ટ્રાય કરો આ ઝાડની છાલનો ઉપયોગ, ગળાની અનેક સમસ્યામાં થશે લાભ

ગળાનો સોજો હોય કે અન્ય સમસ્યા, રાહત આપશે આ ઝાડની છાલ

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 12:03 AM
બાવળના કાંટાળા ઝાડ ગરમીમાં પીળા રંગના ફૂલો આપે છે.
બાવળના કાંટાળા ઝાડ ગરમીમાં પીળા રંગના ફૂલો આપે છે.

યુટિલિટી ડેસ્કઃ જ્યારે પણ આપણને હેલ્થ સંબંધી નાની મોટી તકલીફ થાય ત્યારે આપણે તરત જ ડોક્ટર પાસે જવાના બદલે કેટલાક ઘરેલૂ નુસખા અપનાવવાનું પસંદ કરીએ છીએ. અનેક વાર એવું બને છે કે આ ઉપાયોથી આપણી સમસ્યા ક્યોર થઇ જાય છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ બાવળના ઝાડની ખાસિયતો અને તે કઇ રીતે તમારા ગળાની સમસ્યાને ઝડપથી ક્યોર કરી શકે છે તે વિશે વિગતે.

બાવળના કાંટાળા ઝાડ ગરમીમાં પીળા રંગના ફૂલો આપે છે. શિયાળામાં તેની પર ફળીઓ જોવા મળે છે. આ છે બાવળના ઝાડની ઓળખ.

હવે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો બાવળના ઝાડની ઉપયોગિતા વિશે પણ.

બાવળને આ રીતે મિક્સ કરીને લેવાથી લાભ થાય છે.
બાવળને આ રીતે મિક્સ કરીને લેવાથી લાભ થાય છે.

બાવળના ઝાડના પાન અને છાલની સાથે બડની છાલને એકસરખા પ્રમાણમાં મિક્સ કરો અને એક ગ્લાસ પાણીમાં પલાળો. આ પાણીને નિયમિત રીતે કોગળા કરવામાં યૂઝ કરો. તે ગળાના રોગમાં રાહત આપશે. 

 

બાવળના રસમાં થોડો ચૂનો મિક્સ કરીને તેની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીને ચૂસતાં રહેવાથી બેઠેલું ગળું ઠીક થઇ જાય છે. 

બાવળને લિક્વિડના રૂપમાં પ્રયોગ કરવા માટે આ રીત છે બેસ્ટ.
બાવળને લિક્વિડના રૂપમાં પ્રયોગ કરવા માટે આ રીત છે બેસ્ટ.

બાવળની છાલને પાણીમાં નાંખો અને ઉકાળો. આ પાણીથી કોગળા કરવાથી ગળામાં કોઇ પણ પ્રકારના સોજા હોય તો દૂર થાય છે.

 

બાવળને દવાના રૂપમાં લેતાં એક વાતનું ધ્યાન રાખો કે તમે તેને કાઢાના રૂપમાં લઇ શકો છો. તેનું પ્રમાણ 50 ગ્રામથી 100 ગ્રામનું રાખો. જો ગુંદરના સ્વરૂપમાં પ્રયોગ કરવા ઇચ્છો છો તો 5-10 ગ્રામ રાખો અને ચૂરણના રૂપમાં લેવું છે તો તેને 3-6 ગ્રામના પ્રમાણમાં લો. 

X
બાવળના કાંટાળા ઝાડ ગરમીમાં પીળા રંગના ફૂલો આપે છે.બાવળના કાંટાળા ઝાડ ગરમીમાં પીળા રંગના ફૂલો આપે છે.
બાવળને આ રીતે મિક્સ કરીને લેવાથી લાભ થાય છે.બાવળને આ રીતે મિક્સ કરીને લેવાથી લાભ થાય છે.
બાવળને લિક્વિડના રૂપમાં પ્રયોગ કરવા માટે આ રીત છે બેસ્ટ.બાવળને લિક્વિડના રૂપમાં પ્રયોગ કરવા માટે આ રીત છે બેસ્ટ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App