ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» અટલ બિહારી વાજપેયીને છે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન । atal bihari vajpayee hospitalised due to Urinary Tract Infections

  અટલ બિહારી વાજપેયીને છે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન, સંકેતો ઓળખી કરો સારવાર

  Divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 07:06 PM IST

  યૂરિનરી ઈન્ફેક્શનનું કારણ કાયમ બેક્ટેરિયા હોય છે, પરંતુ ઘણી વખત આ ફંગસ અને રેયર વાયરસના કારણે પણ થઈ જાય છે.
  • અટલ બિહારી વાજપેયીને છે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન, સંકેતો ઓળખી કરો સારવાર
   અટલ બિહારી વાજપેયીને છે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન, સંકેતો ઓળખી કરો સારવાર

   હેલ્થ ડેસ્કઃ અટલ બિહારી વાજપેયીને સોમવારે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડોક્ટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે. યૂરિનરી ઈન્ફેક્શનનું કારણ કાયમ બેક્ટેરિયા હોય છે, પરંતુ ઘણી વખત આ ફંગસ અને રેયર વાયરસના કારણે પણ થઈ જાય છે. આ ઈન્ફેક્શન યૂરિનરી ટ્રેક્ટના કોઈ પણ પાર્ટમાં થઈ શકે છે. આ સામાન્ય ઈન્ફેક્શન છે. યૂરિનરી ટ્રેક્ટ કિડની, યૂટ્રસ, બ્લેડર અને યૂરેથાથી મળીને બને છે. આ ઈન્ફેક્શન કિડની અને યૂટ્રસ પર પણ અસર કરે છે.

   કોલંબસના સીનિયર ડોક્ટર અને એમડી Traci C. Johnsonએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન લોઅર અને અપર બંને પાર્ટમાં થઈ શકે છે. તેના સંકેત અપર કે લોઅર ક્યા પાર્ટમાં ઈન્ફેક્શન થયું છે તેના ઉપર નિર્ભર કરે છે. લોઅર પાર્ટમાં ઈન્ફેક્શન હોવા પર આવા સંકેત જોવા મળે છે.

   - યૂરિન પાસ કરતી વખતે બળતરા થવી
   - વાંરવાર યૂરિન આવવું, પરંતુ વધુ યૂરિન પાસ ન થવું
   - યૂરિન કંટ્રોલ ન કરી શકવું
   - યૂરિનમાં બ્લડ આવવું
   - યૂરિનનો કલર બદલાઈ જવો
   - પુરૂષોમાં આ પ્રોબ્લેમના કારણે રેક્ટલ પેઇન થાય છે
   - જ્યારે મહિલાઓમાં પેલ્વિક પેઇન

   અપર પાર્ટનું ઈન્ફેક્શન કિડની અને બ્લેડરને ઈફેક્ટ કરી શકે છે. તેમાં બેક્ટેરિયા કિડનીથી બ્લડમાં ટ્રાંસફર થાય છે, જેનાથી દર્દીનું મોત પણ થઈ શકે છે. અપર પાર્ટમાં ઈન્ફેક્શન હોવા પર બોડી કંઈક આ પ્રકારના સંકેત આપે છે.

   - તેમાં અપર બેક અને સાઇડમાં દુઃખાવો અને નબળાઈ અનુભવ થવી
   - ઠંડીની સાથે તાવ આવવો
   - ગભરામણ અને વોમિટિંગ થવી

   ઈન્ફેક્શનથી બચવા કરો આટલું

   - આ ઈન્ફેક્શનથી બચવા માટે ટોયલેટનો ઉપયોગ કર્યા પછી ફ્રંટ અને બેક પાર્ટને સાફ કરવો જોઈએ. કારણ કે અહીંથી જ આ વાયરસ યૂરેથાથી થઈને બ્લેડર સુધી પહોંચે છે. મહિલાઓમાં UTI ઈન્ફેક્શન હોવાના ચાન્સિસ વધુ હોય છે કારણ કે તેમાં યૂરેથા નાનો હોય છે, જેનાથી બેક્ટેરિયા જલ્દી બ્લેડર સુધી પહોંચી જાય છે.

   - યૂરિન કંટ્રોલ ન કરો.

   - ખૂબ પાણી પીવો.

   - મહિલાઓએ હાઇજીનનું ધ્યાન રાખવું.

   - પ્રાઇવેટ પાર્ટ્સ અને તેની આજુબાજુના એરિયાને સાફ રાખો. કોટન અંડરવેર પહેરો.

   - નાયલોન અંડરવેર અને ટાઇટ જિન્સને અવોઇડ કરો. આ મોઇશ્ચર ક્રિએટ કરે છે, જેના કારણે બેક્ટેરિયાને ફેલાવા માટે પરફેક્ટ એનવાયરમેન્ટ મળી રહે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અટલ બિહારી વાજપેયીને છે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન । atal bihari vajpayee hospitalised due to Urinary Tract Infections
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `