Divya Bhaskar

Home » Lifestyle » Health » દાઢી-મૂછ વધતી ન હોય તો અપનાવો આ 7 ઉપાય । wants to Beard Grow Faster use this 7 Home remedies

પુરૂષોએ ઝડપથી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવો છે? તો અપનાવો 7 આયુર્વેદની ટિપ્સ

Divyabhaskar.com | Updated - May 12, 2018, 06:08 PM

એક્સપર્ટ મુજબ દાઢી ન વધવા પાછળ બોડીમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ અને સ્મોકિંગ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે

  • દાઢી-મૂછ વધતી ન હોય તો અપનાવો આ 7 ઉપાય । wants to  Beard Grow Faster use this 7 Home remedies
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ પુરૂષોમાં દાઢી-મૂંછ રાખવાનો ટ્રેન્ડ આજકાલ ખૂબ જ વધ્યો છે. પણ કેટલાક પુરૂષો અને છોકરાઓ એવા હોય છે જેમને દાઢી-મૂંછનો ગ્રોથ પ્રોપર થતો નથી અને તેના કારણે તેઓ પરેશાન રહે છે. એક્સપર્ટ મુજબ દાઢી ન વધવા પાછળ બોડીમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ અને સ્મોકિંગ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. પણ આયુર્વેદમાં નેચરલી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા કેટલાક ઉપાય જણાવ્યા છે. જેનાથી ઝડપથી દાઢી-મૂંછ વધવા લાગશે. તો તમે પણ જાણીને અપનાવો.

    આમળાનું તેલઃ ચહેરા પર રોજ 10-15 મિનિટ આમળાના તેલથી મસાજ કરો. બાદમાં મોઢું ધોઇ લો. આમ કરવાથી સ્કીન સોફ્ટ થશે અને દાઢીના વાળ ઝડપથી વધશે.

    તજઃ તજના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ કોટનને પાણીમાં પલાળી તેનાથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આવું કરો.

    દૂધઃ રોજ રાત્રે કાચુ દૂધ દાઢી પર લગાવીને સૂવો અને સવારે ધોઇ લો. તેનાથી દાઢીના વાળ ઝડપથી વધશે. રોજ 1 ગ્લાસ દૂધ પીવો, વધારે ફાયદો થશે.

    અન્ય ઉપાય વાંચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • દાઢી-મૂછ વધતી ન હોય તો અપનાવો આ 7 ઉપાય । wants to  Beard Grow Faster use this 7 Home remedies

    નારિયેળ તેલઃ 5-6 મીઠા લીમડાના પાનને નારિયેળ તેલમાં ગરમ કરી લો. ઠંડુ થયા બાદ તેનાથી દાઢી પર મસાજ કરો. 10 મિનિટ બાદ ચહેરો ધોઇ લો. દાઢી ભરાવદાર બનશે અને જલ્દી વધશે. 
     

    ગાજરઃ રેગ્યુલર ગાજરનું જ્યૂસ પીવો અથવા ડાયટમાં ગાજર સામેલ કરો. તેમાથી ભરપૂર બીટા કેરોટીન મળશે, જેનાથી દાઢી જલ્દી વધશે.
     

    કાળા મરી અને મધઃ થોડાક કાળા મરીના પાવડરમાં મધ અને લીંબુનો રસ મીક્ષ કરી ચહેરા પર મસાજ કરો. 5 મિનિટ બાદ ધોઇ લો. તેનાથી સ્કીન સોફ્ટ બનશે, ડેડ સેલ્સ દૂર થશે અને દાઢી વધશે. 
     

    સરસોના પાનઃ સરસોના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં થોડોક આમળાનો રસ મીક્સ કરી ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઇ લો. સપ્તાહમાં 2 વાર આ ઉપાય કરો. દાઢી ભરાવદાર બનશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending