Divya Bhaskar

Home » Lifestyle » Health » સ્લીપ કેલ્ક્યૂલેટર, This sleep calculator will give you fresh morning

ટ્રાય કરો સ્લીપ કેલ્ક્યૂલેટર, આ માત્ર 4 કલાકની ઊંઘમાં જ બૉડી રહેશે ફ્રેશ

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 02:25 PM

પીએમ નરેન્દ્ર મોદી રાત્રે માત્ર 4 જ કલાક સૂવે છે, છતાં આખો દિવસ સ્ફૂર્તિમાં રહે છે

  • સ્લીપ કેલ્ક્યૂલેટર, This sleep calculator will give you fresh morning
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    'ન્યૂ ઓનલાઇન સ્લીપ કેલ્ક્યૂલેટર'

    યૂટિલિટી ડેસ્ક: વાત આપણા પીએમ નરેન્દ્ર મોદીની હોય કે પછી ડોનાલ્ડ ટ્રંપની, તેઓ રાત્રે માત્ર 4 જ કલાક સૂવે છે, છતાં આખો દિવસ સ્ફૂર્તિમાં રહે છે, જ્યારે આપણામાંથી ઘણા લોકો એવા પણ હોય છે, જેઓ 7-8 કલાકની ઊંઘ પછી પણ એમ વિચારતા હોય છે કે, હજી થોડું ઊંઘવા મળે તો સારું. શું તમે જાણો છો કે, આપણી બોડીને ખરેખર કેટલા કલાકની ઊંઘની જરૂર છે અને આપણે કેટલા વાગે સૂવું જોઇએ?


    ઘણીવાર એવું થતું હોય છે કે, કામના ભારણના કારણે વહેલા સૂઇ ન શકાય કે સવારે વહેલા ઊઠી જવું પડે, પરંતુ એવી પણ એક ટ્રિક છે, જેના દ્વારા તમે ઓછા કલાકની ઊંઘમાં પણ ફ્રેશ ઊઠી શકો અને આખો દિવસ ફ્રેશ રહી પણ શકો.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો, કેવી રીતે જાણશો આ ટ્રિક વિશે.....

    કોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ

  • સ્લીપ કેલ્ક્યૂલેટર, This sleep calculator will give you fresh morning
    'ન્યૂ ઓનલાઇન સ્લીપ કેલ્ક્યૂલેટર'

    'ન્યૂ ઓનલાઇન સ્લીપ કેલ્ક્યૂલેટર' તમારો ઉઠવાનો ટાઇમ જાણી કહેશે તમારે કેટલા વાગે સૂવું જોઇએ. તે બોડીની નેચરલ સ્લીપ પેટર્નના આધારે 90 મિનિટની સાઇકલમાં ગણતરી કરી કહેશે.


    90 મિનિટની સાઇકલ પૂરી થાય એ પહેલાં વચ્ચે ઊઠી જવાથી કે વચ્ચેથી ઊંઘમાં વિક્ષેપ પડવાથી થાકનો અનુભવ થાય છે અને ફરી સૂઇ જવાની ઇચ્છા થાય છે. 


    હોમ ઇન્ટિરિયર સ્પેશિયાલિસ્ટ હિલેરી દ્વારા બનાવેલ આ કેલ્ક્યૂલેટરની મદદથી તમે પણ જાની શકો છો, સવારે ફ્રેશ ઊઠવા માટે રાત્રે કેટલા વાગે સૂવું જોઇએ.


    દાખલા તરીકે, જો તમારે સવારે 7 વાગે ઊઠવાનું હોય તો વેબસાઇટ તમને રાત્રે 9:46, 11:16, 12:46 કે 2:16એ સૂવાનું કહેશે.


    કેલ્ક્યૂલેટર એ વાતને ખાસ ધ્યાનમાં રાખે છે કે, માણસોએ સરેરાશ 14 મિનિટ ડ્રોપ કરવાની રહે છે.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending