Home » Lifestyle » Health » symptoms may signal heart trouble

જો થતી હોય આ પાંચ સમસ્યા તો હોઇ શકે છે હાર્ટ પ્રોબ્લેમ

Divyabhaskar.com | Updated - Jan 17, 2018, 08:02 PM

છાતીમાં દુઃખાવા ઉપરાંત પણ એવા ઘણા લક્ષણો છે જે અંગે જાણવું જરૂરી છે

  • symptoms  may signal heart trouble
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે છાતીમાં દુઃખાવો થાય એટલે હૃદય સંબંધી બીમારી હશે, પરંતુ તેના સિવાય પણ એવા ઘણા લક્ષણો છે જે જણાવી દે છેકે તમારું હૃદય સામાન્ય સ્થિતિમાં નથી. હૃદય રોગનું જોખમ લક્ષણો હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, તંબાકું સેવન, તણાવગ્રસ્ત જીવનશૈલી, મોટાપો અને પરિવારિક સમસ્યા ધરાવતા લોકોને હોઇ શકે છે. તેમ છતાં છાતીમાં દુઃખાવા ઉપરાંત પણ એવા ઘણા લક્ષણો છે જે અંગે જાણવું જરૂરી છે. તો ચાલો એ લક્ષણો કયા છે તે અંગે માહિતી મેળવીએ.

    કારણ વગરનો દુઃખાવો


    હૃદય સુધી લોહી પહોંચાડતી નડીમાં બ્લોકેજ હોય ત્યારે હૃદયને પોતાની ક્રિયા કરવામાં સમસ્યા થાય છે અને દુઃખાવો થતો હોય છે. જોકે દરેક સમયે આ દુઃખાવો છાતીમાં થાય તેવું જરૂરી નથી ક્યારેક આ દુઃખાવો ખંભા, હાથ, પીઠ, જડબું, ઉદરમાં થાય છે. જ્યારે કસરત કરતી વખતે આ ભાગોમાં દુઃખાવો થાય અને રિલેક્સ થાઓ ત્યારે બંધ થઇ જાય તો સમજવું કે હૃદય સંબંધી બીમારી હોઇ શકે છે.

    અન્ય લક્ષણો જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • symptoms  may signal heart trouble
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    થાક લાગવો

    બીમાર હોવ અથવા તો દવાઓ લીધી હોય ત્યારે સ્વભાવિકપણે થાક લાગે છે, પરંતુ સતત થાક લગવાની સમસ્યા સતાવી રહી હોય તો એ સિગ્નલ છેકે તમારું હૃદય યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. 

  • symptoms  may signal heart trouble
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શ્વાસોશ્વાસની સમસ્યા

    આપણે પાંચ માળ ચઢીએ ત્યારે સ્વાભાવિક પણે હાફ ચઢે છે અને શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બની જાય છે, પરંતુ આવું જ્યારે તમે માત્ર 10 કે 12 પગથિયા ચઢો અને થવા લાગે તો સમજવું કે તમને હાર્ટ પ્રોબ્લેમ છે. 

  • symptoms  may signal heart trouble
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પગ અને ઘૂંટણમાં સોજો ચઢવો

    પગ અને ઘૂંટણમાં સોજા ચઢતાં હોય તો આ લક્ષણો જણાવે છે કે તમને હાર્ટ પ્રોબ્લેમ છે. જોકે ઘણીવાર આ રીતે સોજા ચઢતાં હોય તે તમને પગ સુધી લોહી ઓછું પહોંચતુ હોય, કિડની પ્રોબ્લેમ, લિવલ ફેલિયર અને વધુ પડતું મીઠાંવાળું ખાવાથી પણ થઇ શકે છે, તેમ છતાં આવું થાય ત્યારે ડોક્ટરની મુલાકાત લઇ લેવી જોઇએ. 

  • symptoms  may signal heart trouble

    અસંતુલિત હાર્ટબીટ

    ડિહાઇડ્રેશન હોય, ગભરાટ થતી હોય ત્યારે હાર્ટબીટ અસંતુલિત થઇ જાય છે. પરંતુ કેટલીકવાર અસંતુલિત હાર્ટબીટ પણ હાર્ટ પ્રોબ્લેમ હોવાના ઇન્ડિકેશન આપી દે છે. ત્યારે એ જાણવું જરૂરી છેકે તમારી હાર્ટબીટ ક્યારે અસંતુલિત થાય છે, જેમ કે ટીવી જોતા હોવ અને અચાનક તમારી હાર્ટબીટ અસંતુલિત થઇ જાય તો તુરંત ડોક્ટરની મુલાકાત લેવી જોઇએ. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ