Home » Lifestyle » Travel » things to know about destination wedding planning

ડેસ્ટિનેશન વેડિંગનું કરી રહ્યાં છો પ્લાનિંગ, તો આ બાબતોનું રાખો ધ્યાન

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 04:02 PM

ભારતીયોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે

 • things to know about destination wedding planning
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ ભારતીયોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ માટે ભારતના કેટલાક સ્થળોની પસંદગી કરવામાં આવે છે, તો કેટલાક વિદેશી ડેસ્ટિનેશનમાં પણ આ પ્રકારની વેડિંગ ગોઠવવામાં આવે છે. જોકે આ પ્રકારના લગ્ન કરવાની યોજના બનાવતી વખતે એવી કેટલીક વાતો છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી એ સમયે કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. ‘સ્ટારસ્ટ્રક વેડિંગ ડિઝાઇનર્સના આશંમીન મુંજાલ અને સ્ટાઇલ ડોટ ઇંકના સ્ટાઇલિસ્ટ અને સંસ્થાપક મેહા ભાર્ગવે ડેસ્ટિનેશન વેડિંગની યોજના દરમિયાન કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ એ અંગે જણાવ્યું છે. તો ચાલો જાણીએ કે ડેસ્ટિનેશન વેડિંગ વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

  - જો તમે ઇટલી, ફ્રાન્સ, જાપાન, સ્પેન અથવા જર્મનીમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છો તો પછી સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાંમ મુશ્કેલી પડી શકે છે. આ માટે કોઇ મધ્યસ્થી અથવા દુભાષિયાની મદદ લઇને તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો.

  - જો તમે ભારત અથવા વિદેશમાં લગ્નની યોજના બનાવી રહ્યા છો તો આ પ્રસંગ પ્રમાણે યોગ્ય વ્યંજનોની પસંદગી પર ધ્યાન આપવું જોઇએ. જેમકે, જો લગ્ન ભારતની બહાર છે અને તમે મહેમાનો માટે ભારતીય વ્યંજનોની વ્યવસ્થા કરવા માગો છો તો પછી તમારે ભારતમાંથી વેંડર લઇ જવા પડશે અને તમામ જરૂરી વસ્તુઓની વ્યવસ્થા પણ કરવી પડશે.

  - લગ્ન જો ભારતમાં જ થઇ રહ્યા છે અને તમે ઇચ્છો છો કે મહેમાનોને તમામ ભારતીય રાજ્યોના પકવાન અને વ્યંજન પિરસવામાં આવે તો પછી તમે ભારતભરમાંથી સંબંધિત વિશેષજ્ઞોને બોલાવી શકો છો અને તેના માટે જરૂરી વ્યવસ્થા કરી શકો છો. જરૂર પડ્યે સ્થાનિક અધિકારીઓની અનુમતિ લઇ લો.

  - લગ્નના પોષાક તૈયાર કરવા માટે યોગ્ય ડિઝાઇનરની પસંદગી જરૂરી છે. આવા અનેક ડિઝાઇનર છે જે લગ્ન દરમિયાન વિભિન્ન સમારોહ અને કાર્યક્રમો અનુસાર પોષાક તૈયાર કરે છે. તમારા બજેટમાં શ્રેષ્ઠ પોષાક મેળવવા માટે યોગ્ય ડિઝાઇનરની પસંદગી કરો.

  - ડેસ્ટિનેશન વેડિંગમાં મેકઅપ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. મેકઅપ આર્ટિસ્ટની પસંદગી અને હવામાનને ધ્યાનમાં રાખીને ઉપયુક્ત લુક માટે પણ તમારે સાવધાની રાખવી પડશે. જેનાથી તમે સ્વસ્થતા અનુભવો અને સુંદર તથા આકર્ષક પણ લાગો.

  - જો તમે કોઇ ખાસ પ્રકારના લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છો તો લગ્ન જ્યાં થવાના છે, તે સ્થળ અંગે તમામ માહિતી એકઠી કરી લો, જેથી તમારી પસંદગી અનુસાર લગ્ન કરવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં સરળતા રહે.

  - આવવા અને જવાના ખર્ચને જોઇને બની શકે કે અનેક મહેમાન લગ્નમાં ઉપસ્થિત ન પણ રહે. માત્ર ખર્ચ જ નહીં સમય અને અંતરના કારણે પણ આવું બની શકે છે. તેથી બની શકે કે તે અંતિમ ક્ષણે લગ્નમાં આવશે કે નહીં તે અંગે જણાવે આ માટે તમારે તૈયાર રહેવું જોઇએ.

  આગળની સ્લાડ્સમાં વાંચો ભારતના ટોપ વેડિંગ ડેસ્ટિનેશન

 • things to know about destination wedding planning
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  કેરળ

  શું આપે ક્યારેય એવી કલ્પના કરી છે કે આપના લગ્ન હાઉસ બોટ પર થાય, જ્યાં ચારેય તરફ પાણી પાણી જ હોય અને આપની નાવ ધીમી ગતિમાં તરતી જઇ રહી હોય. જો આપે એવું વિચાર્યું હોય તો એકદમ સાચુ વિચાર્યું છે. કેરળના હાઉસબોટમાં આપ આપનું આ સપનું પુરુ કરી શકો છો.

 • things to know about destination wedding planning
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઉદયપુર

  રાજસ્થાનનું શાહી શહેર ઉદયપુર આમતો હંમેશાથી પોતાના આકર્ષણો અને ઐતિહાસિક ધરોહરો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે ઉદયપુરનું નામ મોખરે આવે છે. જો આપ ઇચ્છતા હોવ કે આપના લગ્ન શાહી અંદાજમાં થાય તો આપ આપના લગ્ન ઉદયપુરમાં ગોઠવી શકો છો. અહીં આપને ઐતિહાસિક આબોહવા મળશે, અને રાજઘરાણા જેવા ઠાઠ મળશે.

 • things to know about destination wedding planning
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ગોવા

  હનીમૂન હોય કે બેચલર પાર્ટી, ફેમિલી સાથે ફરવાની વાત આવે તો દરેક યુવાનોની ઇચ્છા હોય છે કે ગોવા ફરવા જવું. તો પછી ગોવા વેડિંગ ડેસ્ટિનેશનમાં કેવી રીતે પાછળ રહી શકે છે. આપે ફિલ્મોમાં ઘણા લગ્નોને અથવા પાર્ટીને જોઇ હશે જે ગોવા બીચ પર થઇ હોય, આપના લગ્ન પણ અહી કરો અને તેને એક યાદગાર પળ બનાવી દો.

 • things to know about destination wedding planning
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  જોધપુર

  જોધપુર રાજસ્થાનનું ગૌરવમયી શાહી શહેર છે, જે ઐતિહાસિક ક્રિયાઓથી ભરપુર છે. અત્રે એકથી ચડીયાતુ એક શાહી મહેલ છે, જેમાં 5 સ્ટાર હોટેલમાં ફેરવાઇ ચૂક્યા છે. અત્રે ઉમ્મેદ ભવન, મેહરાનગઢ વગેરે વિશાળ મહેલો છે. જો આપ પણ પોતાના લગ્ન અત્રે કરવા માંગતા હોવ તો બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં આવનારા મહેમાનો પણ વાહવાહ બોલી ઊઠશે.

 • things to know about destination wedding planning
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  અંદમાન અને નિકોબાર

  આસમાની રંગનું પાણી, ચાંદી જેવી ચમકદાર રેત અને દૂર દૂર સુધી પાણી અને વૃક્ષો. આ દ્રશ્યો કોઇ સ્વપ્ન કરતા અલગ નથી. લગ્ન કરવા માટે કોઇ આદેશની જરૂરીયાત નથી. પરંતુ લગ્ન એવા હોય જે હંમેશા યાદ રાખવામાં આવે તે મહત્વની વાત છે. તો આ એક સુંદર પળ બની રહેશે આપના જીવનની કે આપ અને આપનો પાર્ટનર કૂદરતના ખોળામાં લગ્ન સૂત્રે બંધાશો.

 • things to know about destination wedding planning

  લવાસા

  પૂણે પાસે આવેલું લવાસા હિલ સ્ટેશન જેને ઇટલી જેવું જ વિકસિત કરવામાં આવ્યું છે. અહીં ઝરણા, પર્વત, ધોધ અને આકર્ષક પ્રાકૃતિક નજારાઓ છે. શહેરની ગીચતાથી દૂર આ સ્થળ લોકોને ઘણું પસંદ આવે છે. અહીં અનેક એવી હોટલ છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગનું આચોજન કરવામાં આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ