પેનિક એટેકથી છૂટકારો અપાવશે આ ઘરેલૂ નુસખા, કરી લો ટ્રાય

વ્યસ્ત અને ચિંતિત જીવનશૈલીના કારણે 25-40 વર્ષના લોકો કામકાજના સમયે પેનિક એટેકના લક્ષણો અનુભવે છે

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 12:05 AM
here are some home medicines to get relief of the panic Attack

યુટિલિટી ડેસ્કઃ આજની ભાગદોડવાળી લાઇફમાં ગભરામણ, બેચેની અને ચિંતા સામાન્ય બની ગયા છે. આ ચીજો હવે વધી રહી છે. આ પેનિક એટેકના લક્ષણમાં ગણાય છે. અચાનક આંખોમાં અંધારું આવી જવું, હાર્ટબીટ્સ વધી જવા, શ્વાસ ચઢવો વગેરે લક્ષણો જોવા મળે છે. જેને જોઇને લોકોને ખાસ કરીને હાર્ટ એટેકની શંકા રહે છે. વ્યસ્ત અને ચિંતિત જીવનશૈલીના કારણે 25-40 વર્ષના લોકો કામકાજના સમયે પેનિક એટેકના લક્ષણો અનુભવે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શું છે પેનિક એટેક?

લાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે.
લાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે.

જાણો શું છે પેનિક એટેક?


અચાનક કોઇ વાતનો ડર હાવી થવો અને લાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે. જે પરિસ્થિતિ વિશેષમાં હાર્ટબીટ્સને અસામાન્ય કરે છે. આની અસર થોડી પણ હોય તો તે પેનિક ડિસઓર્ડર કે સોશિઅલ ફોબિયાના રૂપમાં સામે આવે છે. જે એન્ઝાઇટી ડિસઓર્ડરનો પ્રકાર છે. આ સમયે લોહીના સંચારમાં ખામી આવે છે અને ક્યારેક તે ફાસ્ટ પણ બની જાય છે. ક્યારેક શરીરમાં ધ્રૂજારી આવે છે આ પણ પેનિક એટેકનું લક્ષણ છે. 

વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે.
વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે.

પેનિક એટેકથી બચવા અપનાવી લો આ નુસખા

 

- કોઇ પણ રોગના ઉપચાર કરવા કરતાં તેનાથી બચીને રહેવામાં આવે તે બેસ્ટ છે. આ માટે વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે. ચિંતાથી દૂર રહો અને આ માટે લોકોને મળતા રહો. સામાજિક પ્રસંગમાં ભાગ લો અને પોતાના માટે ફરવાનો સમય કાઢો તે જરૂરી છે.

- પેનિક એટેકનો અહેસાસ થાય તો શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લો. તેનાથી શરીર અને દિલની ઘડકન સામાન્ય થશે. વધારે ફાસ્ટ શ્વાસ લેવાથી શરીર અવ્યવસ્થિત બને છે. લાંબા સમય સુધી આમ કરવાથી લોહીનું પરિભ્રમણ ફાસ્ટ થાય છે. તેનાથી ઉત્તેજના વધે છે. સૌ પહેલાં પોતાને શાંત કરવાની કોશિશ કરો. 

- જ્યારે પણ આ પ્રકારની સમસ્યા હોય તો સૌ પહેલાં એક ગ્લાસ ઠંડું પાણી પીઓ. તેનાથી શરીર સામાન્ય સ્થિતિમાં આવશે.

- એટેક બાદ જ્યારે પણ વ્યક્તિની મનઃસ્થિતિ સામાન્ય થાય તો તેણે પોતાની કાર્યશેલીને જોવી અને જાણવાની કોશિશ કરવી કે તેની સાથે આવું શા માટે થયું?યોગ્ય કારણ શોધવું જરૂરી છે. કારણ જાણ્યા બાદ એટેક રોકવાનું સરળ બનશે. 

- આલ્કોહોલ કે વધારે પ્રમાણમાં ઊંઘનું વધારે સેવન પણ એટેકનું કારણ હોઇ શકે છે. આ માટે આવી આદતોથી દૂર રહો.

- પેનિક એટેકની સમસ્યાથી રાહત મેળવવા માટે જીવનશૈલીમાં બદલાવ જરૂરી છે. અનેક વાર આ સમસ્યા અવ્યવસ્થિત દિનચર્યાનું કારણ હોઇ શકે છે. આ માટે નિયમિત રીતે મોર્નિંગ વોક અને યોગા કરો. આઠ કલાકની ઊંઘ લો. તેનાથી ચિંતા ઓછી થશે અને સાથે શારીરિક અને માનસિક સ્ફૂર્તિ પણ વધશે. 

- હંમેશા બેચેની રહેતી હોય તો સામાન્ય દિનચર્યા પર અસર થાય છે. આ સમયે પહેલાંથી ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

- પેનિક એટેકના ઉપચારમાં બિહેવિયર થેરેપી સિવાય દવાઓની મદદ લેવાય છે. એટેક બાદ તમારી દિનચર્યામાં બદલાવ લાવીને આ સમસ્યાથી બચી શકાય છે.

- પરિવારના સભ્યોનો સહયોગ દર્દીને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. 

X
here are some home medicines to get relief of the panic Attack
લાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે.લાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે.
વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે.વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App