Home » Lifestyle » Health » શાકાહારી લોકોએ મશરૂમ ખાવા જોઇએ કે નહી?|Vegetarian people do not want to eat mushroom

શાકાહારી લોકોએ મશરૂમ ખાવા જોઇએ કે નહી?

Divyabhaskar.com | Updated - May 25, 2018, 05:51 PM

મશરૂમ જે શ્રેણીમાં છે, તે વનસ્પતિ અને જીવ જંતુઓનાં વર્ગથી અલગ ફૂગમાં છે

 • શાકાહારી લોકોએ મશરૂમ ખાવા જોઇએ કે નહી?|Vegetarian people do not want to eat mushroom
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્ક: મશરૂમને લઇને હંમેશા લોકોમાં ભ્રમ રહે છે. ખાસ કરીને શાકાહારી લોકો આનાથી દૂર રહે છે. ના તો આ છોડ છે, ના તો આ જીવજંતુ. પ્રાચીન સમયમાં આને જાદૂઇ માનવામાં આવતા હતા. કારણકે તેના વિષે એ ખબર નહોતી કે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે. મશરૂમ ઝડપથી વધે છે. કેટલીક વાર તો રાતના સમયે ઝડપથી ઉગવા લાગે છે. આમાં મૂળ કે બીજ હોતા નથી. દેખાવમાં તેનો આકાર સ્પ્રિંગ જેવો હોય છે. સાયન્સ અને ટેકનીકલરૂપે જોવામાં આવે તો તે છોડ નથી. તે ફૂગની કેટેગરીમાં આવે છે. તો હવે સવાલ એ છે કે શાકાહારી લોકોએ મશરૂમ ખાવા જોઇએ કે નહી?

  મશરૂમ જે શ્રેણીમાં છે, તે વનસ્પતિ અને જીવ જંતુઓનાં વર્ગથી અલગ ફૂગમાં છે. ફૂગમાં જિનેટિકલી વનસ્પતિની જગ્યાએ જીવથી વધારે સંબંધિત છે. ટેક્સોનૉમી પ્રમાણે તે શાકાહારી માટે તો નથી જ. તો આવો જાણીએ મશરૂમ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જે તમારા માટે ફાયદાકારક બની શકે છે.

  પરિભાષા (વ્યાખ્યા) પણ તેને વનસ્પતિ નથી માનતી

  - છોડની જેમ તે પોતાનો આહાર બનાવતો નથી. આમાં પાંદડાં નથી કે ન મૂળ.

  - છોડ સૂર્યના પ્રકાશથી પોષણ મેળવે છે, ફૂગ અને પશુ નહિં. ફૂગ અને પશુ પોતાના આહાર માટે બીજા જીવો પર આધાર રાખે છે. તે મૃત વનસ્પતિ અથવા જીવ કાંઇપણ હોઇ શકે છે.

  - ફૂગ પ્રજાતિ ચીટીન હોય છે, જે ગ્લૂકોઝનું પોલિસેકરાઇડ ડેરિવેટિવ છે. આ કીટોંમાં પણ મળે છે. આવું સેલ્યુલોઝ છોડમાં થતું નથી.

  - ફૂગ માનવની જેમ શ્વાસ લે છે, તે છાડની જેમ કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સિજન આપતા નથી. આની સંરચના પશુઓ સમાન છે.

  આગળ વાંચો, શું મશરૂમ શરીર માટે સારા છે ?

 • શાકાહારી લોકોએ મશરૂમ ખાવા જોઇએ કે નહી?|Vegetarian people do not want to eat mushroom
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  મશરૂમ : જે શાકાહારમાં નથી આવતાં

   

  મશરૂમને લઇને હંમેશા ભ્રમ રહે છે. ખાસ કરીને શાકાહારી લોકો આનાથી દૂર રહે છે. ના તો આ છોડ છે, ના તો આ જીવ જંતુ. પ્રાચીન સમયમાં આને જાદુઇ માનવામાં આવતાં હતા, કારણ કે તેના વિષે એ ખબર નહોતી કે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે. મશરૂમ ઝડપથી વધે છે, કેટલીયે વાર તો રાત્રે જ ઝડપથી ઉગી નીકળે આમાં મૂળ કે બીજ હોતાં નથી. જોવામાં સ્પ્રિંગ જેવા લાગે છે. વિજ્ઞાન અને ટેકનીકલરૂપે આને જોવામાં આવે તો તે છોડ નથી. તે ફૂગની કેટેગરીમાં આવે છે, તે છોડ તો નથી જ, તો પ્રશ્ન ઉભો થાય છે કે શાકાહારીએ મશરૂમ ખાવાજોઇએ કે નહિં ?

   

  ન્યુટ્રિશન એક સફેદ કાચા મશરૂમમાં

   

  - કેલરી 15 ફેટ નહીં પ્રોટીન 2.2 ગ્રામ કાર્બ 2.3 ગ્રામ ફાઇબર 0.7 ગ્રામ

  - આયુર્વેદ આને તામસિક માને છે, કારણ કે આને પચાવવા સરળ નથી. સાથે જ આનો ખોરાકમાં ઉપયોગ લેતાં સંવેદનાઓ સ્થૂળ થઇ જાય છે. ઝેરી હોવાના કારણે આમાં ઇ-કોલિ વાયરસ પણ હોવાનો ડર રહે છે.

 • શાકાહારી લોકોએ મશરૂમ ખાવા જોઇએ કે નહી?|Vegetarian people do not want to eat mushroom

  શું મશરૂમ શરીર માટે સારા છે ?

   

  - જાપાની શિતાકે અને એનોકીથી લઇને ઇટાલિયન પોરસિની મહત્વના સામાન્ય વ્હાઇટ બટન મશરૂમ છે. સૌથી વધુ લોકપ્રિય પોર્ટાબેલાને ક્રિમિનીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ વિભિન્ન પ્રકારના મશરૂમ અલગ સ્વાદ, આકારમાં મળે છે. મોટાભાગના મશરૂમ વિટામીન બી, સી, સેલેનિયમ, આયર્ન અને અન્ય મિનરલ્સનો સારો સ્ત્રોત રહે છે.

  - એન્ટીઓક્સીડેન્ટ્સમાં તે લાલ મરચું, ગાજર, લીલા ચણા, ટામેટાંને પાછળ મુકી દે છે. આમાં જે એન્ટીઓક્સીડેન્ટ્સ છે તે રાંધતી વખતે નિષ્ક્રિય થતાં નથી અને નાશ પણ થતાં નથી.

  - મશરૂમથી મેદસ્વિતા આવતી નથી, સાથે તે ડાયાબિટીસ અને હ્રદયની બિમારીના ડરને ઓછા કરે છે. તે રંગ સાફ કરે છે. વાળમાં ચમક લાવે છે, સૂર્યના સંપર્કમાં આવતાં વિટામીન ડી આપે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ