રોજ ખાઓ આ 5 નટ્સ, 10 દિવસમાં ઘટવા લાગશે વજન

મગફળીમાં વિટામિન ઇ, ફોલેટ અને મેગ્નીજનો મોટો સોર્સ હોય છે

divyabhaskar.com | Updated - Jun 05, 2018, 03:34 PM
The 5 nuts will lose your weight in 10 days

હેલ્થ ડેસ્ક: વજન ઓછું કરવા માટે તો હજારો નુસ્ખા અને દવાઓ છે જે ઓછા સમયમાં વજન ઓછું કરી આપવાનો દાવો કરે છે, જોકે તેનું જોઇએ એટલું પરિણામ નથી મળતું. આજે અમે આપને ના તો કોઇ નુસ્ખા અથવા ના તો કોઇ દવાઓ વિશે જણાવી રહ્યા છે. આજે માત્ર તમને કેટલાક નટ્સ વિશે જણાવીશું જેને ખાવાથી તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. સાથે જ તમે હાર્ડ અટેક, કેન્સર, વૃદ્ધાવસ્થા જેવી અનેક બીમારીઓથી પણ બચાવી રાખે છે.

અખરોટ

અખરોટમાં ભરપૂર એન્ટી-ઑકિસડન્ટ હોય છે. જે કોશિકાઓને નુકસાન થવું, હાર્ડ સંબંધિત બીમારીઓ, કેન્સર, જલ્દી વૃદ્ધાવસ્થા આવવી જેવી સમસ્યાઓથી બચાવે છે. તેમાં હેલ્દી અનસેચુરેટિડ ફેટ હોય છે. દરરોજ એકથી બે અખરોટ રેગ્યુલર મીલમાં ખાવા જોઇએ.

મગફળી


મગફળીમાં વિટામિન ઇ, ફોલેટ અને મેગ્નીજનો મોટો સોર્સ હોય છે. તે દિલમાં થતી બીમારીઓથી દૂર રાખે છે. પણ તેને યોગ્ય માત્રમાં ખવાય તો જ. દિવસભરમાં 8થી 10 મગફળી ખાય શકાય છે. બાફેલી શાકભાજી સાથે શેકેલી મગફળી એક ખાવી એ એક બેસ્ટ ઓપ્શન છે.

કાજુ

કાજુમાં આયરમ, મેગ્નીશિયમ અને જિંક હોય છે. કાજુમાં રહેલું આયરન કોશિકાઓમાં ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છે. સાથે તે એનિમિયાથી પણ બચાવે છે, તો બીજી તરફ જિંક ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. એક્સપર્ટ્સ ના જણાવ્યા અનુસાર પોતાના રુટિનમાં ઓછામાં ઓછા પાંચ કાજુ તો જરૂર ખાવા જોઇએ.

પિસ્તા

પિસ્તા વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય છે કારણકે એક પિસ્તામાં ચારથી પણ ઓછી કેલરી હોય છે. તેનાથી હાર્ડ અટેકનું કારણ બનતા બ્લડ ક્લોટિંગનો ભય પણ ઘણો ઓછો રહે છે. સાથે જ આમા વિટામિન-ઇ પણ હોય છે જે શરીરને મજબૂત બનાવે છે.


બદામ

બીજા નટ્સની સરખામણીએ બદામમાં સૌથી વધારે ફાઇબર હોય છે. તેના એક ઓઝમાં લગભગ ત્રણ ગ્રામ જેટલું ફાઇબર હોય છે, એટલુ જ નહીં, તેમા પણ વિટામિન-ઇ ભરપૂર માત્રમાં હોય છે. જે એક શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ છે. બદામથી વજન પણ ઓછુ કરી શકાય છે. એક રિસર્ચ અનુસાર, વજન ઘટાડવા માંગતા લોકો પોતાના ડાયટમાં બદામનો સમાવેશ કરી લે તો તેનું વજન ખુબજ ઝડપથી ઘટવા લાગશે. તે સિવાય બદામ બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. એક દિવસમાં આઠથી દસ ભીની બદામ ખાવી જોઇએ.

X
The 5 nuts will lose your weight in 10 days
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App