પીઠ દર્દમાં રાહત આપે છે રસોઇની આ ચીજો, આજથી જ શરૂ કરો ઉપયોગ

સંતુલિત અને નિયંત્રિત આહારની મદદથી વાયુ ઘટાડી શકાય છે અને પીઠ દર્દમાં રાહત મેળવી શકાય છે

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 08:32 AM
Use this foods to avoid the Back Pain

યુટિલિટી ડેસ્કઃ રોજની ભાગદોડવાળી અને વ્યસ્ત જિંદગીમાં પીઠ દર્દ સામાન્ય બન્યું છે. આયુર્વેદ અનુસાર પીઠ દર્દ વાયુના કારણે થાય છે. સંતુલિત અને નિયંત્રિત આહારની મદદથી વાયુ ઘટાડી શકાય છે અને પીઠ દર્દમાં રાહત મેળવી શકાય છે. આજે અમે આપને રસોઇની એવી કેટલીક ચીજો વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે પીઠ દર્દ કે કમર દર્દમાં રાહત મેળવી શકો છો.

આ ચીજો ખાવાનું ટાળો
આયુર્વેદ અનુસાર પીઠ દર્દને રોકવા માટે કેટલાક ફૂડનો ઉપયોગ ટાળવો જોઇએ. જેમકે ખાંડ, રાજમા, ભીંડા, કઢી વગેરે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રસોઇની કઇ ચીજો પીઠ દર્દને ઓછું કરવામાં તમારી મદદ કરે છે...

Use this foods to avoid the Back Pain

ફાઈબરવાળો આહાર
કબજિયાત, પેટની સમસ્યા અને પીઠ દર્દ એકમેકની સાથે જોડાયેલા છે. ફાઇબર યુક્ત ભોજન લેવાથી આ દરેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

 

હળદર
તે અનેક રીતે ગુણકારી છે. તેમાં કર્કુમિનને નષ્ટ કરવાથી અને સોજા ઘટાડવાની ક્ષમતા છે. તે માંસપેશીઓને પણ સારી રાખે છે. હળદર પાઉડરને સલાડ પર છાંટીને અને શાકમાં મિક્સ કરીને ખાવાથી પણ હેલ્થને લાભ થાય છે.

Use this foods to avoid the Back Pain

લસણ

તે અનેદ દર્દમાં રાહત આપે છે. તેને નારિયેળ તેલમાં ગરમ કરીને તેનાથી માલિશ કરો. સાંધાનો દુઃખાવો ઘટે છે અને દર્દમાં રાહત મળે છે. 

 

મસાલા ચા
આયુર્વેદમાં મસાલાની ચા પીવાથી દર્દ અને કબજિયાતમાં રાહત મળે છે. 

Use this foods to avoid the Back Pain

ડેરી પ્રોડક્ટ્સ
સામાન્ય રીતે પીઠ દર્દનું કારણ કેલ્શિયમની ખામી હોય છે. ડેરી પ્રોડક્ટ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેમાંનું કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવે છે.

 

આદુ 
આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી તત્વો પેટને ઠીક કરવામાં મદદ કરે છે. આ કારણ છે કે આદુ પીઠ દર્દમાં આરામ આપનારું માનવામાં આવે છે. 

X
Use this foods to avoid the Back Pain
Use this foods to avoid the Back Pain
Use this foods to avoid the Back Pain
Use this foods to avoid the Back Pain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App