આ શાકાહારી ફૂડથી પૂરી કરો વિટામિન બી12ની ઉણપ, શરીરમાં રહેશે ઉર્જાનો અહેસાસ

બી 12ની ઉણપ હોય તો ચેતાઓને નુકશાન થાય, એનીમિયા અને થાક લાગે છે

divyabhaskar.com | Updated - Aug 31, 2018, 05:09 PM
Top vitamin B-12 foods for vegetarians

હેલ્થ ડેસ્કઃ વિટામિન બી 12 બીજા અનેક પ્રકારના વિટામિન બીથી અલગ છે. બીજા વિટામિન બી તમારા શરીરમાં એકઠા થઇ શકતા નથી, પરંતુ વિટામિન બી12 તમારા લિવરમાં હાજર રહે છે. તેપાણીમાં સરળતાથી ભળી જાય છે. આની પૂરતી તમે ગોળીની જગ્યાએ ખોરાકથી કરો તો સારું રહેશે.

વિટામિન બી 12ની ઉણપ હોવી બહુ સામાન્ય થઇ ગઇ છે. એવો કેટલોક ખોરાક છે, જેને ખાઇને તમે બી12ની ઉણપને પૂરી કરી શકો છો. શરીરમાં તે અનેક પ્રકારની ભૂમિકામાં રહે છે. રેડ બ્લડ સેલ, શરીરમાં તાકાત અને ડીએનએ બનાવવાની સાથે સાથે નસ અને નાડિયોની જાળવણી પણ આજ કરે છે. પરંતુ આને કેટલાં પ્રમાણમાં લેવું જોઇએ.

- આમ તો માંસાહારમાં બી12ના ઘણાં બધાં વિકલ્પ છે. જે કેટલાંક લોકોને માન્ય છે.
- શાકાહારીને બી12 મોટા અનાજ અને ડેરી પ્રોડક્ટસમાંથી મળી રહે છે. જો બી 12ની ઉણપ રહે છે તો ચેતાઓને નુકશાન થાય, એનીમિયા અને થાકની સ્થિતિ બની રહે છે.
- જો આને ખોરાકમાં ખાવામાં આવે તો મૂડ સારો થઇ જાય છે, શરીરમાં તાકાત અને ઉર્જાનો પણ અહેસાસ થવા લાગે છે.

કેમ ?
કારણ કે બી12 પાણીમાં ભળવાવાળું વિટામિન છે. ભલે તેનું પ્રમાણ વધારે હોય, છત્તા પણ તે વધારે નુકશાન કરતું નથી.

કેમ નથી કરતું ?
કારણ કે જે ફૂડ્સમાં તે છે એમાં ટોક્સિન નથી, જે શરીરને કોઇ પણ સ્તર પર નુકશાન પહોંચાડી શકતા નથી.

તો શરીરમાં શું થાય છે ?
જો આનું પ્રમાણ વધારે થઇ જાય છે તો શારીરિક અવક્ષય પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે.

તો કેટલી ગોળીખાઇ શકાય છે ?
જો તે આહાર સુધી જ સિમિત છે તો લેવું, જો તેનેકોઇ સપ્લીમેન્ટથી લેવામાં આવે છે તો આની સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. જેમ કે ખીલ, લાલાશ, પિમપલ્સ આનાથી થઇ શકે છે. હાલમાં જ એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે જો જરૂરિયાતથી વધારે લેવાથી કિડની ફેઇલ થઇ શકે છે.

તો લેવી કેટલી યોગ્ય ?
દિવસમાં વધુમાંવધુ 2 મિગ્રા.

X
Top vitamin B-12 foods for vegetarians
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App