આ 8 વસ્તુઓ ખાવા અને પીવામાં સમયનું ધ્યાન રાખજો, નહીં તો થશે નુકસાન

કસમયે આ 8 વસ્તુઓ ખાવાથી પેટ બગડે છે અને ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 12:00 PM
ઘણાં ફૂડ્સ એવા હોય છે જેને સવારે ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ બને છે
ઘણાં ફૂડ્સ એવા હોય છે જેને સવારે ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ બને છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણાં ફૂડ્સ એવા હોય છે જેને સવારે ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ બને છે. જેના કારણે ઈનડાઈજેશન અને પેટ ખરાબ થવાની પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. આ જ રીતે કેટલાક ફૂડ્સ રાતે ખાવા નુકસાનકારક છે. કારણે કે તેમાં પ્રોટીન જેવા હેવી ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જેના કારણે રાતે ખોરાક ડાઈજેસ્ટ થવામાં વધુ સમય લાગે છે. તો જાણો કયા ફૂ઼ડ ક્યારે ન ખાવા.


એપ્પલ


રાતે ન ખાવા


રાતે એપ્પલ ખાવાથી બોડીમાં એસિડ વધુ બને છે. જેના કારણે ડાઈજેશન ખરાબ થઈ શકે છે.


ગ્રીન ટી


સવારે ખાલી પેટ ન પીવી


આમાં રહેલું કેફીન બોડીમાં એસિડ લેવલ વધારે છે. જેના કારણે એસિડિટી થઈ શકે છે.


કોફી


રાતે ન પીવી


આમાં કેફીન હોય છે. જેના કારણે અનિદ્રાની પ્રોબ્લેમ થાય છે અને બોડીમાં પાણીની કમી થઈ શકે છે.


દાળો


રાતે ન ખાઓ


આમાં પ્રોટીન વધુ હોય છે. જેને ડાઈજેસ્ટ થવામાં વધુ સમય લાગે છે અને ઈનડાઈજેશનની પ્રોબ્લેમ થઈ શકે છે.


ઈંડા


રાતે ન ખાવા


આમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશનની પ્રોબ્લેમ થઈ શકે છે.


ચા


ખાલી પેટ ન પીવી


ચા બોડીમાં એસિડ લેવલ વધારે છે. જેના કારણે એસિડિટી, અલ્સર અને પેટમાં બળતરાની તકલીફ થાય છે.


મીટ


રાતે ન ખાવું


આમાં પ્રોટીન વધુ હોય છે. રાતે ખાવાથી તે જલ્દી પચતું નથી અને પેટ ખરાબ થાય છે.


કેળા


સવારે ન ખાવા


ખાલી પેટ કેળા ખાવાથી બોડીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું બેલેન્સ બગડે છે. જેના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે.

X
ઘણાં ફૂડ્સ એવા હોય છે જેને સવારે ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ બને છેઘણાં ફૂડ્સ એવા હોય છે જેને સવારે ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ બને છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App