• Home
  • Lifestyle
  • Health
  • Salman Khan’S Veergati Co-Star Pooja Dadwal Discharged Hospital After Tuberculosis Treatment

ટીબીના કારણે સલમાન ખાનની એક્ટ્રેસ પૂજા ડડવાલનું વજન ઘટીને થઈ ગયું હતું 23 કિલો, તાવ, ઉધરસ અને પેટ-છાતીમાં દુખાવો છે તેના સંકેતો

ટીબીનું આખું નામ ટ્યૂબરક્યુલોસિસ છે. આ ચેપી બીમારી છે, જે એક દર્દીથી બીજા દર્દીને થઈ જાય છે.

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 01:59 PM
Salman Khan’S Veergati Co-Star Pooja Dadwal Discharged Hospital After Tuberculosis Treatment

હેલ્થ ડેસ્કઃ ફિલ્મ એક્ટ્રેસ પૂજા ડડવાલને મુંબઈની સેવરી ટીબી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તે ટ્યૂબરક્યુલોસિસ (ટીબી)ની પ્રોબ્લેમના કારણે છેલ્લા 5 મહિનાથી અહીં એડમિટ હતી. પૂજા 1995માં સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’માં કો-એક્ટ્રેસ હતી. માર્ચમાં જ્યારે પૂજાને એડમિટ કરવામાં આવી હતી ત્યારે તેનું વજન માત્ર 23 કિલો હતું. તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોતાની બીમારી વિશે જણાવતા તેણે કહ્યું હતું કે તે મરી રહી છે. તેણે પોતાની સારવાર કરાવવા માટે મદદ પણ માંગી હતી. સલમાનના NGOએ તેની મદદ પણ કરી. 5 મહિનાની ટ્રીટમેન્ટ અને મજબૂત ઇરાદાના કારણે તે સ્વસ્થ થઈ ગઈ છે. હોસ્પિટલથી ડિસ્ચાર્જના સમયે તેનું વજન 20 કિલો વધી ગયું હતું. ટીબી સામે લડત અને તેને રોકવા માટે સરકાર પણ સતત અનેક પગલા ભરી રહી છે. નાનકડી દેખાતી આ બીમારી કેટલી ખતરનાક થઈ શકે છે. તેના માટે ડોક્ટર ઉર્વશી બી. સિંહ, MD PhD, ચીફ, ટ્યૂબરક્યુલોસિસ સેક્શન ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી, AIIMS સાથે વાત કરી. ડો. ઉર્વશીએ આ બીમારી વિશે ઝીણવટથી જણાવ્યું હતું.

શું છે ટ્યૂબરક્યુલોસિસ?


ટીબીનું આખું નામ ટ્યૂબરક્યુલોસિસ છે. આ ચેપી બીમારી છે, જે એક દર્દીથી બીજા દર્દીને થઈ જાય છે. જો શરૂઆતના સ્ટેજમાં તેની સારવાર કરવામાં ન આવે તો તેનાથી દર્દીનું મોત પણ થઈ શકે છે. ટીબીના બેક્ટેરિયા ફેફસાને ડેમેજ કરે છે અને ફેફસાથી બ્લડ સર્ક્યુલેશનની સાથે આ શરીરના અન્ય ભાગમાં પણ ફેલાઇ જાય છે. ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ટીબીના દર્દીને ઉધરસ આવવા, વાત કરવા, છીંકવા અથવા થૂકવા પર તેના મોઢાંમાંથી નીકળતો નાનકડો છાંટો હવામાં ફેલાય જાય છે, જેમાં રહેલા બેક્ટેરિયા અનેક કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશ કરે છે.

ટીબીની બીમારીના કારણ
- જે વ્યક્તિને ટીબી થયું હોય, તેના સંપર્કમાં રહેવાથી, તેની સાથે ખાવાથી અથવા તેની વસ્તુઓનો ઉપયોગ કરવાથી આ બીમારી થઈ શકે છે. ગાયનું કાચું દૂધ પીવાથી પણ ટીબી થાય છે.


- ટીબીના દર્દી દ્વારા જ્યાં-ત્યાં થૂકવાથી તેના બેક્ટેરિયા ઉડીને સ્વસ્થ વ્યક્તિ પર આક્રમણ કરે છે.


- શરાબ અને ધૂમ્રપાનથી પણ ટીબી થઈ શકે છે. સ્લેટ ફેક્ટરીમાં કામ કરનાર મજૂરને પણ ટીબી થવાનું જોખમ રહે છે.

ટીબી કેવી રીતે ફેલાય છે?


- ટીબીના બેક્ટેરિયા શ્વાસ લેતી વખતે ફેફસામાં પહોંચી જાય છે અને ત્યાં તેની સંખ્યા વધતી રહે છે. તેના ઇન્ફેક્શનથી ફેફસામાં નાના-નાના ઘાવ બની જાય છે.


- આ રોગની ખાસ વાત એ છે કે મોટાભાગના લોકોમાં તેના લક્ષણ દેખાતા નથી. જો કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેના લક્ષણ જલદી દેખાવા લાગે છે.


- જે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તેમના ફેફસા અથવા લિમ્ફ ગ્રંથિઓની અંદર જઈને ટીબીના બેક્ટેરિયા મરી જાય છે. તેમાં આ બેક્ટેરિયા કેલ્શિયમના અથવા ફ્રાઇબ્રોસિસના પડદાની અંદર બંધ થઈ જાય છે.


- આ બેક્ટેરિયા શરીરમાં સૂતી અવસ્થામાં અનેક વર્ષો સુધી કોઈ નુકસાન કર્યા વિના રહી શકે છે, પરંતુ જેમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી થાય છે, ટીબીના લક્ષણ દેખાવા લાગે છે.

ટીબીના સંકેતો


- ભૂખ ઓછી લાગવી અથવા જરાય ન લાગવી. અચાનક વજન ઘટી જવું.


- ગભરામણ અને આળસ આવવી. છાતીમાં દુખાવાનો અહેસાસ થવો અથવા થાક લાગવો અને રાતના પરસેવો આવવો.


- હળવો તાવ રહેવો અને કળતર રહેવી.


-ઉધરસ આવવી, ઉધરસમાં કફ આવવું અથવા કફમાં લોહી આવવું.


- ગરદનની લિમ્ફ ગ્રંથિઓમાં સોજા આવવા અથવા ફોડલી થવી.


- ઊંડા શ્વાસ લેવા પર છાતીમાં દુખાવો થવો. કમરના હાડકાં પર સોજા, ઘૂંટણમાં દુખાવો અને ઘૂંટણ વાળવા પર પરેશાની થવી.


- પેટના ટીબીમાં પેટમાં દુખાવો થવો, ડાયરિયા, પેટ ફૂલવું વગેરે.


- ટીબી ન્યૂમોનિયાના લક્ષણમાં તીવ્ર તાવ, ઉધરસ અને છાતીમાં દુખાવો થાય છે.

ટીબીની ટ્રીટમેન્ટ


- ટીબીની સારવારની શરૂઆત છાતીના એક્સ-રે અને થૂકની લેબોરેટરી ટેસ્ટ સાથે કરવામાં આવે છે.


- ટીબીની ટ્રીટમેન્ટ માટે અલગ-અલગ એન્ટિ-બાયોટિક અને એન્ટિ-બેક્ટેરિયલ્સ દવાઓને એક સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ 6થી 9 મહિના સુધી સતત ચાલે છે.


- આ બીમારીમાં દવા લેવામાં અનિયમિતતા રાખવા પર તેના બેક્ટેરિયામાં દવાઓના પ્રત્યે પ્રતિરોધ ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે. તેનાથી બેક્ટેરિયા પર ફરી દવા અસર નથી થતી.


- ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. તેણે પોતાની ડાયટ વધારવી જોઈએ અને દારુ-સિગરેટ વગેરેથી દૂર રહેવું જોઈએ.


- બાળકોને ટીબીથી બચવા માટે BCGની રસી જન્મના તરત પછી લગાવવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં તેને ટીબી નહીં થાય તેની ગેરેન્ટી નથી આપી શકાતી.

આ પણ વાંચોઃ- મહિલાઓના શરીરમાં હોર્મોન્સમાં અસંતુલન થવાથી વધી જાય છે ગુસ્સો, ડિપ્રેશન અને એક્ને જેવી 6 સમસ્યાઓ

X
Salman Khan’S Veergati Co-Star Pooja Dadwal Discharged Hospital After Tuberculosis Treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App