ટ્રાવેલિંગ સમયે રહે છે ઉલટીની સમસ્યા, આ ઉપાયથી મેળવો ચપટીમાં રાહત

અનેક વાર ટ્રાવેલિંગ પહેલાં ગોળી પણ લે છે. તેમ છતાં તેમની સમસ્યા એમ જ રહે છે

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 11:54 AM
ટ્રાવેલિંગમાં ઉલટીની સમસ્યામાં અકસીર છે આ ઉપાયો.
ટ્રાવેલિંગમાં ઉલટીની સમસ્યામાં અકસીર છે આ ઉપાયો.

યુટિલિટી ડેસ્કઃ અનેકવાર તમે જોયું હશે કે અનેક મહિલાઓ અને ક્યારેક પુરુષોને પણ લોન્ગ ડિસટન્સમાં ટ્રાવેલિંગ કરતી સમયે વોમિટિંગની ફરિયાદ રહે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તેઓ અનેક વાર ટ્રાવેલિંગ પહેલાં ગોળી પણ લે છે. તેમ છતાં તેમની સમસ્યા એમ જ રહે છે. જો તમે પણ આવી સમસ્યા અનુભવો છો તો તમે અહીં આપેલા કેટલાક ખાસ નુસખા પણ અજમાવી શકો છો. તે તમને તરત જ રાહત આપશે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો અન્ય કેટલાક ઘરેલૂ ઉપાય જે ટ્રાવેલિંગમાં ઉલટીની સમસ્યાથી રાહત આપે છે...

વરિયાળી ખાવાથી ઉલટી અને ચક્કરમાંથી રાહત મળે છે.
વરિયાળી ખાવાથી ઉલટી અને ચક્કરમાંથી રાહત મળે છે.

વરિયાળી ખાઓ
જ્યારે તમારે ટ્રિપ પર જવાનું હોય તો ઘરેથી વરિયાળી ખાઇને નીકળો. થોડી તમારી સાથે પણ રાખો. જ્યારે તમને ઉલટી કે ચક્કરની ફીલિંગ આવે ત્યારે તેને મોઢામાં રાખો. તે આરામ આપશે.

 

 

એપલ સાઇડર વિનેગરના કોગળા
જ્યારે તમે લોન્ગ ટ્રિપ પ્લાન કરો છો ત્યારે એપલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી યાત્રા સમયે આવતા ઉલટીના ઉબકાને રોકી શકો છો.

ફૂદીના અને આદુને ચાવીને ઉલટીની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
ફૂદીના અને આદુને ચાવીને ઉલટીની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

કાળા મરી અને લીંબુનું મિશ્રણ
એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ મિક્સ કરો અને તેમાં ચપટી કાળા મરીનો પાઉડર નાંખો, તેને પીઓ અને પછી ટ્રાવેલ કરો. તમને ઉલટીની સમસ્યામાં રાહત મળશે. 

 

ફૂદીના અને આદુની ચા
ફૂદીના અને આદુને ચાવીને ઉલટીની સમસ્યામાંથી બહાર આવી શકાય છે. આ સિવાય તમે ફૂદીના કે આદુની ચા પીને પણ જઇ શકો છો. તેનાથી તમને ઉલટી થશે નહીં.

જીરાને થોડું શેકી લો અને તેનો પાવડર બનાવો. તેને પાણીમાં નાંખીને પીઓ.
જીરાને થોડું શેકી લો અને તેનો પાવડર બનાવો. તેને પાણીમાં નાંખીને પીઓ.

લીંબુ પાણી
ઘરેથી ટ્રાવેલિંગ માટે નીકળતા પહેલાં લીંબુ પાણી પીઓ. આ સિવાય ટૂરમાં સાથે એક લીંબુ પાણીની બોટલ રાખો. જ્યારે પણ તમને ઉલટી જેવું અનુભવાય ત્યારે તે પીઓ. આ સિવલાય તમે લીંબુ પણ ચાટી શકો છો.

 

જીરા પાણી
જીરાને થોડું શેકી લો અને તેનો પાવડર બનાવો. એક ચમચી જીરા પાઉડરને એક કપ પાણીમાં મિક્સ કરો અને યાત્રા પર જતાં પહેલાં પીઓ. તેનાથી ટ્રાવેલિંગ સમયે ઉલટી નહીં થાય.

X
ટ્રાવેલિંગમાં ઉલટીની સમસ્યામાં અકસીર છે આ ઉપાયો.ટ્રાવેલિંગમાં ઉલટીની સમસ્યામાં અકસીર છે આ ઉપાયો.
વરિયાળી ખાવાથી ઉલટી અને ચક્કરમાંથી રાહત મળે છે.વરિયાળી ખાવાથી ઉલટી અને ચક્કરમાંથી રાહત મળે છે.
ફૂદીના અને આદુને ચાવીને ઉલટીની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.ફૂદીના અને આદુને ચાવીને ઉલટીની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
જીરાને થોડું શેકી લો અને તેનો પાવડર બનાવો. તેને પાણીમાં નાંખીને પીઓ.જીરાને થોડું શેકી લો અને તેનો પાવડર બનાવો. તેને પાણીમાં નાંખીને પીઓ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App