Home » Lifestyle » Health » સારી ઊંઘ માટે આટલું કરો | Things should be done before sleeping

ઊંઘતા પહેલા ભૂલથી પણ ન કરવા આ 10 કામ, થશે આવો પ્રોબ્લેમ

Divyabhaskar.com | Updated - May 11, 2018, 06:17 PM

સ્ત્રી હોય કે પુરૂષ, કોઈએ પણ ઊંઘતા પહેલા ન કરવા જોઈએ આ કામ, નહીંતર થશે પ્રોબ્લેમ

  • સારી ઊંઘ માટે આટલું કરો | Things should be done before sleeping
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસ તાજગીસભર જાય તે માટે ક્વોલિટી સ્લીપ જરૂરી છે

    યુટિલિટી ડેસ્કઃ આજકાલની ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને વર્કિંગ કંડીશનને કારણે ઘણા લોકો સ્લીપિંગ ડિસઓર્ડરનો ભોગ બની રહ્યા છે. તાજગી સાથે દિવસ શરૂ કરવા માટે શરીરને સારી ઊંઘની જરૂર પડે છે. ક્વોલિટી સ્લીપિંગ અંગે નવી દિલ્હીના કન્સલ્ટન્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો. પ્રતિભા ગોગિયાનું કહેવું છે કે, આજકાલ અલગ-અલગ શિફ્ટમાં કામ કરવાથી લોકોના સૂવાના સમયમાં ગરબડ થાય છે. આ સિવાય પણ ઘણાં એવા કારણો છે જે સ્લીપિંગ ડિસઓર્ડર માટે જવાબદાર હોઈ શકે છે. આજે અમે અહીં ક્વોલિટી સ્લીપ માટે ઉપયોગી બને તેવી કેટલીક ટિપ્સ શેર કરી રહ્યા છીએ.

    હેવી ડિનર: હેવી ડિનર કરીને ઊંઘવાથી એસિડિટી, ગેસનો પ્રોબ્લેમ થાય છે. જેનાથી સારી ઊંઘ નથી આવતી. સૂવાના 3-4 કલાક પહેલા ડિનર કરવું હિતાવહ નથી.

    મિંટ ટૂથપેસ્ટનો યૂઝઃ ઊંઘતા પહેલા મિન્ટ ફ્લેવરની ટૂથપેસ્ટનો યૂઝ કરવાથી ફ્રેશનેસ ફીલ થાય છે તેના કારણે પણ સારી ઊંઘ નથી આવતી. જો તમે સૂતા પહેલા બ્રશ કરતાં હો તો અન્ય ફ્લેવરની ટૂથપેસ્ટ યૂઝ કરો.

    એડવેન્ચર બુક વાંચવીઃ એડવેન્ચર બુક, મૂવી, ટીવી સીરિયલને કારણે શરીરમાં જે એક્સાઇટમેન્ટ થાય છે તેના કારણે પણ સારી ઊંઘમાં અવરોધ સર્જાય છે. આથી ઊંઘતા પહેલા માઇન્ડને રિલેક્સ કરે તેવી બુક વાંચવી કે વીડિયો જોવા.

    ચા-કોફીઃ તેમાં રહેલું કેફીન માઇન્ડને એલર્ટ અને એક્ટિવ રાખે છે. ઊંઘતા પહેલા ચા-કોફી અવોઇડ કરવા. ઠંડું દૂધ કે મિલ્ક શેક પીવા.

    ઠંડા પાણીથી ન્હાવું: ઠંડા પાણીથી ન્હાવાથી કે શાવર લેવાથી બ્રેઇન એક્ટિવ થઇ જાય છે. આથી ક્વોલિટી સ્લીપ માટે નવશેકા કે રૂમ ટેમ્પરેચર વોટરનો ઉપયોગ કરો.


    આગળ વાંચો સારી ઊંઘ માટે રાતે સૂતા પહેલાં કયા કામ ન કરવા

  • સારી ઊંઘ માટે આટલું કરો | Things should be done before sleeping
    ઊંઘતા પહેલા ચોકલેટ ન ખાવી

    એક્સર્સાઇઝ કરવીઃ કસરત કર્યા પછી શરીરમાં ખાસ પ્રકારના હોર્મોન્સ રીલિઝ થતાં હોય છે જે બ્રેઇનને એક્ટિવ બનાવે છે. તેના કારણે પણ સારી ઊંઘ નથી આવતી. 

     

    વધુ પાણી પીવું: વધુ પડતું પાણી પીને ઊંઘવાથી રાતે વારંવાર બાથરૂમ જવું પડે છે. જે તમારી ઊંઘની કન્ટીન્યૂટી તોડે છે. આથી સૂતા પહેલા વધુ પડતું પાણી ન પીવું. 

     

    ચોકલેટ ખાવીઃ ચોકલેટમાં કેફીન હોય છે. જે ઊંઘને ડિસ્ટર્બ કરે છે. આથી ઊંઘતા પહેલા ટાળવી. 

     

    સ્મોકિંગ અને ડ્રિંકિંગઃ સિગારેટ અને દારુ કોઇ પણ સમયે લેવાથી શરીરને નુકસાન પહોંચતું હોય છે. આવી કુટેવ તમને અનિદ્રાના રોગી બનાવી શકાવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ