વાળ બનશે હેલ્ધી અને શાઇની, જો વાળ ધોતી વખતે રાખશો આ 6 બાબતોનું ધ્યાન

આ ટિપ્સને દરરોજ નહાતી વખતે ફોલો કરો અને જુઓ કોઈ મોંઘા પ્રોડક્ટ્સ વિના કેવી રીતે તમારા વાળ સુંદર બને છે.

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 07:04 PM
Keep These Thing In Mind While Taking Shower

યૂટિલિટી ડેસ્કઃ જેમ કેટલીક એવી ટિપ્સ છે જેને તમે નહાતી વખતે તમે ફોલો કરી ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો એવી જ રીતે કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ છે, જે તમારા વાળને હેલ્ધી અને સુંદર બનાવે છે. આ ટિપ્સને દરરોજ નહાતી વખતે ફોલો કરો અને જુઓ કોઈ મોંઘા પ્રોડક્ટ્સ વિના કેવી રીતે તમારા વાળ સુંદર બને છે. તમે પણ જાણો તેના વિશે.

10 મિનિટથી વધુ ન નહાવ

વધુ સમય સુધી નહાવાથી પાણી તમારા વાળના નેચરલ ઓઇલને નુકસાન પહોંચાડે છે. તેનાથી તમારા વાળ ડલ અને ડ્રાય થઈ શકે છે. કાયમ 5થી 10 મિનિટનો જ શાવર લો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય ટિપ્સ અને ટ્રિક્સ...

Keep These Thing In Mind While Taking Shower

યોગ્ય રીતે કરો શેમ્પૂ

શું તમે પણ શેમ્પૂ સ્કાલ્પની સાથે-સાથે બધા વાળ પર પણ લગાવો છો? આ આદતથી માત્ર તમે એક્સ્ટ્રા પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ તેને ધોતી વખતે તમારો ઘણો બધો સમય પણ જાય છે. ગંદકી અને ઓઇલ તમારા સ્કાલ્પ પર જમા થાય છે. કાયમ માત્ર સ્કાલ્પ પર શેમ્પૂ લગાવીને ધોવો. જ્યારે તમે તેને ધોવો છો, તો શેમ્પૂ તમારા વાળથી થતા તેના પર ચોંટેલી ગંદકીને પણ નીકાળી દે છે.

Keep These Thing In Mind While Taking Shower

આ રીતે લગાવો કંડીશનર

કંડીશનર માત્ર વાળની વચ્ચેના ભાગથી લઈને કિનારા પર લગાવો. તેને મૂળ પર લગાવવાની ભૂલ ન કરો. સ્કાલ્પ નેચરલ ઓઇલ જેને સીબમ કહીએ છીએ તે પ્રોડ્યૂસ્ડ કરે છે. તેનાથી મૂળને પૂરતા પ્રમાણમાં નરિશમેન્ટ અને મોઇશ્ચરાઝર મળે છે એટલે આ ભાગ પર કંડીશનર અપ્લાય કરવાની જરૂર નથી હોતી. જો તમે આવું કરશો તો તેનાથી ઓઇલી હેરની પરેશાની વધી શકે છે.

Keep These Thing In Mind While Taking Shower

ઘસીને ટોવેલથી લૂછવું નહીં

શેમ્પૂ કર્યા પછી વાળને સુકાવા માટે તમે તેને ટોવેલથી ઘસીને ન લૂછો. તેનાથી માત્ર વાળ જ નથી તૂટતા, પરંતુ આ રફ અને ડ્રાય પણ બને છે. કાયમ તેને કોઈ કોટન ટી-શર્ટ અથવા ટોવેલથી થપથપાવીને સુકાવો.

Keep These Thing In Mind While Taking Shower

સપ્તાહમાં 2થી 3 વખત ધોવો વાળ

Shahnazના મુજબ, ઓઇલી હેરને સપ્તાહમાં 3 વખત અને ડ્રાય હેરને 2 વખત ધોવાની જરૂર હોય છે. શેમ્પૂમાં કેમિકલ્સ રહેલા હોય છે, જે તેના વધુ ઉપયોગથી તમારા વાળને નુકસાન પહોંચાડે છે અને ખરતા વાળનું કારણ બને છે.

Keep These Thing In Mind While Taking Shower

ગરમ પાણીથી રહો દૂર

શિયાળામાં ગરમ પાણીથી નહાવું ખૂબ સારું લાગે છે, પરંતુ આ તમારા વાળ અને તેમાં રહેલા એસેન્સિયલ ઓઇલને ઘણું નુકસાન પહોંચાડે છે. કાયમ નહાવા માટે નવશેકા પાણીનો જ ઉપયોગ કરવો.

X
Keep These Thing In Mind While Taking Shower
Keep These Thing In Mind While Taking Shower
Keep These Thing In Mind While Taking Shower
Keep These Thing In Mind While Taking Shower
Keep These Thing In Mind While Taking Shower
Keep These Thing In Mind While Taking Shower
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App