લોટમાં નથી પ્લાસ્ટિકઃ આ 1 વસ્તુના કારણે ખેંચાય છે પ્લાસ્ટિકની જેમ

લોટ બાંધ્યા પછી લોટ પ્લાસ્ટિકની જેમ ખેંચાવા લાગે છે. લોટમાં પ્લાસ્ટિક મિક્સ કરવામાં આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:19 PM
ઘઉંમાં પ્રાકૃતિક રૂપથી ગ્લૂટેન નામનું પ્રોટીન હોય છે. ફૂડ રેગુલેટર એફએસએસઆઈનો નિયમ છે કે લોટમાં ઓછામાં ઓછું 6 ટાક ગ્લૂટેન હોવું જોઈએ.
ઘઉંમાં પ્રાકૃતિક રૂપથી ગ્લૂટેન નામનું પ્રોટીન હોય છે. ફૂડ રેગુલેટર એફએસએસઆઈનો નિયમ છે કે લોટમાં ઓછામાં ઓછું 6 ટાક ગ્લૂટેન હોવું જોઈએ.

યૂટિલિટી ડેસ્કઃ સોશિયલ મીડિયા અને કેટલીક વેબસાઇટ્સ પર આજકાલ લોટ સાથે જોડાયેલા એક ન્યૂઝ ચાલી રહ્યા છે. કેટલાક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે લોટ બાંધ્યા પછી લોટ પ્લાસ્ટિકની જેમ ખેંચાવા લાગે છે. લોટમાં પ્લાસ્ટિક મિક્સ કરવામાં આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ગ્રાહકોની ફરિયાદ પછી દિલ્હી સહિત અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યાં અને તપાસ માટે લોટના સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે બ્રાન્ડ્સ વિશે લોકો ફરિયાદ કરી રહ્યા છે તેમાં આશીર્વાદ અને શક્તિભોગ મુખ્ય છે. નિષ્ણાતો અને કંપનીઓએ આ ફરિયાદને ખોટી બતાવી છે.

આ વાતો આવી છે સામે

આશીર્વાદનો લોટ બનાવનારી કંપની આઇટીસીના ફૂડ બિઝનેસના પ્રમુખ હેમંત મલિકે જણાવ્યું છે કે ઘઉંમાં પ્રાકૃતિક રૂપથી ગ્લૂટેન નામનું પ્રોટીન હોય છે. ફૂડ રેગુલેટર એફએસએસઆઈનો નિયમ છે કે લોટમાં ઓછામાં ઓછું 6 ટાક ગ્લૂટેન હોવું જોઈએ. માઇક્રોકેમ સિલિકરની ડિસેમ્બરની એક લેબ રિપોર્ટ બતાવે છે કે આશીર્વાદ લોટમાં 10.4%, પિલ્સબરીમાં 9%, સિલ્વર કોઇનમાં 9.7% અને પતંજલિ બ્રાન્ડના લોટમાં 10.3 % ગ્લૂટેન છે.

આગળ જાણો, કંપનીના ડાયરેક્ટરનું આ વિશે શું કહેવું છે...

પાણી મિક્સ કરવા પર ગ્લૂટેનના કારણે જ લોટના લુવા બને છે, જેને આપણે વણીને રોટલી બનાવીએ છીએ. સારી ક્વાલિટીના લોટમાં 8થી 10% ગ્લૂટેન હોય છે.
પાણી મિક્સ કરવા પર ગ્લૂટેનના કારણે જ લોટના લુવા બને છે, જેને આપણે વણીને રોટલી બનાવીએ છીએ. સારી ક્વાલિટીના લોટમાં 8થી 10% ગ્લૂટેન હોય છે.

સોશિયલ મીડિયાના ન્યૂઝને ગણાવ્યાં ખોટા

 

ભારતીય ઘઉં અને જવ અનુસંધાન સંસ્થાનના પૂર્વ ડાયરેક્ટર જે. પી. ટંડને પણ આ ન્યૂઝને ખોટા ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે પાણી મિક્સ કરવા પર ગ્લૂટેનના કારણે જ લોટના લુવા બને છે, જેને આપણે વણીને રોટલી બનાવીએ છીએ. સારી ક્વાલિટીના લોટમાં 8થી 10% ગ્લૂટેન હોય છે. તેમણે એવું પણ કહ્યું કે જો લોટમાં ગ્લૂટેન ન બનતો હોય તો તેનો અર્થ છે કે ઘઉં ખરાબ છે. હેમંતે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર આવા વીડિયો કન્ટેન્ટના વિરુદ્ધ બેંગલુરૂ અને હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે કહ્યું કે લોટમાં પ્લાસ્ટિક મિક્સ કરવાની વાત એટલે પણ બકવાસ છે કારણ કે લોટ 25થી 30 રૂપિયા કિલો વેંચાય છે અને પ્લાસ્ટિકનો ભાવ 100 રૂપિયા કિલો કરતા પણ વધુ છે.

 

સારી ક્વોલિટીના લોટમાં 8થી 10% ગ્લૂટેન

 

- સારી ક્વોલિટીના લોટમાં 8થી 10% સુધી ગ્લૂટેન હોય છે.

- પાણી મિક્સ કરવા પર ગ્લૂટેનના કારણે જ લોટના લુવા બને છે.

- પ્લાસ્ટિક 100 રૂપિયા કિલો અને લોટ 25થી 30 રૂપિયા કિલો, એટલે તેને લોટમાં મિક્સ કરવાની વાત તદ્દન ખોટી છે.

X
ઘઉંમાં પ્રાકૃતિક રૂપથી ગ્લૂટેન નામનું પ્રોટીન હોય છે. ફૂડ રેગુલેટર એફએસએસઆઈનો નિયમ છે કે લોટમાં ઓછામાં ઓછું 6 ટાક ગ્લૂટેન હોવું જોઈએ.ઘઉંમાં પ્રાકૃતિક રૂપથી ગ્લૂટેન નામનું પ્રોટીન હોય છે. ફૂડ રેગુલેટર એફએસએસઆઈનો નિયમ છે કે લોટમાં ઓછામાં ઓછું 6 ટાક ગ્લૂટેન હોવું જોઈએ.
પાણી મિક્સ કરવા પર ગ્લૂટેનના કારણે જ લોટના લુવા બને છે, જેને આપણે વણીને રોટલી બનાવીએ છીએ. સારી ક્વાલિટીના લોટમાં 8થી 10% ગ્લૂટેન હોય છે.પાણી મિક્સ કરવા પર ગ્લૂટેનના કારણે જ લોટના લુવા બને છે, જેને આપણે વણીને રોટલી બનાવીએ છીએ. સારી ક્વાલિટીના લોટમાં 8થી 10% ગ્લૂટેન હોય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App