ગર્ભાવસ્થામાં કેવી રીતે સુવું? આ છે સુવાની સાચી રીત

એક મહિલા ગર્ભાવસ્થાની અવસ્થામાં હોય છે, તો તેને અનેક પ્રકારની કઠણાઇઓનો સામનો કરવો પડે છે

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 02:41 PM
ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો
ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો

યુટિલિટી ડેસ્કઃ એક મહિલા ગર્ભાવસ્થાની અવસ્થામાં હોય છે, તો તેને અનેક પ્રકારની કઠણાઇઓનો સામનો કરવો પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન હંમેશા પ્રેગ્નેન્ટ મહિલાઓને આ એક પ્રશ્ન સતાવતો હોય છે કે આ અવસ્થામાં સુવાની સ્થિતિ કેવી હોવી જોઇએ. એક સગર્ભા મહિલાને પહેલા ત્રણ મહીનામાં ઘણી ઉંઘ આવે છે અને બીજા તથા અંતિમ ત્રણ મહીનામાં ઓછી ઉંઘ આવે છે. આવું થવા પાછળનું કારણ ગર્ભમાં ઉછરી રહેલું બાળક, વારંવાર યુરિન આવવું અને અન્ય કેટલાક કારણોને લીધે થાય છે. ગર્ભાવસ્થામાં જો તમને ઉંઘ ન આવતી હોય તો આ માટે તમારે સુવાની સાચી રીતનો અભ્યાસ કરવો જરૂરી છે. એવી રીતો કે જેમાં તમે આનંદાયક અનુભવો. આજે અમે એવી જ રીતો અંગે જણાવી રહ્યાં છીએ.

સીધુ સુવું


પ્રથમ ત્રણ મહીના તમે સીધા સુઇ શકો છો, પરંતુ જ્યારે ગર્ભાવસ્થાના બીજા ત્રણ મહીના શરૂ થાય ત્યારે સીધા સુવાની ટેવથી બચવું જોઇએ. જ્યારે આ અવસ્થાના ત્રીજા ત્રણ મહીનાના ગાળામાં સીધા સુવાથી ગર્ભાશયનો તમામ વજન પીઠ અને શરીરના નીચલા ભાગ પર પડે છે. જેનાથી અનેક પ્રકારની પરેશાનીઓ થઇ શકે છે. જેમ કે પીઠ દર્દ, બવાસીર, અપચો, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જ્યારે સગર્ભા મહિલાના શરીરમાં રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે ત્યારે બાળકના શરીરના મહત્વપૂર્ણ અંગોમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. જેાથી માતા અને બાળક બન્નેના સ્વસ્થ્ય પ્રભાવિત થાય છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ગર્ભાવસ્થામાં સુવાની સાચી રીત

ગર્ભાવસ્થાની સ્થિતિમાં કોઇ એક સાઇડ પર સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે
ગર્ભાવસ્થાની સ્થિતિમાં કોઇ એક સાઇડ પર સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે

એક સાઇડમાં સુવું

ગર્ભાવસ્થાની સ્થિતિમાં કોઇ એક સાઇડ પર સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ડાબી બાજું. તમે જમણી બાજું પણ સુઇ શકો છો, પરંતુ તે એટલું સુરક્ષિત નથી જેટલું ડાબી બાજું સુવું. જમણી બાજુ સુવાથી લિવર પર દબાણ વધે છે. જો તમે જમણી બાજું સુતા હોવ અને તમને થાકનો અનભુવ થાય તો તુરંત સુવાની સ્થિતિ ડાબી બાજું કરી લેવી જોઇએ. 

ગર્ભાવસ્થામાં જેટલા ડાબી બાજુ સુઇએ તેટલું તે સગર્ભા અને તેમના પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
ગર્ભાવસ્થામાં જેટલા ડાબી બાજુ સુઇએ તેટલું તે સગર્ભા અને તેમના પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

ડાબી બાજું સુવુ

ગર્ભાવસ્થામાં જેટલા ડાબી બાજુ સુઇએ તેટલું તે સગર્ભા અને તેમના પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાબી બાજું સુવાથી તમારા અને તમારા બાળકના શરીરમાં લોહીના પ્રવાહને યોગ્ય બનાવે છે. જેનાથી બાળકને ભરપૂરમાત્રમાં ઓક્સિજન અને પોષણ મળે છે. તેનાથી તમારી શરીરના અંદરના ભાગો પર ઓછું દબાણ આવે છે. ડાબી બાજું સુવાથી ઉછરી રહેલા બાળકને ઇજા થવાની સંભાવના રહેતી નથી. 

ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો
ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો

તકિયાનો ઉપયોગ કરવો

ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો. આ અવસ્થામાં તમને સુવામાં કોઇ સમસ્યા થાય છે તેવું લાગે તો તમે તમારા બન્ને પગની વચ્ચે ઓશિકું રાખીને ઉંઘી શકો છો. કારણ કે ડાબી બાજું સુવું સ્વાસ્થ્ય માટે સારું છે. 

X
ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છોગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો
ગર્ભાવસ્થાની સ્થિતિમાં કોઇ એક સાઇડ પર સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છેગર્ભાવસ્થાની સ્થિતિમાં કોઇ એક સાઇડ પર સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે
ગર્ભાવસ્થામાં જેટલા ડાબી બાજુ સુઇએ તેટલું તે સગર્ભા અને તેમના પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છેગર્ભાવસ્થામાં જેટલા ડાબી બાજુ સુઇએ તેટલું તે સગર્ભા અને તેમના પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
ગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છોગર્ભાવસ્થામાં તમે ડાબી બાજું મોઢું તથા ઘૂંટણને વાંકા વાળીને સુઇ શકો છો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App