યૂરિન ઇન્ફેક્શનથી કરૂણાનિધિનું નિધન, ઇન્ફેક્શન અને લો બ્લડ પ્રેશરથી બચવા વડીલોએ સમય-સમય પર ડોક્ટરની સલાહ લેવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્કઃ DMK પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિ (94)નું મંગળવારે સાંજે નિધન થઈ ગયું છે. મેડિકલ રિપોર્ટ મુજબ કરૂણાનિધિને યૂરિન ઇન્ફેક્શન અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ થવા પર હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. વધતી ઉંમરમાં બંને સ્થિતિ જીવનું જોખમ વધારી શકે છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મયુર પટેલ જણાવી રહ્યા છે તેનાથી બચવાની ખાસ ટિપ્સ..

 

- યૂરિનરી ટ્રેક્ટમાં બેક્ટેરિયા પહોંચવાના કારણે યૂરિન ઇન્ફેક્શન થાય છે. આ સ્થિતિ ત્યારે બને છે જ્યારે બેક્ટેરિયા યૂરિનરી ટ્રેક્ટમાં પહોંચે છે અને ઇમ્યૂન સિસ્ટમ આપણને તેનાથી બચાવી નથી શકતું. જ્યારે આ બેક્ટેરિયા ધીમે-ધીમે બ્લેડર અને કિડની સુધી પહોંચે તેને યૂટીઆઇ એટલે યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. ઉંમરની સાથે યૂટીઆઇનો ખતરો વધી જાય છે. તેનું એક કારણ ઇમ્યૂનિટી ઓછી થઈ જવી પણ છે.

 

- યૂટીઆઇ હોવા પર જરૂરી નથી કે દરેક વખતે તેના લક્ષણ મહેસુસ થાય. તેના લક્ષણ ક્યારેક તીવ્ર તો ક્યારેય હળવો અહેસાસ કરાવે છે. કમરના નીચલા ભાગમાં દુખાવો થવો, વારંવાર યૂરિન રિલિઝ થવું, ફિવર આવવો, યૂરિન કરતી વખતે તીવ્ર દુર્ગંધ આવવી અથવા બળતરા મહેસુસ થવી તેના લક્ષણ છે. આવું થવા પર ડોક્ટરનો સંપર્ક કરવો.

 

- વડીલોમાં આ સમસ્યા એટલે પણ ખતરનાક માનવામાં આવે છે કારણ કે, વધુ ઉંમર થવા પર અલ્ઝાઇમરના કારણે યાદશક્તિ ઓછી થઈ જાય છે. એટલે એવામાં તેઓ પોતાની વાતને સરખી રીતે જણાવવામાં પણ અસક્ષમ મહેસુસ કરે છે અને તે ભ્રમની સ્થિતિમાં જીવવા લાગે છે.

 

- એવા વડીલો જેમને અલ્ઝાઇમર, પાર્કિંસન ડિસીઝ અથવા ડાયબિટિસ છે તેમને ઇન્ફેક્શન થવાની શક્યતા હોય છે. એટલે સમય-સમય પર ડોક્ટરની સલાહ લેતા રહો. મોટાભાગના કિસ્સાઓમાં એન્ટિ-બાયોટિક્સની મદદથી સારવાર કરવામાં આવે છે.

 

- લાઇફસ્ટાઇલ ડિસીઝમાં સામેલ લો બ્લડ પ્રેશરની સમસ્યાને હાઇપરટેન્શન પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકો તેને ગંભીર નથી માનતા પરંતુ તેનું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે, લો બ્લડ પ્રેશરની સ્થિતિમાં ચક્કર આવવા અને બેભાન થવાની શક્યતા વધુ રહે છે. જે વડીલોમાં જીવનું જોખમ વધારી શકે છે.

 

- જો ચક્કર આવવા, આંખો સામે અંધારું છવાઇ જવું, થાક લાગવો અને કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો ડોક્ટરની સલાહ લો. આ લો બ્લડ પ્રેશરના લક્ષણ છે.

 

- ખાનપાન દ્વારા મોટાભાગની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. ડાયટમાં સિઝનલ શાકભાજી અને ફળ લો ખાસ કરીને ગાજર, પાલક, ટામેટાં, બ્રોકલી અને ડુંગળી. ફળમાં કેરી, તરબૂચ, સફરજન લઈ શકો છો. આ સિવાય મર્યાદિત માત્રામાં ડ્રાયફ્રૂટ લો.

 

- શરીરમાં પાણીની કમી થવી પણ યૂટીઆઇને વધારે છે. દિવસ દરમિયાન 7થી 8 ગ્લાસ પાણી જરૂર પીવો. દિવસની શરૂઆત નવશેકા પાણી સાથે કરો. તેનાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને ઇન્ફેક્શનનું જોખમ પણ ઓછું રહે છે. આ સિવાય મોર્નિંગ અથવા ઇવનિંગ વૉકને રૂટિન લાઇફમાં જરૂર સામેલ કરો.

 

આ પણ વાંચોઃ- હાઇ હીલ્સ પહેરવાથી થઈ શકે છે કમર, ઘૂંટણ અને પીઠ સહિતની 8 ગંભીર સમસ્યાઓ