સફેદ થઇ રહેલા દાઢી-મૂંછના વાળને નાળિયેરના તેલથી કરી શકો છો કાળા, કામની છે 5 રીત

divyabhaskar.com

Sep 06, 2018, 06:05 PM IST
this process can helpful to remove white hair from beard

હેલ્થ ડેસ્કઃ ઉંમર વધવાની સાથે-સાથે દાઢી-મૂંછના વાળ સફેદ થવાનું શરૂ થઇ જાય છે, જેના કારણે પર્સનાલિટી ખરાબ થઇ જાય છે. દાઢી-મૂંછને કાળી કરવા માટે અનેક પ્રકારની કેમિકલયુક્ત વસ્તુઓનો લોકો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અનેકવાર તેની સાઇડ ઇફેક્ટ પણ થાય છે, જેના કારણે વાળ વધારે સફેદ થવા લાગે છે. તેવામાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપચાર કરી શકો છો. તેમજ તેની સાઇડ ઇફેક્ટ પણ નથી થતી.

આ રીતે કરો ઉપયોગ
- દાઢી-મૂંછના વાળને કાળા કરવા માટે નાળિયેરનું તેળ અને દંહીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં અમુક દિવસો સુધી લગાવવાથી વાળ કાળા થવા લાગશે.
- જો તમે દાઢી-મૂંછના વાળને નેચરલ રીતે કાળા કરવા માગો છો તો ગાયનું માખણ લગાવો. રોજ માખણથી દાઢી-મૂંછમાં માલિશ કરવાથી તમને તફાવત જોવા મળશે.
- આંબલાને પીસીને લોઢાના વાસણમાં રાખો. આખી રાત રહેવા દો. સવારે દાઢી-મૂંછ પર લગાવો. તેનાથા વાળ કાળા થશે. તમે ઇચ્છો તો દરરોજ ખાલી પેટ આંબળાનો જ્યૂસ પી શકો છો, તેનાથી પણ થોડાક દિવસમાં તમને તફાવત જોવા મળશે.
- નાળિયેરના તેલમાં મીઠો લિંમડો નાંખીને એક મિશ્રણ તૈયાર કરો, બાદમાં આ મિશ્રણથી દાઢી-મૂંછ પર મસાજ કરો.
- મૈસૂરની દાળ અને બટેકાના રસને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દાઢી-મૂંઠ પર લગાવો. તેનાથી તમને થોડાક દિવસોમાં તેની અસર જોવા મળશે.

X
this process can helpful to remove white hair from beard
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી