ચહેરા પરની કરચલીઓ દૂર કરવા આજે જ ડાયટમાં સામેલ કરો 5માંથી 1 ફૂડ

લીલા શાક જેમકે પાલક, કોબીજ અને સરસોનું શાક ત્વચાને યોગ્ય બનાવી રાખે છે અને કરચલીઓને ઓછી કરે છે

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 12:06 AM
Avoid wrinkles on face eat this foods in daily diet

યૂટિલિટી ડેસ્કઃ એક ચોક્કસ ઉંમરે આવ્યા બાદ ચહેરા પર કરચલીઓ દેખાવવા લાગે એ સ્વાભાવિક વાત છે. કેમકે ત્વચાના તંતુઓમાંનું કોલેજન અને ઇલાસ્ટિક નબળું થઇને તૂટવા લાગે છે. આજકાલ તો નાની ઉંમરના લોકોને પણ કરચલીઓ જોવા મળે છે. આનું મોટું કારણ છે અસંતુલિત ભોજન. અનેક અન્ય કારણોથી પણ ચહેરા પર સમયથી પહેલાં કરચલીઓ દેખાવવા લાગે છે. જેમ કે સૂર્ય કિરણોના સંપર્કમાં રહેવું, સ્મોકિંગ કરવું, ડ્રગનો ઉપયોગ, ચિંતા, અચાનક વજન વધવું વગેરે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા 5 ફૂડ છે કે જેને રોજના ડાયટમાં સામેલ કરવાથી ફાયદો થાય છે...

Avoid wrinkles on face eat this foods in daily diet

ફળ અને શાક


એવા શાક જેમાં એન્ટીઓક્સીડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે. તેના સેવનથી અસ્થિર અણુ, જે સ્વસ્થ કોશિકાઓને નુકસાન કરે છે તે અણુને બનવાથી રોકે છે. પાનવાળા શાક, લાલ રંગના ટામેટા, બ્લૂબેરી, ગાજર અને અન્ય દરેક ફળ અને શાકમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં હોય છે. આ માટે તમારા આહારમાં વધારે ફળ અને શાક સામેલ કરો. એક દિવસમાં ઓછામાં ઓછા 5-9 વાર તેને ખાઓ.

 

શરીરને વિટામિન સી, ઝિંક અને બીટા કેરોટીનની જરૂર રહે છે. લીલા શાક જેમકે પાલક, કોબીજ અને સરસોનું શાક ત્વચાને યોગ્ય બનાવી રાખે છે અને કરચલીઓને ઓછી કરે છે. 

 

આખું અનાજ
આખું અનાજ જેમકે જવ, ઘઉં અને બ્રાઉન ચોખામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે અને અન્ય બીમારીઓના ખતરાને પણ ઓછો કરે છે. 

Avoid wrinkles on face eat this foods in daily diet

માછલી
માછલીમાં ઓમેગા- 3 ફેટી એસિડ મળે છે. તેના સેવનથી ફેસ પર કરચલીઓ પડતી નથી. ચહેરાની ઢીલાશને ઓછી કરવામાં અને સાથે સાથે હ્રદય અને સ્ટ્રોકની સમસ્યાથી બહાર આવવામાં મદદ કરે છે. જો તમે શાકાહારી છો તો ડોક્ટરની સાથે ઓમેગા- 3 ફેટી એસિડના અન્ય સ્ત્રોતને વિશે જાણકારી મેળવી શકો છો. 

 

આદુ
આદુમાં વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડન્ટ મળે છે. મોટાભાગે લોકોને ખ્યાલ રહે છે કે શરદી, ખાંસી અને છાતીમાં બળતરાની સમસ્યા હોય તો આદુ ખાવાથી આરામ મળે છે. તેમાં એક મહત્વનો ગુણ છે અને તે કરચલીઓને પણ ઓછી કરે છે. કરચલીઓ ઓછી કરવા માટે થોડા આદુને ઘસો અને સાથે તેમાં એક ચમચી મધ મિક્સ કરો. તે મિશ્રણને સવારે લો. આ ઉપચારને વધારે પ્રભાવી બનાવવા માટે દિવસમાં 2 વાર આદુની ચા પીવી ફાયદારૂપ છે. 

 

બદામ
બદામમાં અનેક જરૂરી પોષક તત્વો જેમ કે ફોલિક એસિડ, કેલ્શિયમ, વિટામિન ઇ, ફાઇબર, જિંક અને આયન જોવા મળે છે. તેના સેવનથી ત્વચામાં લચીલાપણું ઓછું થાય છે અને કરચલીઓ દૂર થાય છે. 

X
Avoid wrinkles on face eat this foods in daily diet
Avoid wrinkles on face eat this foods in daily diet
Avoid wrinkles on face eat this foods in daily diet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App