વિટામિન ઈ / ખોરાકમાં કુદરતી વિટામિન ઈ લેવાથી ન્યૂમોનિયાથી બચી શકાય છે: સ્ટડી

Vitamin E helps to rescue from Pneumonia: Study

  • આપણું શરીર વિટામિન ઈ બનાવી શકતું નથી, તેથી વિટામિન ઈ મળે તેવી વસ્તુઓ ખોરાકમાં લેવી જોઈએ 
  • વિટામિન ઈ કેન્સર, હૃદયની બીમારીને અટકાવવામાં મદદ કરે છે
     

divyabhaskar.com

Feb 04, 2019, 01:27 PM IST

હેલ્થ ડેસ્ક: જર્નલ ઓફ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયેલ સ્ટડી મુજબ, જો આપણે આપણા ખોરાકમાં કુદરતી વિટામિન ઈનું થોડું પ્રમાણ વધારી દઈએ તો
ન્યૂમોનિયાને કંટ્રોલ કરી શકાય છે.

વિટામિન ઈનું મહત્ત્વ
વિટામિન ઈનું પ્રમાણ વધારવાથી આપણા શરીરને વધુ ઊર્જા મળે છે. વિટામિન ઈ બેક્ટેરિયા અને વાઇરસ સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આપણું શરીર વિટામિન ઈનું નિર્માણ કરી શકતું નથી, તેથી આપણે ખોરાકમાં એવી વસ્તુઓ લેવી જોઈએ જેમાંથી વિટામિન ઈ મળે. વિટામિન ઈ કેન્સર, હૃદયની બીમારીને અટકાવવામાં પણ મદદ કરે છે. નવા રક્તકણો બનવામાં પણ વિટામિન ઈ મહત્ત્વનો ભાગ ભજવે છે.

વિટામિન ઈ શેમાંથી મળે?
વેજિટેબલ ઓઇલ જેવાં કે સનફલાવર ઓઇલ, સોયાબીન ઓઇલ વગેરે
બદામ, અખરોટ, માંડવી વગેરેમાંથી ભરપૂર માત્રામાં વિટામિન ઈ મળે છે
સૂરજમુખીનાં બીમાંથી વિટામિન ઈ મળે
લીલાં પાંદડાંવાળાં શાક જેવાં કે, પાલક, બ્રોકોલી વગેરે
પપૈયા, ટમેટાં, કિવિમાંથી પણ વિટામિન ઈ મળે છે

X
Vitamin E helps to rescue from Pneumonia: Study
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી