Home » Lifestyle » Health » The 7 Best Pineapple Juice Benefits

પાઈનેપલ જ્યૂસ પીવાથી તમારી આ 7 તકલીફો દૂર થઈ શકે છે, આજથી જ કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 01:33 PM

હાર્ટ પ્રોબ્લેમ, મેદસ્વિતા, આંખો માટે અતિઉત્તમ છે પાઈનેપલ જ્યૂસ, જાણો તેના ફાયદા

  • The 7 Best Pineapple Juice Benefits
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉનાળામાં જ્યૂસ પીવાનું ચલણ ખૂબ જ વધી જાય છે. તેમાં પણ પાઈનેપલ જ્યૂસને લોકો વધારે પસંદ કરે છે. આ બજટમાં હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે. ડો. અબરાર મુલતાની જણાવે છે પાઈનેપલ એક એવું ફ્રૂટ છે જેમાં વિટામિન, એન્જાઈમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ એક સાથે મળી જાય છે. આ હાડકાંઓને મજબૂત રાખવાની સાથે, ઈનડાઈજેશનને ઠીક કરવામાં મદદ કરે છે. સ્વીટ હોવા છતાં પણ તેમાં લો કેલરી હોય છે. તેમાં એટલાં બધાં ગુણ હોય છે કે તે અનેક બીમારીઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કઈ પ્રકારની સમસ્યાને ઠીક કરવા પાઈનેપલ જ્યૂસ પીવું જોઈએ.


    પેટની બીમારીમાં


    પાઈનેપલ જ્યૂસમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે. જે પેટના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ જ્યૂસ પીવાથી પેટ ફુલવાની પ્રોબ્લેમમાં રાહત મળે છે. આ જ્યૂસમાં એવા એન્જાઈમ્સ હોય છે જે પ્રોટીનને ડાઈજેસ્ટ કરવામાં મદદ કરે છે.


    આગળ વાંચો કોણે પાઈનેપલનો જ્યૂસ અચૂક પીવું જોઈએ.

  • The 7 Best Pineapple Juice Benefits
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓબેસિટીમાં

     

    પાઈનેપલ જ્યૂસમાં ફેટ નહીવત્ અને કેલરી ઓછી હોય છે. જેથી તેને પીવાથી વજન ઘટાડવામાં મદદ થાય છે.

  • The 7 Best Pineapple Juice Benefits
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આંખોની સમસ્યામાં


    પાઈનેપલમાં રહેલાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન એ આપણી આંખો માટે બહુ જ લાભકારી હોય છે. તેનો જ્યૂસ રોજ પીવાથી આંખોની બીમારીઓ દૂર થાય છે.

  • The 7 Best Pineapple Juice Benefits
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્કિન પ્રોબ્લેમમાં


    પાઈનેપલમાં રહેલું વિટામિન સી અને પોટેશિયમ ત્વચા માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી ચહેરા પરના ખીલ, એક્ને અને કાળા ડાઘા દૂર થાય છે. 

  • The 7 Best Pineapple Juice Benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અસ્થમામાં


    પાઈનેપલમાં બીટા કેરોટીન અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. તેનો જ્યૂસ પીવાથી અસ્થમામાં પણ લાભ છે.

  • The 7 Best Pineapple Juice Benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આર્થ્રાઈટિસના દર્દીઓ માટે


    આ જ્યૂસમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી આર્થ્રાઈટિસમાં થતાં દર્દ અને સોજાની પ્રોબ્લેમ દૂર થાય છે. 

  • The 7 Best Pineapple Juice Benefits

    હાર્ટના પેશન્ટ માટે


    આ જ્યૂસમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે. જેનાથી બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે. સાથે જ હાર્ટ ડિસીઝનો ખતરો પણ ઓછો થાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending