Home » Lifestyle » Health » These 7 foods you should never reheat

આ 7 વસ્તુઓ વારંવાર ગરમ કરીને ન ખાવી, નહીં તો થશે કેન્સર સહિતના રોગો

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 05:34 PM

વારંવાર ગરમ કરવાથી આ 7 ખોરાક બની શકે છે ઝેર સમાન, ચેતજો

 • These 7 foods you should never reheat
  +5બીજી સ્લાઈડ્સ જુઓ


  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણામાંથી મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતાં જ હોઈએ છીએ, જેથી તે વેસ્ટ ન થાય. જોકે આવું કરવામાં કોઈ જ વાંધો નથી કારણે કે ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે. પરંતુ તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે તેમાથી કેટલાક ખોરાક તો એવા હોય છે જેને વારંવાર ગરમ કરવાથી થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે તે ઝેર બની જાય છે. સાથે જે તેના કારણે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. જેથી તમારે ચોક્કસ જાણી લેવું જોઈએ એવા ખોરાકો વિશે. જેથી તમે અને તમારું પરિવાર વારંવાર ગરમ કરીને ખાતા થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી જાઓ.

  આગળ વાંચો કાય-કયા ખોરાકને વારંવાર ગરમ કરવાથી તે ઝરનું કામ કરે છે.

 • These 7 foods you should never reheat
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  બટેટામાં મોટાપાયે કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. જેથી તે શરીરને જરૂરી પોષણ આપે છે.

  બટાકા 


  આમ તો બટાકા ખાવા વિશે અનેક માન્યતાઓ છે પણ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે બટાકાનું સેવન લાભપ્રદ સાબિત થાય છે. તેમાં અનેક પોષક તત્વો રહેલાં હોય છે. પણ જ્યારે તમે બટાકાને અથવા તેમાંથી બનાવેલી કોઈ વસ્તુને લાંબા સમય સુધી ફ્રિઝમાં મૂકીને પછી ગરમ કરીને ખાઓ છો તો તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે સાથે જ તે વિષાક્ત પદાર્થમાં બદલાઈ જાય છે. જેથી તમારા પેટને ભારે નુકસાન થઈ શકે છે. સાથે જ તેમાં botulism બેક્ટેરિયા પેદા થવા લાગે છે. તો આવું કરવાથી બચવું જોઈએ. બટાકાની વાનગીઓ તરત બનાવેલી જ ખાવી જોઈએ. 

 • These 7 foods you should never reheat
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મશરૂમ અનેક રોગો સામે રક્ષણ કરે છે.

  મશરૂમ 

   

  મશરૂમનું સેવન માનવ સ્વાસ્થ્ય માટે રામબાણ છે. તેના સેવનથી હાઇ બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે તો બીજી તરફ તે સ્થૂળતા ઘટાડવાનું કામ પણ કરે છે. પરંતુ એક વાતનું હમેશા ધ્યાન રાખવું કે મશરૂમ બનાવીને તરત જ તેની ખાઈ લેવા જોઈએ.  જો તમે એને મૂકી રાખીને પછી ખાઓ તો તે ખરાબ થવાની સંભાવના રહે છે અને સાથે જ તે બગડી જવાનો ડર પણ રહે છે. આ સિવાય મશરૂમને વારંવાર ગરમ કરીને પણ ન ખાવા જોઈએ, કારણે કે તે પચવામાં ભારે થઈ જાય છે.

 • These 7 foods you should never reheat
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ગ્રીલ્ડ ચિકન ખાવાથી વધુ ફાયદાઓ મળે છે.

  ચિકન 


  ચિકન એક એવો ખોરાક છે જેને મોટાભાગે લોકો ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ આને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે, જેને ઠંડું કર્યા પછી ગરમ કરીને ખાવાથી તે ટોક્સિનમાં બદલાઇ જાય છે અને પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે ફરી ચિકન ખાવા માગો છો તો તેને ગરમ કર્યા વિના જ ખાવું પણ વારંવાર ગરમ ન કરવું.

 • These 7 foods you should never reheat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બીટમાં ભરપૂર આયર્ન હોય છે. જે લોહી વધારે છે.

  બીટ 

   

  બીટમાં નાઇટ્રેટની માત્રા વધારે હોય છે. જેથી તેને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને પછી તેને ખાવાથી તે શરીરમાં જઈને ઝેરનું કામ કરે છે. 

   

  પાલક 

   

  પાલકને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે પાલકમાં પણ નાઇટ્રેટની માત્રા વધારે હોય છે જેથી તેને ગરમ કરવાથી પાલકમાં રહેલું નાઈટ્રેટ કોર્સિનોજેનિકમાં પરિવર્તિત થઈ જાય છે. જે રોગોનું કારણ બને છે.

 • These 7 foods you should never reheat
  ઈંડાને હાઈ પ્રોટીન ખોરાક માનવામાં આવે છે.

  ઇંડા 

   

  ઇંડાને ઉચ્ચ તાપમાનમાં ગર્મ કરવામાં આવે તો તે ઝેર બની જાય છે. માટે જ બાફેલા ઇંડાને બીજી વાર ગરમ ના કરવા જોઇએ. તેનાથી પેટ બગડી શકે છે.

   

  સેલેરી 

   

  સેલેરી પાલક જેવી જ ભાજી છે.તેમાં નાઇટ્રેટ સારી માત્રામાં હોય છે. મોટાભાગના લોકો સૂપમાં સેલેરીનો ઉપયોગ કરતા હોય છે. જેને વારંવાર ગરમ કરવાથી તે વિષમાં પરિવર્તિત થઇ શકે છે. તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. 
   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ