ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» 7 હેલ્થ ઈસ્યુ વિશે લોકો વારંવાર ગુગલ કરી રહ્યા છે | Top 7 health searches in Google

  7 હેલ્થ ઈસ્યુ વિશે લોકો વારંવાર ગુગલ કરી રહ્યા છે

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 03:46 PM IST

  કોલેસ્ટ્રોલને કેવી રીતે કંટ્રોલ કરવો અને હાઈ બ્લડપ્રેશર થવાના કારણો શું છે?
  • 7 હેલ્થ ઈસ્યુ વિશે લોકો વારંવાર ગુગલ કરી રહ્યા છે
   7 હેલ્થ ઈસ્યુ વિશે લોકો વારંવાર ગુગલ કરી રહ્યા છે

   યુટિલિટી ડેસ્ક: આજના જીવનધારણમાં ઘણી વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી મુંઝાયેલી છે. અમે તમારી સાથે અહીં રસપ્રદ માહિતી શેર કરી રહ્યા છીએ. હેલ્થ સાથે જોડાયેલી આ સાત બાબત એવી છે જેના વિશે લોકોએ વારંવાર ગુગલને તેનું સમાધાન પુછ્યું છે. આવો જાણીએ કે હેલ્થ સાથે જોડાયેલી એવી સાત સમસ્યા કઈ છે જેના વિશે જાણવા માટે લોકોએ ગુગલનો સહારો લીધો છે.

   1. What causes hiccups?

   હેડકી આવવાનું કારણ શું છે તેના વિશે લોકો ગુગલને પુછી રહ્યા છે. વધુ પડતું ખાવું, અચાનક તીખું ખાઈ લેવું, અચાનક તાપમાનમાં ફેરફાર થવો, સ્મોકિંગ, ટ્રેસ લેવો તે તેના મુખ્ય કારણો છે.

   2. What can I do to stop snoring?

   ઊંઘમાં નસકોરા બોલાવવાની ઘણા લોકોને ટેવ હોય છે. ગુગલ પર પણ સૌથી વધારેએ સર્ચ થયું છે કે નસકોરાને કેવી રીતે બંધ કરવા. નસકોરાને બંધ કરવા માટે સુવાની પોઝિશન બદલવી, વધારાનું વજન ઘટાવું, દારૂનું સેવન બંધ કરો, પુરતી ઊંઘ લો, તકિયાને બદલી નાખો.

   3. What causes kidney stones?

   પથરીનો દુખાવો તો ભયંકર હોય છે. આજની જીવનશૈલીના કારણે ઘણા લોકો આનાથી પરેશાન છે. વ્યક્તિનો દરરોજનો આહાર પણ આની પાછળ મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન Dનો હાઈ ડોઝ, પાંચનતંત્ર નબળું પડી જાય તો પણ પથરી થઈ શકે છે, અપુરતા પ્રમાણમાં પાણી પીવું તથા ઓછા પ્રવાહી પદાર્થ લેવા, આ વારસાગત પણ હોય શકે છે, વધુ પડતા પ્રોટીનયુક્ત આહાર લેવાથી પણ પથરી થઈ શકે છે.

   4. Why am I so tired?

   આ સૌથી અઘરો સલાલ છે કારણ કે થાક ઘણા પ્રકારના હોય છે. ઈન્ફેક્શન કે તાવના કારણે પણ થાક જેવું લાગે છે, હ્રદય નબળું પડી ગયું હોય તો પણ વારે વારે થાક લાગે છે. તણાવની સ્થિતીમાં પણ થાક જેવું લાગે છે. ટૂંકમાં શરીર સાથે જોડાયેલી નાની મોટી બીમારીના કારણે થાક લાગતો હોય છે.

   5. What is normal blood pressure?
   120/80 એ સામાન્ય બ્લડપ્રેશર છે. પરંતુ નવેમ્બર 2017થી અમેરિકન હાર્ડ એસોસિએશન એન્ડ ધી અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી આ ગાઈડલાઈનને રિવાઈઝ કરી છે.130/80 એ નોર્મલ બ્લડપ્રેશર છે.

   6. How to lower cholesterol?

   આજે ઘણા લોકો વધારે કોલેસ્ટ્રોલથી પરેશાન છે. તેને કાબૂમાં રાખવા માટે વ્યક્તિએ તેના ડાયેટમાં ફેરફાર કરવો જોઈએ. ચીઝ અને તળેલા પદાર્થોનો તો સૌથી પહેલા ત્યાગ કરવો જોઈએ. વધારે વજન હોય તો ઘટાડવું, કસરત વધારવી, જવ, કઠોળ, ડ્રાયફ્રૂટ, સફરજન, દ્રાક્ષ, સ્ટોબેરી ખાવા.

   7. What causes high blood pressure?

   હાઈ બ્લડપ્રશરથી પણ ઘણા લોકો પરેશાન છે તેની પાછળ ઘણા ફેક્ટર જવાબદાર છે, આહાર સાથે વધુ પડતું વજન, જેનેટિક કારણો, અપુરતી ઊંઘ, અમુક પ્રકારની દવાના કારણે પણ થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 7 હેલ્થ ઈસ્યુ વિશે લોકો વારંવાર ગુગલ કરી રહ્યા છે | Top 7 health searches in Google
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `