Home » Lifestyle » Health » Follow this tips and get out of the numbness of legs and hands

વારેઘડી હાથ પગ સુન્ન થઇ જાય છે તો તરત અપનાવો આ ઘરેલૂ ઉપાય

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 10:25 AM

ખાલી ચઢવાનું મુખ્ય કારણ લોહીની નળીઓનું સંકોચાઇ જવું હોઇ શકે છે

 • Follow this tips and get out of the numbness of legs and hands
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ અનેક વાર વધારે સમય એક જ પોઝિશનમાં બેસી રહેવાના કારણે આપણા હાથ- પગમાં ખાલી ચઢી જાય તેવું બને છે. જ્યારે તમે કોઇ ચીજને અડો છો કે ચાલવાની કોશિશ કરો છો ત્યારે તે સ્થાને તમને દર્દ, નબળાઇ અનુભવાય છે. આ માટે અનેક કારણો જવાબદાર હોય છે. જેમકે હાથ પગ પર વધારે વજન આવવું, ઠંડી ચીજને લાંબા સમય સુધી અડ્યા રહેવું, વધારે પડતું દારૂનું સેવન, થાક, સ્મોકિંગ, ડાયાબિટિસ, વિટામિન કે મેગ્નેશિયમ વગેરેની ખામી. એવામાં તમે કોઇ ચોક્કસ જગ્યાએ ઝનઝનાટી, દર્દ કે નબળાઇ અનુભવો છો.

  આ સમસ્યાનું મુખ્ય કારણ લોહીની નળીઓનું સંકોચાઇ જવું હોઇ શકે છે. શિયાળામાં હ્રદય પર વધારે જોર પડે છે તેના કારણે લોહીની નળીઓ સંકોચાઇ જાય છે અને શરીરના કેટલાક અંગોમાં ઓક્સીજન પહોંચી શકતો નથી. લોહીના પરિભ્રમણ પર તેની અસર પડે છે અને સાથે ઝનઝનાટી અનુભવાય છે. કોઇ અંગમાં લાંબા સમય સુધી આ સમસ્યા રહે છે તો તે બિમારી હોઇ શકે છે. તે માટે ડોક્ટરની સલાહ આવશ્યક બને છે.

  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે આ સમસ્યામાંથી સરળતાથી રાહત મેળવી શકાય છે...

 • Follow this tips and get out of the numbness of legs and hands
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  મસાજ કરો

   

  જ્યારે પણ હાથ પગ સુન્ન થઇ જાય (ખાલી ચઢી જાય) તો તેની પર હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. મસાજ માટે તમે જૈતૂન, નારિયેળ કે સરસિયાના તેલને નવશેકુ કરીને જે તે અંગ પર લગાવીને મસાજ કરી શકો છો. આ સિવાય તમે નક્કી જગ્યા પર લોહીનું પરિભ્રમણ વધારવા માટે ગરમ પાણીનો શેક પણ કરી શકો છો. તેનાથી માંસપેશીઓ અને નસોને આરામ મળે છે. 

 • Follow this tips and get out of the numbness of legs and hands
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ડાયટમાં સામેલ કરો વિટામિન્સ


  હાથમાં કે પગમાં ઝનઝનાટી રહ્યા કરે છે તો તેને દૂર કરવા માટે તમારા ડાયટમાં વિટામિન બી, બી6 અને બી12 સામેલ કરો. આ સિવાય ઓટમીલ, દૂધ, પનીર, દહીં, મેવા, કેળા, બીન્સનો ઉપયોગ વધારો તે આવશ્યક છે.

   

  વ્યાયામ


  વ્યાયામ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સાથે ઓક્સીજનનું પ્રમાણ પણ વધે છે. આ માટે જરૂરી છે કે રોજ 15 મિનિટ વ્યાયામ કરો. આ સિવાય રોજ 15 મિનિટ એરોબિક્સ કરો તે સ્વાસ્થ્ય માટે સારું છે.

 • Follow this tips and get out of the numbness of legs and hands
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હળદર આપશે ફાયદો


  હળદરમાં લોહીનું પરિભ્રમણ કરનારા તત્વો વધારે જોવા મળે છે. તે સોજા અને દર્દને ઓછું કરવામાં મદદ કરે છે. હળદરના દૂધનું સેવન કરવાથી હાથ-પગની ઝનઝનાટી દૂર થાય છે. આ સિવાય હળદર અને પાણીની પેસ્ટથી ચોક્ક્સ જગ્યાએ મસાજ કરવાથી આ સમસ્યા દૂર થાય છે. 

   

  તજ


  તજમાં કેમિકલ અને ન્યૂટ્રિઅંટ્સ હોય છે જે હાથ- પગમાં બ્લડ ફ્લો વધારે છે. એક્સપર્ટ્સ જણાવે છે કે રોજ 2-4 ગ્રામ તજ પાવડરને લેવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેને લેવાની યોગ્ય રીત એ છે કે એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી તજ પાવડર મિક્સ કરો અને દિવસમાં એક વાર તેને પીઓ. પછી એક ચમચી તજ અને થોડું મધ મિક્સ કરીને સવારના સમયે થોડા દિવસો સુધી તેને લેતા રહો.

 • Follow this tips and get out of the numbness of legs and hands

  સ્મોકિંગને કરી લો અવોઇડ


  હાથ પગમાં ખાલી ચઢી જવાની સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે તમે લાંબા સમય સુધી ઠંડીમાં રહેવાનું ટાળો. અચાનક હાથ-પગ સુન્ન થઇ જાય તો તરત તેને ઘસો અને લોહીનું પરિભ્રમણ વધારો. આ સિવાય સ્મોકિંગ કરવાનું ટાળો. તેનાથી પેરિફેરલ આર્ટરી ડિસીઝ થાય છે અને પગમાં લોહી યોગ્ય રીતે ફરતું નથી.

   

  પ્રભાવિત ભાગને ઉપર રાખો


  હાથ અને પગના ખરાબ બ્લડ સર્ક્યુલેશનથી આવું થાય છે. આ માટે પ્રભાવિત ભાગને ઉપરની તરફ રાખો જેથી તે નોર્મલ થઇ શકે. તેનાથી સુન્ન થનારો ભાગ જલદી ઠીક થશે. તમે તમારા પ્રભાવિત ભાગને તકિયા પર ઊંચો પણ રાખી શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ