Home » Lifestyle » Health » આ બિમારીમાં અમેરિકા છે ટોચ પર, આના ઉપયોગથી બચી રહ્યું છે ભારત| Use of turmeric is useful in keeping brain cells healthy

આ બિમારીમાં અમેરિકા છે ટોચ પર, આ કારણથી બચી રહ્યું છે ભારત

Divyabhaskar.com | Updated - May 25, 2018, 08:06 PM

ખોરાકમાં અઠવાડિયામાં એક-બે વાર કરે છે તો તેમના મગજની ક્ષમતાં બીજાની સરખામણીએ વધું છે

 • આ બિમારીમાં અમેરિકા છે ટોચ પર, આના ઉપયોગથી બચી રહ્યું છે ભારત| Use of turmeric is useful in keeping brain cells healthy
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટીલિટી ડેસ્ક: આખી દુનિયામાં અલ્ઝાઇમર્સ અને પાર્કિંસંસના સૌથી ઓછા રોગી ભારતમાં છે. તેનું કારણ ભારતના મસાલા છે. આપણા દેશમાં ખાવામાં ઉપયોગમાં લેવાતાં મસાલાઓના કારણે ભારતીયો મગજના રોગની અડફેટે ઓછા આવે છે. આ ખુલાસો વિશ્વ સ્વાસ્થય સંગઠને કર્યો છે. હાલમાં જ એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે કઢી ખાવાવાળા 60 થી 93 વર્ષના એશિયાના લોકોમાં બુદ્ધિ શક્તિ સારી હતી. કઢીનો ઉપયોગ ખોરાકમાં અઠવાડિયામાં એક-બે વાર કરે છે તો તેમના મગજની ક્ષમતાં બીજાની સરખામણીએ વધું છે.

  મગજની બિમારીમાં ભારત સૌથી પાછળ છે, અમેરિકા ટોચ પર છે. ભારતમાં આ રોગ ઓછા થવાનું કારણ હળદરનો ઉપયોગ છે. એક નહીં અનેક મસાલા ન્યૂરો ડીજનરેશન રોકતાં હોય છે. મગજની કોશિકાઓને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. આમાં કેટલાંય એવાં તત્વ છે જે તમારી યાદશક્તિને બનાવી રાખે છે.

  મગજના રોગોની ફરિયાદ બીજા દેશોની સરખામણીએ ભારતમાં નથી. તેનું કારણ આપણે મસાલાનો ઉપયોગ દરેક દિવસે કરીએ છીએ. મસાલાથી મગજની કોશિકાઓ અને તંતુઓ સ્વસ્થ રહે છે. એક ઉંમર પછી મગજ પ્રભાવિત થવાનો આશાર રહે છે, પરંતુ મસાલા આ જ થવા નથી દેતાં.


  લવીંગ
  વધારે એન્ટીઓક્સિડેન્ટ્સ હોવાના કારણે તે શરીરથી ઓક્સીડેટિવ સ્ટ્રેસને પૂર્ણ કરે છે. લવીંગમાંથી અરોમાથેરેપી મગજ માટે ઉત્પ્રેરકની જેમ કાર્ય કરે છે. આનાથી સજાગ બની જવાય છે. શીખવામાં સમસ્યા અથવા તો યાદશક્તિમાં આવેલી ઉણપ જેવી વસ્તુઓને પણ લવીંગ ઠીક કરે છે. તે મગજમાં એસિટલકોલિન બનાવી રાખવામાં મદદ કરે છે. લવીંગમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાનું કામ કરે છે.

  મરચું

  મરચાંમાં રહેલું કેપ્સિકમ નાક અને સાયનની મ્યૂકસ મેમ્બ્રેનને પ્રભાવિત કરે છે. સાથે તે આપણા શરીરમાં લોહીના પ્રવાહને પણ ઝડપી બનાવે છે. જેના કારણે ક્યારેય સાઇનસ ઇન્ફેકશનની સમસ્યા રહેતી નથી. શરીરમાં થતો દુખાવો દુર કરવામાં પણ મરચાનો ઉપયોગ ફાયદાકારક રહે છે. મરચાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી મગજમાં એન્ડોર્ફિન કેમિકલનો સ્ત્રાવત થાય છે. આ અન્ડાર્ફિન એક્સસાઇઝ દરમિયાન પણ સ્ત્રાવત થાય છે.

  આગળ ક્લિક કરીને વાંચો હળદર અને જીરાથી મળતા ફાયદા વિશે...

 • આ બિમારીમાં અમેરિકા છે ટોચ પર, આના ઉપયોગથી બચી રહ્યું છે ભારત| Use of turmeric is useful in keeping brain cells healthy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હળદર

   

  હળદરમાં એક કેમિકલ કર્ફ્યુમિન હોય છે. જે કેમિકલ મગજમાં અલ્ઝાઇમરને થતું અટકાવે છે.
  કર્ફ્યુમિન એક શક્તિસાળી એન્ટીઓક્સીડેન્ટ છે, જેમાં એન્ટીન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે અલ્ઝાઇમર્સના તમામ લક્ષણો સામે રક્ષણ આપે છે.
  હળદરથી  માત્ર ન્યૂરોડેજનરેશન જ નથી રાકાતું પરંતુ તે મગજના સ્નાયઓને પણ ફરીથી બનાવે છે.
  હળદર પ્રોટીનને પણ સામાન્ય કરી દે છે, જે પાર્કિસંસનો સંકેત આપે છે. તે પ્રોટીનમાં ન્યૂરોનલ ચેન્જને પણ રોકી શકે છે.

 • આ બિમારીમાં અમેરિકા છે ટોચ પર, આના ઉપયોગથી બચી રહ્યું છે ભારત| Use of turmeric is useful in keeping brain cells healthy

  જીરું

   

  મગજમાં એસિટલકોલિન બનાઇ રાખવામાં જીરું ખુબજ મદદરૂપ બને છે. જીરામાં એવા એન્ટીઓક્સિડંટ્સ છે, જે આપણી બુદ્ધિને તીક્ષ્ણ બનાવી રાખે છે. જીરાના પાણીનો ખોરાકમાં ઉપયોગ કરવાથી જમવાનું પાચન પણ યોગ્ય રીતે થાય છે અને શરીર ઠંડુ રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ