Divya Bhaskar

Home » Lifestyle » Health » સવારે કેળા સાથે લો આ 1 વસ્તુ, વજનમાં થશે ઘટાડો । use this one thing with banana in the morning for reduce fat

સવારે કેળા સાથે લો આ 1 વસ્તુ, વજનમાં થશે ઘટાડો

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 06:45 PM

બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે લોકોને શરીર વધવાની સમસ્યા સતાવતી રહે છે

  • સવારે કેળા સાથે લો આ 1 વસ્તુ, વજનમાં થશે ઘટાડો । use this one thing with banana in the morning for reduce fat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ બેઠાળું જીવન, બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે લોકોને શરીર વધવાની સમસ્યા સતાવતી રહે છે. મોટાપાથી પરેશાન લોકો પાતળા થવા અને ચરબી ઉતારવા માટે અનેક વસ્તુઓ કરતા હોય છે. પરંતુ આજે અમે જે જણાવી રહ્યાં છીએ તે મોટાપો ઘટાડવાની સાથે અનેક રીતે કારગર સાબિત થાય તેવું છે. કેળાનું સેવન કર્યા બાદ ગરમ પાણી પીવામાં આવે તો તમને વધેલા વજનથી છૂટકારો મેળવી શકો છો.

    કેળા બાદ ગરમ પાણીનું સેવન


    જો તમે આખો દિવસ કેળાનું સેવન કરો છો તો તેનો પ્રભાવ તમારા શરીરના વજન પર પડશે નહીં, પરંતુ સવારે કેળાનું સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. આ માટે સવારે ખાલી પેટ એક કેળું ખાવું જોઇએ બાદમાં નવશેકું પાણી પીવું જોઇએ. આમ કરવાથી ઝડપથી પેટની વધેલી ચરબીથી છૂટકારો મળે છે.

    વધુ વાચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • સવારે કેળા સાથે લો આ 1 વસ્તુ, વજનમાં થશે ઘટાડો । use this one thing with banana in the morning for reduce fat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પાચનશક્તિ વધારે છે

    આ રીતે જ સવારે કેળાનું સેવન કરવામાં આવે તો પાચનશક્તિ વધે છે અને પાચનમાં સુધારો થાય છે. કેળામાં ગ્લાઇસેમિક અને સ્ટાર્ચ મળી આવે છે. જે આપણા આહારને પચાવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં દિવસ દરમિયાન તાજગી જોવા મળે છે. કેળાને ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત પણ માનવામાં આવે છે. 

  • સવારે કેળા સાથે લો આ 1 વસ્તુ, વજનમાં થશે ઘટાડો । use this one thing with banana in the morning for reduce fat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ક્યારે કરવું જોઇએ કેળાનું સેવન

    કેળાનું સેવન હંમેશા સવારે 8 વાગ્યા પહેલાં કરવું જોઇએ. ત્યારબાદ ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે પણ જમ્યા પછી મીઠાઇનું સેવન કરવાના બદલે તાજા કેળાનું સેવન કરી શકાય છે. જો તમે કેળાનું સેવન કર્યા બાદ નવશેકું પાણી પી રહ્યાં છો તો તે તમારા સ્વાસ્થ્ય પર સારી એવી અસર કરે છે. આવી જ રીતે કેળા સાથે ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઇએ કારણ કે ઠંડુ પાણી પીવામાં આવે તો તમારી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને વજન પણ ઘટતું નથી. 

  • સવારે કેળા સાથે લો આ 1 વસ્તુ, વજનમાં થશે ઘટાડો । use this one thing with banana in the morning for reduce fat
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending