જો કાનમાં સંભળાય હાર્ટબીટ તો હોઇ શકે છે આ પ્રોબ્લેમ

કેટલીકવાર કાનના પડદા અથવા તો નાના હાડકાંમાં કોઇ પ્રોબ્લેમ હોય ત્યારે પણ આવું થતું રહે છે

divyabhaskar.com | Updated - Jan 18, 2018, 07:13 PM
this reasons you hear pulse in ear

યુટિલિટી ડેસ્કઃ ઘણીવાર એવું બને કે આપણે શાંત બેઠા હોઇએ અથવા તો સુતા હોઇએ ત્યારે આપણને આપણી હાર્ટબીટ સ્પષ્ટ સંભળાતી હોય છે. કેટલાકને આવુ એક કાનમાં સંભળાતું હોય છે તો કેટલાકને બન્ને કાનમાં હાર્ટબીટ સંભળાતી હોય છે. આવું થવા પાછળના અનેક કારણ છે. જેમાં સાંભળવાની ક્ષમતા ઘટવી, હાઇ બ્લડ પ્રેશર વિગેરે. આજે અમે અહી કાનમાં હાર્ટબીટ સંભળાવવાના પાછળના જવાબદાર કારણો કયા કયા છે તે અંગે જણાવી રહ્યાં છીએ. તેમ છતાં એકવાર ડોક્ટરની સલાહ લઇ લેવી જોઇએ.

બહેરાશની સમસ્યા હોય


કાની વચ્ચે ઇન્ફેક્શન હોય ત્યારે આવી સમસ્યા થાય છે. કેટલીકવાર કાનના પડદા અથવા તો નાના હાડકાંમાં કોઇ પ્રોબ્લેમ હોય ત્યારે પણ આવું થતું રહે છે. આ પ્રકારની પ્રોબ્લેમ થઇ હોય ત્યારે હૃદયના ધબકારા, લોહીનો પ્રવાહ જેવા શરીરની અંદરના અવાજો સંભળાતા હોય છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો કંઠરોહિણી(કરૉટિડ આર્ટરી)ની બીમારી

this reasons you hear pulse in ear
કંઠરોહિણી(કરૉટિડ આર્ટરી)ની બીમારી
 
કરૉટિડ આર્ટરી એટલે કે કંઠરોહિણીમાં ફેટ્ટી પ્લાકનું સંચય થયું હોય ત્યારે તે એવા પ્રકારનો બ્લડ ફ્લો ટર્બ્યૂલન્ટ કરે છે જેના કારણે હાર્ટબીટ જેવો અવાજ કાનમાં સંભળાય છે.
 
હાઇ બ્લડ પ્રેસર
 
જ્યારે બ્લડ પ્રેસર હાઇ હોય અને બ્લડ ફ્લો કરૉટિડ આર્ટરી પાસેથી પસાર થઇ રહ્યું હોય ત્યારે પણ હાર્ટબીટ જેવો અવાજ કાનમાં સંભળાય છે.
this reasons you hear pulse in ear

બ્લડ વેસલની સમસ્યા

વિવિધ પ્રકારના માલફંક્શન અને ડિસઓર્ડરના કારણે પણ ક્યારેક કાનમાં હાર્ટબીટ સંભળાય છે. બ્લડ વેસલ વીક હોય, ઍન્યુઅરિઝમ(ધમનીનો સોજો), આર્ટરી અને વેન વચ્ચેનું જોડાણ અયોગ્ય હોય, ટ્વિસ્ટેડ આર્ટરીઝ અથવા  બ્લડ વેસલ ગાંઠ હોય ત્યારે પણ કાનમાં હાર્ટબીટ સંભળાય છે. 

X
this reasons you hear pulse in ear
this reasons you hear pulse in ear
this reasons you hear pulse in ear
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App