Divya Bhaskar

Home » Lifestyle » Health » જાણો શું છે સ્નેક ડાયટ, વજન ઉતારવા માટે યોગ્ય છે કે નહીં । The Snake Diet can help to loss weight and how it works

જાણો શું છે સ્નેક ડાયટ, વજન ઉતારવા માટે યોગ્ય છે કે નહીં

Divyabhaskar.com | Updated - May 19, 2018, 08:46 PM

આમાં 48 કલાક એટલે બે દિવસ સુધી ભૂખ્યા રહેવાનું હોય છે અને એપલ સિડર વિનેગરને ખોરાકમાં લો

  • જાણો શું છે સ્નેક ડાયટ, વજન ઉતારવા માટે યોગ્ય છે કે નહીં । The Snake Diet can help to loss weight and how it works
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ હાલના સમયમાં વજન ઉતારવો એ એક ક્રેઝ બની ગયો છે. વજન ઉતારવા માટે લોકો વિભિન્ન પ્રકારની થિયરીનો ઉપયોગ કરતા હોય છે. આવી જ એક રીતે સ્નેક ડાયટ હાલ ઘણી ચલણમાં છે. આ રીતને એટલા માટે સ્નેક ડાયટ કહેવામાં આવે છે કે આ ડાયટમાં જેટલા સમયે સાપ ખાય છે તેનું પાલન કરવાનું રહે છે. આ ડાયટને કેટો ડાયટ કરતા સારું માનવામાં આવે છે. જોકે કેટલાક જાણકારો તેનો વિરોધ કરે છે.

    આ ત્રણ ચરણમાં લેવામાં આવે છે. જાણો કેવી રીતે

    પહેલું ચરણ


    - આમાં 48 કલાક એટલે બે દિવસ સુધી ભૂખ્યા રહેવાનું હોય છે અને એપલ સિડર વિનેગરને ખોરાકમાં લો.


    આનાથી શું થશે ?


    - આનાથી શરીરમાં જેટલું પણ ટોક્સિન હશે તે પૂર્ણ થઇ જશે. સાથે સિંધાલૂણનું પાણી પીવાનું હોય છે, જેનાથી ઉલટી થશે અને શરીર સારી રીતે સાફ થઇ જશે.

    બીજું ચરણ


    - આમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું છે.
    - વજન ઓછુ થશે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • જાણો શું છે સ્નેક ડાયટ, વજન ઉતારવા માટે યોગ્ય છે કે નહીં । The Snake Diet can help to loss weight and how it works

    ત્રીજુ ચરણ 

    -  આમાં પ્રાકૃતિક રીતે ભૂખ લાગવા પર સામાન્ય ખોરાક લેવાનો હોય છે. 
    -  ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવાનો દાવો કરાય છે. આ ડાયટમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું છે. એટલે એક જ વારના ખોરાકમાં શરીરને પોષિત કરવાનું છે. જ્યારે તેનો પ્રભાવ પૂર્ણ થાય ત્યારે ભોજન કરવામાં આવે. 

    કેમ તેને સારું માનવામાં નથી આવતું ? 

    - બિલકુલ નથી. સાપ અને માણસની પાચનક્રિયામાં ઘણું અંતર છે. કેટલાંય કારણોથી આ ડાયટ શરીર માટે સારું નથી માનવામાં આ‌વતું.

    આવું શા માટે 

    - આમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું છે. 
    - 24 કલાકમાં એક જ વાર ખાવાનું હોય છે, જ્યારે પહેલા ચરણમાં તો બે દિવસ સુધી. 
    - જેમ કે તમે ભૂખ્યા રહેવાનું બંધ કરી દો કે તમારું વજન વધી જાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending