ઈલાજ / મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીને મટાડવા વિટામિન D મદદરૂપ: સ્ટડી

Vitamin D helps treat lethal drug-resistant Tuberculosis: Study

  • દુનિયાભરમાં 16 લાખ લોકો ટીબીથી મૃત્યુ પામે છે

divyabhaskar.com

Feb 07, 2019, 06:03 PM IST

વોશિંગ્ટન: યુરોપિયન રેસ્પિરેટરિ જર્નલમાં ટીબીને લગતો એક અગત્યનો સ્ટડી પ્રકાશિત થયો છે. તેમાં ટીબીના એક અત્યંત જિદ્દી પ્રકાર એવા મલ્ટિ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MRD -TB)ને કાબૂમાં લાવવા માટે વિટામિન Dની અસરકારકતાની માહિતી મળી છે. MRD -TB એ ટીબીનો એવો ગંભીર પ્રકાર છે, જેમાં રેગ્યુલર દવાઓની કોઈ જ અસર થતી નથી. આથી દર્દીને બચાવવાનું કામ અઘરું થઈ પડે છે. પરંતુ આ લેટેસ્ટ સ્ટડીએ તેમાં નવી આશા જન્માવી છે. તે પ્રમાણે MRD -TBના દર્દીઓને જો વિટામિન D સપ્લિમેન્ટ્સ આપવામાં આવે તો તેમને ઝડપથી સાજા કરી શકાય છે.

લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ 8 દેશોના 1,850 ટીબી દર્દીઓ પર આ સ્ટડી કર્યો હતો. આ દર્દીઓમાં MRD -TBના દર્દીઓ પણ સામેલ હતા. આ તમામને વિટામિન D સપ્લિમેન્ટ્સ આપવામાં આવ્યાં. પરીક્ષણમાં મલ્ટિ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીમાં વિટામિન Dએ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું. વિટામિન D રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આની કોઈ આડઅસર પણ જોવા મળી ન હતી.

MRD -TB અત્યારની એન્ટિબાયોટિક ટ્રીટમેન્ટ ઘણી લાંબી અને મોંઘી છે. ઘણીવાર આ ટ્રીટમેન્ટની ગંભીર સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. વિટામિન D સલામત અને સસ્તું છે. શોધકર્તાઓએ જણાવ્યું કે, આ સ્ટડી પરથી હજુ વિટામિન Dને થેરપી તરીકે ઉપયોગ કરી શકાય એવું ચોક્કસપણે કહી શકાય નહીં. વિટામિન D ખરેખર અસરકારક છે કે નહીં એ જાણવા માટે હજુ ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે.

X
Vitamin D helps treat lethal drug-resistant Tuberculosis: Study
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી