડાઇજેસ્ટ થઇ જાય છે. આ આસન શરીરમાં બ્લડ ફ્લોને ઇમ્પ્રૂવ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર ઘટે છે, બેલેન્સ અને એકાગ્રતા વધે છે. ત્રિકોણાસનથી ફેટ બળે છે અને ઓબેસિટી ઘટે છે. 

wants to boost your Immune System need to do 7 yoga poses

ઉત્કટાસન

ઉત્કટાસનથી શરીરને બેલેન્સ કરવાની ક્ષમતા વધે છે. આ આસનથી એબ્ડોમિનલ ઓર્ગન્સની મસાજ થાય છે અને હૃદય સ્ફુર્તિલુ બને છે. દરરોજ ઉત્કટાસન કરવામાં આવે તો વજન ઉતરે છે, લંગ કેપેસિટી વધે છે અને આખા શરીરમાં એનર્જનો વધારો થાય છે.

wants to boost your Immune System need to do 7 yoga poses

ભુજંગાસન

ભુજંગાસનથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે અને મેટાબોલિઝમ રેગ્યુલર થાય છે. આ આસન વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. તેમજ લંગ અને હાર્ટ માટે પણ શ્રેષ્ઠ છે. આ આસનથી ફ્લેક્સેબિલિટી વધે છે. મૂ઼ડ સુધારે છે. 

wants to boost your Immune System need to do 7 yoga poses

મત્યાસન

મત્યાસન કરવાથી તમારું શરીર સારી રીતે ન્યૂટ્રેશનને અબ્સૉર્બ કરી શકે છે. તેનાથી ખભા અને ગરદનને રાહત મળે છે. તેમજ હૃદયના ધબકારા યોગ્ય રીતે થાય છે. આ યોગથી ડાઇજેસ્ટિવ ઓર્ગન્સને સારી મસાજ આપે છે. 

X
wants to boost your Immune System need to do 7 yoga poses
wants to boost your Immune System need to do 7 yoga poses
wants to boost your Immune System need to do 7 yoga poses
wants to boost your Immune System need to do 7 yoga poses
wants to boost your Immune System need to do 7 yoga poses
wants to boost your Immune System need to do 7 yoga poses
wants to boost your Immune System need to do 7 yoga poses
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App