કેંસરનો ખતરો ટાળે છે ડુંગળીના છોતરા, જાણી લો 5 અન્ય ફાયદા પણ

ડુંગળીના છોતરા ગ્રીન ટી કે હર્બલ ટીમાં પણ યૂઝ કરી શકો છો

Divyabhaskar.com | Updated - Feb 14, 2018, 12:02 AM
Get Amazing benefits of the Onion peels at home

યૂટિલિટી ડેસ્કઃ આજકાલ શાકના ભાવ વધી રહ્યા છે. આ સમયે તમે તેની છાલ પણ ફેંકો તો તમારો જીવ ચાલતો નથી, આ સમસ્યાનો હલ અમે આપને માટે લાવ્યા છે. આજે અમે આપને જણાવીએ છીએ કે ડુંગળીના છોતરાને કઇ રીતે યૂઝ કરી શકાય છે.

ડુંગળીના છોતરાને આ રીતે કરો યૂઝ...
ડુંગળીના છોતરામાં નેચરલ હેર ડાઇના ગુણ હોય છે. આ યોગ્ય નથી તમે તેને ખાવા ઇચ્છો છો તો તમે સૂપ કે કરી બનાવતી સમયે તેનો ઉપયોગ કરી શકો છો. સર્વ કરતાં પહેલાં તેને કાઢી લો. તમે ઇચ્છો તો ડુંગળીના છોતરા ગ્રીન ટી કે હર્બલ ટીમાં પણ યૂઝ કરી શકો છો. આ સમયે ધ્યાન રાખો કે આ ડુંગળી ઓર્ગેનિક હોય. કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ વાળી છાલનો યૂઝ કરવાથી ફાયદો નહીં પણ નુકસાન થાય છે. અમે આપને જણાવી રહ્યા છીએ કેટલાક એવા નુસખા જેની મદદથી તમે અનેક રોગને ક્યોર કરી શકો છો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો ડુંગળીના છોતરાના ફાયદા

તમે સૂપ કે કરી બનાવતી સમયે તેનો ઉપયોગ કરી શકો છો.
તમે સૂપ કે કરી બનાવતી સમયે તેનો ઉપયોગ કરી શકો છો.

એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર


રિસર્ચના આધારે ડુંગળીના છોતરાનો ઉપયોગ કરવામાં કોઇ તકલીફ નથી. તેમાં ફળની સરખામણીએ વધારે એન્ટી ઓક્સીડન્ટ્સ હોય છે. જે શરીરને અંદરથી સાફ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે.

 

હાર્ટ એટેકથી બચાવે છે


તેમાં ક્વેરસેટીન નામના ફ્લેવોનોલ વધારે પ્રમાણમાં છે. જે બ્લડ પ્રેશર ઘટાડે છે અને આર્ટરીઝને સાફ કરીને હાર્ટ એટેકની શક્યતા ઓછી કરે છે. 

ચા બનાવતી સમયે તેમાં ડુંગળીના છોતરાં નાંખી શકો છો અને તેને ગાળીને પી શકો છો.
ચા બનાવતી સમયે તેમાં ડુંગળીના છોતરાં નાંખી શકો છો અને તેને ગાળીને પી શકો છો.

કેંસરનું રિસ્ક ઘટાડે છે


ધ જર્નલ પ્લાંટ્સ ફૂડ્સ ફોર હ્યૂમન ન્યૂટ્રિશનમાં પબ્લિશ એક સ્ટડીના આધારે ડુંગળીના છોતરામાં હાઇ ફાઇબર હોય છે અને અનેક કંમ્પાઉન્ડ્સ જેમકે ફ્લેવોનોઇડ્સ, ક્વેરસેટીન અને ફીનોલિક. જે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે. સોજા અને કેંસરના રિસ્કને પણ ઘટાડે છે.

 

ગળાની ખારાશ કરે છે ઓછી


જો તમારું ગળું ખરાબ છે તો તમે પાણીમાં ડુંગળીના કેટલાક છોતરાં નાંખીને ઉકાળો. તેને ગાળીને તેનાથી કોગળા કરો. તમારા ગળાને આરામ મળશે. તમે ઇચ્છો તો ચા બનાવતી સમયે તેમાં ડુંગળીના છોતરાં નાંખી શકો છો અને તેને ગાળીને પી શકો છો. તેનાથી ગળાને ફાયદો થાય છે. 

ચહેરાના ડાઘ દૂર કરીને ગ્લો પણ લાવે છે.
ચહેરાના ડાઘ દૂર કરીને ગ્લો પણ લાવે છે.

ચહેરો સાફ કરવા માટે


ડુંગળીના એ છોતરાં લો જેમાં રસ હોય. તેને હળદરમાં મિક્સ કરો અને ફેસ પર લગાવો. આમ કરવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે અને સાથે ગ્લો પણ આવે છે. 

X
Get Amazing benefits of the Onion peels at home
તમે સૂપ કે કરી બનાવતી સમયે તેનો ઉપયોગ કરી શકો છો.તમે સૂપ કે કરી બનાવતી સમયે તેનો ઉપયોગ કરી શકો છો.
ચા બનાવતી સમયે તેમાં ડુંગળીના છોતરાં નાંખી શકો છો અને તેને ગાળીને પી શકો છો.ચા બનાવતી સમયે તેમાં ડુંગળીના છોતરાં નાંખી શકો છો અને તેને ગાળીને પી શકો છો.
ચહેરાના ડાઘ દૂર કરીને ગ્લો પણ લાવે છે.ચહેરાના ડાઘ દૂર કરીને ગ્લો પણ લાવે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App