Divya Bhaskar

Home » Lifestyle » Health » Mistakes You Should Never Do While Washing Your Face

ચહેરો ધોતી વખતે આ 6 ભૂલો પહોંચાડે છે સ્કિનને ગંભીર નુકસાન, રહેજો બચીને

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 05:21 PM

ચહેરો ધોતી વખતે તમારી નાની-નાની ભૂલો તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.

  • Mistakes You Should Never Do While Washing Your Face
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ ચહેરો ક્લીન રાખવા માટે તમે પણ ફેસવોશ અથવા ક્લીન્ઝરનો ઉપયોગ કરતા હશો? પરંતુ શું તમે ચહેરો ધોતી વખતે યોગ્ય રૂલ્સ ફોલો કરો છો? હા, ભલે તમને આ સાંભળીને લાગે કે શું ચહેરો ધોતી વખતે રૂલ્સ હોય શકે છે, પરંતુ ચહેરો ધોતી વખતે તમારી નાની-નાની ભૂલો તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. તો તમે પણ જાણો Skin Appealની cosmetologist Monika Misra પાસે કે ફેસવોશ ઉપયોગ કરતી વખતે કઈ ભૂલો છે, જેનાથી બચીને રહેવું જોઈએ.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ચહેરો ધોતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ...

  • Mistakes You Should Never Do While Washing Your Face
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    વધુ ગરમ અથવા ઠંડા પાણીનો ઉપયોગ ન કરો

     

    ચહેરો ધોવા માટે ન તો વધુ ગરમ પાણી અને ન તો વધુ ઠંડા પાણીનો ઉપયોગ કરો. આ બંને ટેમ્પ્રેચર પર પાણી તમારી સ્કિનમાં રહેલા બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. આ સિવાય, ઠંડા પાણીના કારણે પ્રોડક્ટ તમારી સ્કિનમાં સરખી રીતે ઓબ્સોર્બ નથી થઈ શકતા અને તેનાથી તેનો સંપૂર્ણ ફાયદો નથી મળી શકતો. કાયમ ફેસવોશ માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો.

  • Mistakes You Should Never Do While Washing Your Face
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    કોઈ પણ ફેસવોશનો ઉપયોગ ન કરો

     

    શું તમે પણ કોઈ ફેસવોશની એડ જોઈ છે અને તેને સમજ્યાં-વિચાર્યા વિના જ ખરીદી લીધું છે? જો તમે આવી ભૂલ કરી છે, તો હવે તેને બીજી વખત ન કરો. કાયમ તમારી સ્કિન ટાઇપ અથવા પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને ફેસવોશ પસંદ કરો. મોનિકાની માનીએ તો ઓઇલી સ્કિન માટે સેલિસિલિક એસિડવાળા અથવા Cetaphil બ્રાન્ડના ફેસવોશનો ઉપયોગ કરો. તેમજ ડ્રાય સ્કિન માટે કોઈ મેડિકેટેડ ક્લીન્ઝર, Cetaphil, Dove અથવા Pearsના ફેસવોશ પસંદ કરો. સ્કિન સેન્સિટિવ છે તો તમે કોઈ પણ મેડિકેટેડ માઇલ્ડ ક્લીન્ઝરનો ઉપયોગ કરો. તમારી સ્કિન એક્ને-પ્રોન છે, તેના માટે તમે સેલિસિલિક એસિડવાળા ફેસવોશનો ઉપયોગ કરો.

  • Mistakes You Should Never Do While Washing Your Face
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મેકઅપ રિમૂવ કર્યા વિના ચહેરો ધોવો

     

    તમને પણ જો એવું લાગે છે કે ફેસવોશ તમારા મેકઅપને પણ સાફ કરી દેશે એટલે તેને રિમૂવ કર્યા વિના ચહેરો ધોવામાં કોઈ પરેશાની નથી, તો તમે ખોટા છો. મેકઅપની સાથે ફેસવોશ મિક્સ થઈને તમારા સ્કિન પોર્સને બંધ કરી શકે છે, જેનાથી તમને પિંપલ્સની પરેશાની થઈ શકે છે. એટલે જો તમે મેકઅપ કરો છો, તો કાયમ તેને રિમૂવ કરીને ફેસવોશ કરો.

  • Mistakes You Should Never Do While Washing Your Face
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હાથ ધોયા વિના ન લગાવો ફેસવોશ

     

    માત્ર ફેસવોશ ઓપન કર્યું અને તેને અપ્લાય કરી દીધું. કાયમ આપણે બધા એવું જ કરતા હોઈએ છીએ, પરંતુ આ સ્ટેપ પહેલા જરૂરી હોય છે કે તમે તમારા હાથને સરખી રીતે ધોવો. તમારા હાથમાં રહેલી ગંદકી અને બેક્ટેરિયા ફેસવોશની સાથે તમારી સ્કિનમાં એન્ટર થઈને ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. એટલે કાયમ ફેસવોશ અપ્લાય કરતા પહેલા હાથને સરખી રીતે ધોવાનું ન ભૂલો. તેની સાથે જ ટ્રાય કરો કે તેને રિમૂવ કરતા પહેલા કોઈ સાફ અને સોફ્ટ ભીના ટોવેલથી ફેસવોશને સરખી રીતે લૂછી લો અને પછી નવશેકા પાણીથી ધોવો.

  • Mistakes You Should Never Do While Washing Your Face

    ઉતાવળ ન કરો

     

    કોઈ પણ પ્રોડક્ટને અસર દેખાડવા માટે તેને થોડા સમય માટે ચહેરા પર અપ્લાય કરીને રાખવું જરૂરી હોય છે. પરંતુ કાયમ આપણે ઉતાવળમાં ફેસવોશ લગાવીને જ ધોઈ લઈએ છીએ. આવું ક્યારેય ન કરો. ઓછામાં ઓછી 2 મિનિટ સુધી તેને લગાવીને ચહેરાને હળવા હાથે રબ કરો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો તેને વધુ પ્રેશરની સાથે ક્યારેય ન ઘસો.

     

    એક વખત ચહેરો ન ધોવો

     

    તમે કેટલા પણ બિઝી કેમ ન હોવ સવારે અને સાંજે એમ દરરોજ 2 વખત ફેસવોશ અથવા ક્લીન્ઝરથી ચહેરો ધોવાનું ન ભૂલો. તેની સાથે જ, સપ્તાહમાં 2 વખત કોઈ સોમ્ય સ્ક્રબનો પણ ઉપયોગ કરો. તેનાથી સ્કિનની અંદર સુધી સફાઈ થશે અને પિંપલ્સ જેવી પરેશાનીથી છુટકારો મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending