હેલ્થ ડેસ્કઃ વર્કઆઉટનું ચલણ તમામ ઉમરમાં મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. એવામાં સવાલ ઉભો તાય છે કે વર્કઆઉટ પહેલાં શું લઇ શકાય છે અને કેટલાં પ્રમાણમાં લેવું જોઇએ, કારણ કે વર્કઆઉટના પહેલાં પણ શરીરને તાકાતની જરૂરિયાત હોય છે. દરેક માઇક્રોન્યુટ્રીએન્ટનું મહત્વ છે અને જરૂરી છે એ જાણવું કેટલાં પ્રમાણમાં એને લેવું જોઇએ.
કાર્બ્સ : માસપેશિયો કાર્બ્સથી પોતાના માટે ગ્લુકોઝ લે છે,જેથી શરીરને ઊર્જા મળી શકે. ગ્લાયકોજનના રૂપમાં શરીરમાં ગ્લુકોઝ લિવર અને માસપેશિયોમાં સ્ટોર રહે છે. ભલે એકસરસાઇઝ ઓછી થાય કે વધારે માંસપેશિયોમાં રહેલું ગ્લાયકોજન જ ઊર્જા આપશે.
આ લઇ શકાય છે : એક વાટકી ઓટ્સ, કિનોઆ, બટાકા, કેળાં, સૂકો મેવો અથવા શક્કરિયા. આમાં વધારે મીઠું અને મરચાંનો ઉપયોગ ના કરો. ખોરાકમાં ઉપયોગ એક વાટકીથી વધારે ન કરો, કારણ કે વર્કઆઉટ કરવાનું છે.
પ્રોટીન : આને ખોરાકમાં લેવાથી વર્કઆઉટમાં મદદ મળશે. અથવા તો માત્ર પ્રોટીન અથવા આને કાર્બ્સની સાથે ખાઇ શકો છો. મસલ્સ પ્રોટીન સિન્થેસિસ વધે છે. આને ખોરાકમાં 20 ગ્રામ લેવામાં આવશે તો એક્સર્સાઇઝ સારી રીતે થઇ શકશે.
કેટલું ખાઇ શકો છો ?
- જો તમારે ચાર કલાક પછી વર્કઆઉટ કરવાનું છે તો પૂરો ખોરાક ખાઇ શકો છો. અથવા કાર્બ્સ, પ્રોટીનનો સારો ડાયટ લઇ શકો છો.
- જો તમારે ત્રણ કલાક પછી વર્કઆઉટ કરવાનું છે તો સેન્ડવીચ, બ્રાઉન રાઇસ અથવા રોસ્ટેડ વેજિટેબલનો પ્રયોગ કરવો જોઇએ.
- બે કલાક પછી જો વર્કઆઉટ કરવાનું છેતો દૂધ પી શકો છો, અથવા કેળા અને બ્લેકબેરી વગેરે લઇ શકો છો. એક કપ ઓટ્સની સાથે કેળાં અને બદામ પણ લેશો તો સારું રહેશે.
- જો એક કલાકથી પણ ઓછા સમયમાં વર્કઆઉટ કરવાનું છે તો ગ્રીક યોગર્ટ, ફળ, ન્યૂટ્રીશન બાર, કેળાં, નારંગી અથવા સફરજન લઇ શકો છો