Home » Lifestyle » Health » Vitamin E Capsule And Almond Oil useful to Dissect Mosquito

આ તેલથી મચ્છર નહીં આવે તમારી નજીક, આ 2 વસ્તુથી ઘરે જ કરો તૈયાર

Divyabhaskar.com | Updated - Jan 24, 2018, 05:02 PM

મચ્છર ભગાવવા માટે માર્કેટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ અને ડિવાઇસ મળે છે

  • Vitamin E Capsule And Almond Oil useful to Dissect Mosquito
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ મચ્છર ભગાવવા માટે માર્કેટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ અને ડિવાઇસ મળે છે. જેમાં મોસ્કિટો કોઇલથી લઇને બોડી પર લગાવવા માટેના ઓડોમોસ પણ સામેલ છે. બીજી તરફ ઓલઆઉટ અથવા મોર્ટિન જેવી ડિવાઇસ પણ આવે છે. આમતો મચ્છર ભગાવવા અથવા મારવાના અનેક ઉપાય છે, જે આપણે સહેલાયથી ઘરે તૈયાર કરી શકીએ છીએ. આ પ્રકારના જુગાડમાં વધારે પૈસા ખર્ચવાની જરૂર પણ નથી હોતી. આજે અમે અહી એવા જ એક જુગાડ અંગે જણાવી રહ્યાં છીએ.

    વિટામિન ઇ કેપ્સૂલનો ઉપયોગ


    વિટામિન ઇને બોડી માટે હંમેશા બેસ્ટ માનવામાં આવી છે. તેનાથી આંખોની નીચે થયેલા કાળો ઘેરાવ, પિંપલ્સ અને કરચલીઓ હટાવી શકાય છે. એટલું જ નહીં, એ મચ્છરને દૂર રાખવામાં પણ કારગર માનવામાં આવે છે. આને એક ખાસ તેલમાં ભેળવીને બોડી પર લગાવવાથી મચ્છર આપણી નજીક આવતા નથી. આ મિશ્રણના કોઇ સાઇડ ઇફેક્ટ નથી. આ મિશ્રણની કિંમત ઓડોમોસ કરતા ઓછી છે.

    આ વસ્તુઓની રહેશે જરૂર


    1. બદામનું તેલ (Almond Oil)
    2. વિટામિન ઇ કેપ્સૂલ
    3. એક બાઉલ અને સ્પૂન

    આગળની સ્લાઇડ્સમાં જાણો આ મિશ્રણને તૈયાર કરવાની રીત...

  • Vitamin E Capsule And Almond Oil useful to Dissect Mosquito
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સૌથી પહેલા એક ખાલી બાઉલમાં બદામનું તેલ ત્રણ ચમચી નાંખો. ત્યાર બાદ આ તેલમાં વિટામિન ઇ કેપ્સૂલની અંદરના તેલને નાંખો. હવે બન્ને તેલને સારી રીતે મિક્સ કરો. માર્કેટમાં બદામનું તેલ સહેલાયથી મળી આવે છે. અનેક લોકો તેને વાળમાં નાંખે છે. વિટામિન ઇની કેપ્સૂલ પણ કોઇપણ મેડિકલ સ્ટોરમાં મળી રહે છે. 

  • Vitamin E Capsule And Almond Oil useful to Dissect Mosquito

    જ્યારે આ બન્ને તેલ સારી રીતે મિક્સ થઇ જાય ત્યારે તેને તમારા શરીરના એ ભાગોમાં લગાવો જે ખુલ્લો રહે છે. જેમ કે ચહેરો, હાથ અને પગના પંજા. આ તેલની સ્મેલથી મચ્છર તમારી પાસે નહીં આવે. સાથે જ આ તેલની કોઇપણ સાઇડ ઇફેક્ટ પણ નથી. આ મિશ્રણ 3થી 4 દિવસ આરામથી ચાલે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ