સ્કિનનો મેલ દૂર કરવા અને તેને સાફ રાખવા 4 વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરો

ત્વચાને સાફ રાખવા આ 4 વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરો, જુઓ પછી અસર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 10:00 AM
સ્કિનને હેલ્ધી રાખવા ઘરેલૂ વસ્તુઓનો જ ઉપયોગ કરવો.
સ્કિનને હેલ્ધી રાખવા ઘરેલૂ વસ્તુઓનો જ ઉપયોગ કરવો.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ સ્ત્રીઓે હોય કે પુરૂષો, છોકરી હોય કે છોકરાઓ બધાંને સ્કિન સંબંધી પ્રોબ્લેમ્સ વધી ગઈ છે. એવામાં યંગસ્ટર્સને તો ખાસ સ્કિન સંબંધી અનેક સમસ્યાઓ ફેસ કરવી પડતી હોય છે. જેને દૂર કરવા માટે તેઓ નિતનવા અખતરાં પણ કરે છે. પણ શું તમે જાણો છો કે સ્કિનને હેલ્ધી રાખવા માટે સ્કિનને સાફ રાખવી જરૂરી છે. જેના માટે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું, જેનો ઉપયોગ તમે જાતે જ ઘરે સસ્તામાં કરીને સ્કિનને હમેશાં સાફ રાખી શકશો અને સ્કિનની સમસ્યાઓથી પણ બચી શકશો.


આગળ વાંચો એવી 4 વસ્તુઓ વિશે જેનો ઉપયોગ કરીને સ્કિનને હમેશાં સાફ રાખી શકશો.

હળદરથી સ્કિન ગ્લોઈંગ બને છે.
હળદરથી સ્કિન ગ્લોઈંગ બને છે.

હળદર


હળદરમાં પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ અને કર્ક્યૂમિન હોય છે તેથી તે ત્વચામાંથી મેલ દૂર કરીને કાર્બનને બહાર ખેંચી કાઢે છે અને ટેનિંગને દૂર કરે છે. 


હળદરનો ઉપયોગ કરવા માટે એક ચમચી હળદર, એક ચમચી મધ અને એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 30 મિનિટ સુધી પેસ્ટને સૂકવા દો પછી ધોઈને સાફ કરી લો. તમારો ચેહરો ચોખ્ખો અને ગ્લોઈંગ બનવા લાગશે, સપ્તાહમાં 2 વાર આ ઉપાય કરો.

કેળા સ્કિન માટે સારાં માનવામાં આવે છે.
કેળા સ્કિન માટે સારાં માનવામાં આવે છે.

કેળા


કેળામાંથી કેલ્શિયમ, વિટામિન ડી તથા વિટામિન બી અને વિટામિન બી 12 મળે છે. જે સ્કિન માટે અતિ આવશ્યક અને લાભદાયક હોય છે. કેળાનો ઉપયોગ ત્વચાની ખરાબી દૂર કરવા માટે અકસીર છે. 


અડધા કેળાની પેસ્ટ બનાવી લો. તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ ભેળવીને રોજ ચહેરા અને ગરદન પર લગાવવાથી ખીલ સહિતનાડાઘ દૂર થશે. કેળા ઉપરાંત કેળાની છાલ પણ ચહેરાને ચમકતો રાખવામાં મદદરૂપ થાય છે. કેળાની છાલનો અંદરનો ભાગ 15-20 મિનિટ હળવે હાથે ચહેરા તથા ગરદન ઉપર ઘસવાથી સ્કિન ઉપરના વણજોઈતા ડાઘ દૂર થાય છે. 

આમળા સ્કિનની પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
આમળા સ્કિનની પ્રોબ્લેમ્સ દૂર કરે છે.

આમળા 


આમળામાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ રહેલાં છે. તેને અમૃત ફળ પમ કહેવામાં આવે છે. આમળા વાળ માટે તો વરદાન સમાન છે જ પણ શું તમે જાણો છો કે સ્કિન માટે પણ તે બહુ જ ફાયદાકારકી છે. તેમાં નારંગીથી 20 ગણું વધુ વિટામિન સી હોય છે. એવું કહેવાય છે કે રોજ બે ચમચી આમળાનો જ્યૂસ પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે અને આયુષ્ય પણ વધે છે. 


આમળાનો જ્યૂસ કાઢ્યા પછી આમળાના છોતરાં નીકળે તે ફેંકી ન દો. તેમાંમાં થોડું દહીં મિક્સ કરીને ચહેરા અને ગરદન પર હળવે હાથે 15-20 મિનિટ મસાજ કરો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે અને ત્વચા પર નિખાર આવશે, સાથે જ ત્વચા સાફ પણ થશે. 

પપૈયું સ્કિનને હેલ્ધી રાખે છે.
પપૈયું સ્કિનને હેલ્ધી રાખે છે.

પપૈયા 


પપૈયામાં વિટામિન એ, સી અને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે ત્વચાને રિજૂવિનેટ કરવામાં મદદરૂપ છે. પપૈયાથી ત્વચાના નિખાર આવે છે.


પાકેલા પપૈયાને છૂંદીને તેની પેસ્ટ બનાવો. એમાં એક ચમચી લીંબુનો રસ મિકસ કરો. તેને ગળા અને ચહેરા પર લગાવો. 20 મિનિટ સુધી લગાડીને રહેવા દો અને પછી ધોઈ નાંખો. આ સ્કિનને પ્રાકૃતિક રીતે બ્લિચ કરવાની સૌથી સુરક્ષિત પદ્ધતિ છે.

X
સ્કિનને હેલ્ધી રાખવા ઘરેલૂ વસ્તુઓનો જ ઉપયોગ કરવો.સ્કિનને હેલ્ધી રાખવા ઘરેલૂ વસ્તુઓનો જ ઉપયોગ કરવો.
હળદરથી સ્કિન ગ્લોઈંગ બને છે.હળદરથી સ્કિન ગ્લોઈંગ બને છે.
કેળા સ્કિન માટે સારાં માનવામાં આવે છે.કેળા સ્કિન માટે સારાં માનવામાં આવે છે.
આમળા સ્કિનની પ્રોબ્લેમ્સ દૂર કરે છે.આમળા સ્કિનની પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
પપૈયું સ્કિનને હેલ્ધી રાખે છે.પપૈયું સ્કિનને હેલ્ધી રાખે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App