• Home
  • Lifestyle
  • Health
  • આ શાકભાજી ખાવાથી બચી શકો છો કેન્સર જેવી બીમારીથી| These vegetables are beneficial for Diabetes patients

આ શાકભાજી ખાવાથી બચી શકો છો કેન્સર જેવી બીમારીથી

આમા ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે

divyabhaskar.com | Updated - May 21, 2018, 09:00 PM
આ શાકભાજી ખાવાથી બચી શકો છો કેન્સર જેવી બીમારીથી| These vegetables are beneficial for Diabetes patients

ભારતમાં વિભિન્ન સ્થળો પર અળવીને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેના પાનની પકોડી બનાવીને ખાવાનું પસંદ કરે છે તો કેટલાક તેનું શાક બનાવીને ખાતા હોય છે.

યુટિલિટી ડેસ્કઃ ભારતમાં વિભિન્ન સ્થળો પર અળવીને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેના પાનની પકોડી બનાવીને ખાવાનું પસંદ કરે છે તો કેટલાક તેનું શાક બનાવીને ખાતા હોય છે. કેટલાક સ્થળોએ તો વ્રતમાં ફળાહાર તરીકે પણ તેને ખાવામાં આવે છે. સરળતાથી મળી જતા હોવા છતાં અળવી વધુ લોકપ્રિય નથી, પરંતુ તેના ફાયદા ચોંકાવનારા છે. તેમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે સિવાય તેમા ભરપૂર માત્રમાં એન્ટી-ઓક્સીડેંટ પણ હોય છે. તો આવો જાણીએ અરબી ખાવાના ફાયદા વિશે.

બ્લ્ડ પ્રેશર અને હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓથી બચાવે છે (Blood Pressure & Heart Disease Prevention Tips)
અળવીમાં સોડિયમની સારી માત્રા હોય છે. તે સિવાય તેમા પોટેશિયમ અને મેગ્નીશિયમ પણ ભરપૂર માત્રમાં હોય છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. સાથે જ તણાવથી બચવામાં પણ મદદરૂપ હોય છે.

કેન્સરથી બચાવા માટે (Cancer Prevention Tips)
અળવીમાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેંટ હોય છે જે કેન્સર કોશિકાઓને વિકસિત થતી અટકાવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક (Diabetes Prevention Tips)
અળવીમાં પૂરતા પ્રમાણમાં ફાયબર્સ હોય છે. અળવી ખાવાથી ઇન્સ્યુલિન અને ગ્લૂકોઝના પ્રમાણમાં સંતુલન જળવાઇ રહે છે.

આગળ વાંચો, કેવી રીતે વજન ઓછું કરવામાં બને છે સહાયક ? & TOP Health Benefits of Eating Vegetables and Fruits

આ શાકભાજી ખાવાથી બચી શકો છો કેન્સર જેવી બીમારીથી| These vegetables are beneficial for Diabetes patients

વજન ઓછું કરવામાં સહાયક બને છે (How to Lose Weight)
અળવી ભૂખને નિયંત્રણમાં રાખે છે, સાથે જ તેમા રહેલા ફાયબર્સ મેટાબોલિઝમને સક્રિય બનાવે છે જે વજનને ઘટાડવામાં મદદરૂપ બને છે.

 

પાચન ક્રિયાને મજબૂત બનાવે છે (Improve Digestive System)
અળવીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર્સ હોય છે જેના કારણે પાચન ક્રિયા વધારે સારી બને છે.

X
આ શાકભાજી ખાવાથી બચી શકો છો કેન્સર જેવી બીમારીથી| These vegetables are beneficial for Diabetes patients
આ શાકભાજી ખાવાથી બચી શકો છો કેન્સર જેવી બીમારીથી| These vegetables are beneficial for Diabetes patients
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App