હમેશાં હેલ્ધી રહેતાં લોકોમાં હોય છે આ 8 સારી આદતો, તમે પણ જાણીને અપનાવો

Health Desk

Health Desk

Jun 11, 2018, 12:46 PM IST
The 8 Daily Habits Of Healthy People

હેલ્થ ડેસ્ક: કેટલાક લોકો એવા હોય છે જે જીવનમાં નાના-નાના ફેરફાર લાવીને અને દિનચર્યાને સુધારીને પોતાની જાતને હેલ્ધી રાખે છે અને સ્વસ્થ જીવન વિતાવે છે. તો આજે આ લેખમાં અમે તમને સ્વસ્થ અને ફિટ રહેતાં લોકોની 8 સારી આદતો વિશે જણાવીશું.


સવારે 6 વાગે જાગવાની આદત બનાવો


સ્વસ્થ લોકોની આદતોમાં સવારે વહેલાં ઉઠવું અને રાતે વહેલાં સૂઈ જવું, આ બંને આદતો સામેલ હોય છે. ફિટનેસ પ્રેમીઓ સવારે 6 વાગે જાગી જાય છે. હકીકતમાં આપણા શરીરની નર્વસ સિસ્ટમ પ્રકાશના આધારે પ્રતિક્રિયા કરે છે. સૂર્યના વધતાં અને ઘટતાં પ્રકાશથી શરીર અને મગજને સંકેત મળે છે. જે ઊર્જા આપનાર કારકોને સક્રિય કરે છે. જેથી જે લોકો સવારે વહેલાં જાગે છે તેઓ સ્વસ્થ રહે છે.


પૂરતી ઊંઘ લેવી


કેટલાક લોકોને ઊંઘના મહત્વ વિશે ખબર નથી હોતી, જેના કારણે તેઓ પૂરતી ઊંઘ લેતા નથી. પરંતુ ભરપૂર ઊંઘ લેવાથી આપણાં શરીરની સાથે મગજને પણ આરામ મળે છે અને વ્યક્તિનું વજન પણ નિયંત્રણમાં રહે છે. સ્કિન પણ હેલ્ધી રહે છે.


દૂધવાળી ચાની જગ્યાએ ગ્રીન ટી પીઓ


જે લોકો ફિટ હોય છે તેઓ સૌથી પહેલાં ચાને બાય-બાય કહી દે છે. તેની જગ્યાએ ગ્રીન ટીનું સેવન બેસ્ટ છે. હકીકતમાં જ્યારે તમે ચા કે કોફીની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરો છો ત્યારે તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તમારા આખા શરીરને ફાયદો પહોંચાડે છે. ગ્રીન ટીનું સેવન ફ્રી રેડિકલ્સને થતાં નુકસાનને ઠીક કરવામાં મદદ મળે છે. આની સાથે જ ગ્રીન ટીનું સેવન એનર્જી પણ આપે છે અને વજનને પણ ઘટાડે છે.


ઠંડા પાણીથી સ્નાન કરો


શિયાળા સિવાય હમેશાં ઠંડા પાણીથી જ સ્નાન કરવું જોઈએ. સ્વસ્થ રહેતાં લોકોની આદતોમાં આ આદત પણ સામેલ હોય છે. કારણ કે ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચા અને વાળને નુકસાન થઈ શકે છે. કેટલાક લોકો બહુ વધારે ગરમ પાણીથી સ્નાન કરે છે. જેના કારણે ત્વચાને નુકસાન થાય છે. ગરમ પાણી ત્વચાને રૂક્ષ બનાવી દે છે અને તેનાથી કરચલી પણ પડવા લાગે છે.


નિયમિત કસરતને જીવનશૈલીમાં સામેલ કરો


રેગ્યૂલર કસરત કરવી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. તેના માટે તમે ગમે તે કસરત કરી શકો છો. પરંતુ કસરત કરવી જ જોઈએ. આનાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે અને બોડીમાંથી ટોક્સિન્સ પણ બહાર નીકળી જાય છે.


મેડિટેશન માટે સમય કાઢો


દરેક વ્યક્તિએ પોતાના માટે સમય કાઢવો જ જોઈએ અને પોતાની જાત સાથે કનેક્ટ થવા માટે મેડિટેશન શ્રેષ્ઠ છે. દરરોજ 15થી 20 મિનિટ મેડિટેશન અવશ્ય કરવું જોઈએ. તમે સવારે અથવા રાતે સૂતી વખતે પણ મેડિટેશન કરી શકો છો. આનાથી જીવનમાં રહેલો તણાવ દૂર થાય છે. હોર્મોન્સનું સંતુલન જળવાય છે. બ્લડપ્રેશર સામાન્ય રહે છે.


બ્રેકફાસ્ટ કરવાની આદત


તમે સવારે જે ખાઓ છો તેની અસર આખો દિવસ રહે છે. સવારનો નાસ્તો હેલ્ધી હોવાની સાથે-સાથે સ્વાદિષ્ટ પણ હોવો જોઈએ. સવારનો નાસ્તો તમને આખો દિવસ ઊર્જાવાન બનાવીને રાખે છે. જો તમે દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો છો તો આખા દિવસ દરમિયાન ઉદભવતો તણાવ ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે. આ સિવાય દરરોજ બ્રેકફાસ્ટ કરવાથી મગજ તેજ બને છે, બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. આ જ કારણથી સ્વસ્થ લોકો ક્યારેય બ્રેકફાસ્ટ સ્કિપ કરતાં નથી.


રાતે 10 વાગે દિવસ ખતમ કરો


જો તમે તમારા બધાં કામ પતાવીને રાતે 10 વાગ્યા સુધી પથારીમાં સૂવા આવી જાઓ તો સાડા દસ સુધી તમને ઊંઘ આવી શકે છે. જેથી તમે બીજા દિવસ સવારે વહેલાં ઊઠી પણ શકો છો. કારણ કે તમે રાતે જેટલાં મોડા સુધી જાગશો બીજા દિવસે સવારે એટલા જ મોડા સુધી ઉંઘશો. જેથી રાતે વહેલાં જમવાની અને વહેલાં સૂવાની આદત બનાવવી. આ આદતોની મદદથી તમે તમારી જાતને ફિટ રાખી શકશો અને સ્વસ્થ જીવન જીવી શકશો.

X
The 8 Daily Habits Of Healthy People
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી