Home » Lifestyle » Health » Various Health benefits of sarvangasana

રોજ માત્ર 5 જ મિનિટ આ 1 કામ કરશો તો થાઈરોઈડ મટી જશે અને રોગોમાં થશે લાભ

Divyabhaskar.com | Updated - May 17, 2018, 01:02 PM

નખમાંય નહીં થાય કોઈ રોગ, જો રોજ 5 મિનિટ માત્ર આ 1 કામ કરી લેશો

 • Various Health benefits of sarvangasana
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આસનોમાં સૌથી ચમત્કારી અસરવાળું છે સર્વાંગાસન. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી પણ કહેવામાં આવે છે. તમે વિચારી પણ નહીં શકો કે રોજ 5 મિનિટ આ આસન કરવાથી અઢળક રોગોથી બચી શકાય છે


  આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોની સાચી સંપૂર્ણ સમજ સાધકને પોતાની મેળે ભાગ્યે જ પડી શકે છે. માટે જ એને માટે અનુભવી ગુરૂનું માર્ગદર્શન ઉપયોગી ઠરે છે.

  જો તમને અસામાન્ય બ્લડ પ્રેશર, ઝામર, આંખનો પડદો ખસી જવો, થાઇરોઈડની લાંબા સમયથી સમસ્યાઓ, ગરદન કે ખભાની ઈજા હોય તો સર્વાંગાસન કરતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.


  આગળ જાણો સર્વાંગાસન આસનની વિધિ, તેના ફાયદા, સાવધાની વગેરેની સંપૂર્ણ માહિતી.

 • Various Health benefits of sarvangasana
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  -આપણા ગળામાં અત્યંત મહત્વની થાઈરોઈડ ગ્રંથિ આવેલી છે. તેની ઉપર શરીર અને તેના તંત્રોની તંદુરસ્તીનો મોટો આધાર છે. આ આસન તે ગ્રંથિને તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે અને તેના કારણે સર્વ અંગો-સર્વ તંત્રોને તંદુરસ્ત અને કાર્યક્ષમ રહે છે તેથી આ આસનને સર્વાંગાસન કહેવાય છે.


  આસનની રીત


  સૌપ્રથમ ચત્તા સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર અને બંને પગ પૂરા લંબાવેલા રાખો.


  બંને પગ સીધા રાખી જમીનથી 3૦ અંશને ખૂણે ઊંચકો, પછી 6૦ અંશને ખૂણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી 9૦ અંશને ખૂણે બંને પગ ઊભા કરો. 


  બંને પગને માથા તરફ સહેજ નમાવો. હવે થાપાનો ભાગ કમર સુધી ઊઠાવી બંને પગને આકાશ તરફ ઊંચા કરો. સહેલાઈથી ન થઈ શકે તો આ વખતે બંને હાથનો બંને નિતંબ પરથી ટેકો આપો.


  ત્યાર પછી બંને હાથને આધારે શરીરનો ભાર ટેકવી, કમરને હાથના પંજા ઉપર ટેકવી ખભો તથા માથું જ જમીન પર રહે તેમ બરડાને ધીરે ધીરે ઊંચો લઈ જઈ, શરીરને સરળ ઊભી લીટીમાં લાવો. 


  આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહો. આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. અન્ય આસનોની માફક આ આસન પણ શરૂઆતમાં ત્રીસ સેકંડથી શરૂ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હિતાવહ છે. 

 • Various Health benefits of sarvangasana

  ફાયદા


  શરીરને ઊભી સ્થિતિમાં સતત રહેવું પડતું હોવાથી પેટની અંદરના અવયવો સતત દબાણમાં રહે છે. જેથી પેટની ચરબી ઓછી કરવામાં પણ મદદ કરે છે.


  આ આસનથી યાદશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ફાયદાકારક છે.


  સ્પર્મની ક્વોલિટી સુધરે છે અને સ્પર્મ કાઉન્ટ વધે છે. જેથી આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિ (sex gland)ને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે.


  યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નિત્ય અભ્યાસક્રમથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. 


  ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.


  જેની રક્તવાહિનીઓ અશુદ્ધ થઈ નબળી થઈ ગઈ હોય તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારી લોહી શુદ્ધ કરે છે. 

   

  મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, થાઈરોઈડનો અધૂરો વિકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ, અંગવિકાર, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહી વિકાર, સ્ત્રીઓના દર્દો જેવાં કે માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો,  વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.


  સાવધાની 


  -ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.


  -થોઈરોઈડના અતિવિકાસવાળા, ખૂબ જ નબળા હૃદયવાળા તથા અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ