Divya Bhaskar

Home » Lifestyle » Health » Keep Clean Your teeth after drinking tea or coffee

વધુ ચા- કોફી પીવાથી દાંત થાય છે પીળા, સફેદ દાંત માટે કામની છે TIPS

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 01:01 PM

જાણો કઇ રીતે ચા કે કોફીના શોખની સાથે તમે તમારા દાંતને પણ સ્વસ્થ રાખી શકો છો

  • Keep Clean Your teeth after drinking tea or coffee
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ પ્રોપર સ્માઇલ માટે પરફેક્ટ દાંત હોય તે આવશ્યક છે. દાંત સફેદ અને ચમકતા હશે તો તમે સારા દેખાઇ શકો છો. ચા કે કોફીના સેવનથી તમારા દાંત પીળા પડે તે શક્ય છે. તો જાણો કઇ રીતે ચા કે કોફીના શોખની સાથે તમે તમારા દાંતને પણ સ્વસ્થ રાખી શકો છો.

    શું તમે ચા-કોફી વિના રહી શકતા નથી?


    સવારે ઉઠવાથી લઇને રાતે સૂતા સુધી તમે દિવસમાં અનેક વાર ચા- કોફીનું સેવન કરો છો. પણ શું તમે જાણો છો કે તેને તમે થાક દૂર કરવા માટે ઉપયોગમાં લો છો. તેની દાંત પર ખરાબ અસર પડે છે. તેમાં ટેન્નિક એસિડ હોય છે. આ એસિડનો ઉપયોગ રંગ ઘેરો કરવામાં મદદ કરે છે. આ એસિડ દાંતના ઇનેમલને નુકસાન કરે છે અને દાંતને પીળાશ વાળા કરે છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચા-કોફી પીધા બાદ કઇ રીતે કરશો તમે પણ દાંતને સાફ...

  • Keep Clean Your teeth after drinking tea or coffee
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ચા-કોફી પીધા બાદ આ રીતે કરો દાંત સાફ

     

    મુશ્કેલ છે કે તમે ચા- કોફી પીવાનું છોડી દો. તેના વિના તમે તમારા કામ ન કરી શકો એવું હોઇ શકે.પણ દાંત પર તેની અસર શું થાય છે અને તેને કઇ રીતે ઓછી કરી શકાય તે જાણીને તેનો ઉપાય કરી શકો છો. સૌ પહેલાં તમે એમ કરો કે ચા-કોફી પીધા બાદ દાંત સાફ કરો. તમે આઇસ કોફી કે ટી પીવાનું પસંદ કરો છો તો સારું છે. અને સાથે તે સમયે તમે સ્ટ્રોનો ઉપયોગ કરો. તેનાથી ચા દાંતને અડશે નહીં. દાંત પીળા નહીં થાય અને ચમકતા રહેશે. જો તેમ છતાં દાંતની પીળાશ દૂર ન થાય તો તમે ડોક્ટરની મદદ લઇ શકો છો. 

  • Keep Clean Your teeth after drinking tea or coffee

    બ્લિચિંગ

     

    બ્લિચિંગને વધારે લોકો અપનાવી રહ્યા છે. તે કોઇના પણ માટે કારગર ઉપાય છે એવું નથી. દાંત પીળા, નારંગી કે છારી વાળા થઇ ગયા હોય તો આ ટેકનિકથી સાફ કરી શકાય છે. દાંત સિગરેટ કે તમાકુના કારણે કાળા થઇ ગયા છે તો તેમાં બ્લિચિંગ મદદ કરતું નથી.  તમે કોફી નથી પીતા તો દરેક વલખતે ભોજન બાદ પણ પાણી પીઓ, તેનાથી મોઢાનો એસિડ ઓછો થાય છે અને બેક્ટેરિયાનો પ્રભાવ 30 ટકા જેટલો ઓછો થાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending