શિયાળામાં તમે પણ જાઓ છો વારેઘડી ટોયલેટ, હોઇ શકે છે આ ગંભીર બિમારી

કિડની શરીરમાં પાણીનું સંતુલન, પિત્ત અને ક્ષારનું સંતુલન, બ્લડપ્રેશર, સોડિયમ અને પોટેશિયમને જાળવી રાખવામાં મદદ કરે છે

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 12:05 AM
serious illness affects to you if you wants to go toilet more times in winter

યૂટિલિટી ડેસ્કઃ અનેક લોકોને શિયાળામાં એવી તકલીફ રહે છે કે તેમને વારેઘડી યૂરિન માટે જવું પડે છે. અન્ય તરફ જો તમે ઓછું પાણી પીવો છો તો તમને અનેક બિમારીઓનો ખતરો પણ રહે છે. તેમાંનું એક છે કિડની ઇન્ફેક્શન. આજકાલ અનેક લોકોને પથરીની સમસ્યા જોવા મળે છે તેનું કારણ તેમની જીવનશૈલી છે અને ચીજોમાં મિલાવટ છે.

કિડની શરીરનું મહત્વનું અંગ છે. તે લોહીના પાણી અને ઝેરીલા પદાર્થોને અલગ કરે છે. આ સિવાય કિડની શરીરમાં પાણીનું સંતુલન, પિત્ત અને ક્ષારનું સંતુલન, બ્લડપ્રેશર, સોડિયમ અને પોટેશિયમને જાળવી રાખવામાં મદદ કરે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે ઓછું પાણી પીવું હોઇ શકે છે એક કારણ...

serious illness affects to you if you wants to go toilet more times in winter

ઓછું પાણી પીવું હોઇ શકે છે એક કારણ

કિડની શરીરમા મિનરલ્સ અને ફ્લુઇડ્સનું સંતુલન જાળવી રાખે છે. આ સંતુલન બગડવા કે અનેક વાર મિલાવટી સામાનની મદદથી કિડનીમાં સમસ્યા લાવે છે. શરીરના મિનરલ્સ અને સોલ્ટ્સ યૂરિન સાથે મિક્સ થઇને યૂરિન સાથે બહાર નીકળે છે. ઓછા પાણી પીવાથી મૂત્ર ઓછું બને છે અને ગંભીર બિમારી આવી શકે છે. 

ઓછા યૂરિનમાં મિનરલ્સ અને સોલ્ટ્સ મિક્સ થાય છે અને સાથે તે ઘટ્ટ બને છે અને તેનો રંગ પણ ઘેરો બને છે. તેમાં પૂરતું સોલ્ટ નીકળી શકતું નથી. તે ધીમે ધીમે જામી જાય છે અને પથરી બને છે. આ કારણ છે કે વધારે પાણી પીવાથી તરલ પદાર્થની સાથે પથરીનો ખતરો ઘટે છે. ઓછા પાણીથી કિડનીની સમસ્યા સિવાય અનેક અન્ય સમસ્યા આવે છે. શરીરમાં પાણીની ખામીથી ડિહાઇડ્રેશન અને હાઇ બ્લડપ્રેશરની બિમારી થઇ શકે છે. આ સિવાય મહિલાઓમાં ઓછા પાણીથી યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેટલું પાણી પીવું જોઇએ?...

serious illness affects to you if you wants to go toilet more times in winter

જાણો કેટલું પાણી પીવું જોઇએ?

દરેક વ્યક્તિના શરીરની જરૂરિયાત અલગ હોય છે. આ માટે પાણીની જરૂર પણ વ્યક્તિ પ્રમાણે અલગ હોઇ શકે છે. એક વ્યક્તિને એક દિવસમાં ત્રણથી ચાર લિટર પાણીની જરૂર રહે છે. ડોક્ટર કોઇને વધારે કે ઓછું પાણી પીવાની સલાહ આપે છે. જો પથરીની તકલીફ હોય તો રોગીએ ઓછામાં ઓછું આટલું પાણી તો પીવું જ જોઇએ. જેથી શરીરમાંથી રોજ 2.5 લિટર જેટલું યૂરિન બહાર નીકળી શકે, શારિરીક મહેનત કરનારા લોકોના શરીરને વધારે પાણીની જરૂર રહે છે. પાણીનું વધારે પ્રમાણ હોય તો એક વાર ડોક્ટરની સલાહ આવશ્યક છે. 

serious illness affects to you if you wants to go toilet more times in winter

પાણી પીવાના ફાયદા

પાણી શરીરની મૂળભૂત જરૂરિયાત છે. શરીરના મેટાબોલિઝમ અને ડાઇજેશન માટે પણ પાણીની જરૂર રહે છે. આ સિવાય પાણી પીવાથી ત્વચાની ચમક જળવાઇ રહે છે. પાણી પીવાથી કરચલીઓ ઘટે છે અને ઉંમર પર અસર જોવા મળે છે. અનેક લોકોમાં પાણીની ખામી સ્થૂળતાનું કારણ જોવા મળે છે. શરીરમાં પાણી યોગ્ય પ્રમાણમાં હોય તો પાચન સારું રહે છે. આ માટે શરીરની જરૂરિયાત સમજો અને યોગ્ય પ્રમાણમાં પાણી પીઓ અને શરીરને સ્વસ્થ રાખો. 

X
serious illness affects to you if you wants to go toilet more times in winter
serious illness affects to you if you wants to go toilet more times in winter
serious illness affects to you if you wants to go toilet more times in winter
serious illness affects to you if you wants to go toilet more times in winter
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App