ઘરે જાતે જ વજન વધારવું છે તો રોજ ખાઓ આ 10માંથી કોઇ પણ 1 ચીજ

આ 10 ચીજો વધારી શકે છે તમારું વજન, ડાયટમાં કરો સામેલ

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 12:05 AM
10 Foods helps you to gain weight by own

યૂટિલિટી ડેસ્કઃ કહેવાય છે કે વજનને નિયંત્રિત રાખવા માટે ખોરાકમાં યોગ્ય ચીજો લેવાય તે જરૂરી છે. આ માટે જ ફૂલ થાળી એટલે કે દાળ-ભાત-શાક-રોટલી-છાશને પ્રોપર ડાયટ ગણવામાં આવે છે. જેમ વજન વધવું એક બીમારી છે તેમ વજન જરૂરિયાત કરતાં ઓછું હોય તે પણ એક બીમારી છે. જો શરીર નબળું અને દૂબળું હોય તો તમે મજાકને પાત્ર બનો છો. વજનની ખામી દૂર કરવા માટે કેટલાક ખાદ્ય પદાર્થોને રોજના ભોજનમાં સામેલ કરવા. અમે આપને જણાવી રહ્યા છીએ એવા 10 ફૂડ જેની મદદથી તમે શરીરને યોગ્ય વજન આપી શકો છો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો કયા છે આ 10 ફૂડ જે વજન વધારવામાં તમારી મદદ કરી શકે છે...

10 Foods helps you to gain weight by own

બટાકા
બટાકા કાર્બોહાઇડ્રેટનો સારો અને સંપૂર્ણ સ્ત્રોત છે. તેને ખાવાથી સ્થૂળતા વધે છે. તમે તેને બાફીને દૂધ સાથે ખાઓ. જલદી ફાયદો થતો જોવા મળશે. 

 

દાડમ
તેને વિટામિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. અનેક ગુણોથી ભરપૂર દાડમ શરીરમાં લોહી વધારે છે અને સ્વાસ્થ્યને માટે મહત્વનું ફળ ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને સ્થૂળતા વધે છે. 

10 Foods helps you to gain weight by own

બદામ
રોજ રાત્રે પાંચ-સાત બદામને પાણીમાં પલાળીને રાખો અને સવારે તેનું છોતરું કાઢીને પીસી લો. તેમાં લગભગ 30 ગ્રામ માખણ અને મિસરી મિક્સ કરો અને ડબલ રોટી કે સામાન્ય રોટી સાથે ખાઓ. વજન વધારવા માટે તમે તેને જમ્યા બાદ ખાઇ શકો છો. આમ કરવાથી વજન વધશે ને યાદશક્તિ પણ નબળી નહીં રહે. 

 

દૂધ અને રોટી
જે લોકો વજન વધારવા ઇચ્છે છે તો તેઓએ રોજ દૂધ અને રોટલી ખાવી.

10 Foods helps you to gain weight by own

ઘી
સ્થૂળતા માટે ઘી ફાયદારૂપ છે. વજન વધારવા માટે અને જાડા થવા માટે તમારે ગરમ રોટલી અને દાળમાં ઘી મિક્સ કરીને ખાવી. આ સિવાય ખાંડમાં ઘી મિક્સ કરીને ખાવાથી પણ વજન વધે છે. 

 

પનીર
પનીર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીનનો સારો સોર્સ ગણાય છે. આ માટે વજન વધારવું જોઇએ. નિયમિત રીતે પનીર ખાવાનું શરૂ કરવું લાભદાયી છે. 

10 Foods helps you to gain weight by own

ખારેક
પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખારેક તમારા શરીરમાં લોહી વધારે છે અને સાથે તેને વધારવામાં પણ મદદ કરે છે. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં ખારેકને ઉકાળીને પીવાથી ચરબી વધે છે અને શરીર સ્વસ્થ રહે છે. 

 

દાળ અને શાક
વજન વધારવાની ઇચ્છા રાખનારા લોકોએ અડદની દાળ, અંકુરિત દાળ, કાળા ચણા, મગફળી, વટાણા, ગાજરનો રસ, આમળાનું સેવન કરવું. આ ચીજોથી વજન ઝડપથી વધે છે. 

10 Foods helps you to gain weight by own

સોયાબિન
તે કેલેરી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, વિટામિન બી અને આયરનથી ભરપૂર રહે છે. સોયાબિન એક એવો ખાદ્ય પદાર્થ છે જે વજન વધારે છે અને ઓછું પણ કરી શકે છે.

 

કેળા
કેલેરી, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમના ઉર્જા સ્ત્રોત કેળામાં હોય છે. તે વજન વધારે છે અને રોજ એક ગ્લાસ ગરમ દૂધ સાથે બે કેળા અવશ્ય ખાવા. 

X
10 Foods helps you to gain weight by own
10 Foods helps you to gain weight by own
10 Foods helps you to gain weight by own
10 Foods helps you to gain weight by own
10 Foods helps you to gain weight by own
10 Foods helps you to gain weight by own
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App