લો બ્લડપ્રેશર માટે 5 એકદમ સરળ ઉપાયો જાણો, ડોક્ટર પાસે દોડવું નહીં પડે

ઉનાળામાં લો બ્લડપ્રેશરની પ્રોબ્લેમ વધુ પરેશાન કરે છે, જાણો આ 5 બેસ્ટ નુસખાઓ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 02:42 PM
Symptoms, Causes and Treatment of low blood pressure

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે આ તો લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે.


જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.


પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જયારે લો બ્લડપ્રેશર થાય ત્યારે ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. લીંબુના શરબતમાં ખાંડ અને મીઠું નાખીને પી જવું એ તાત્કાલિક સરળ ઉપાય છે.


આટલી કાળજી રાખો


વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડની ટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોઈડ ટેસ્ટ કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસ ટેસ્ટ કરાવી લેવા જોઇએ.

લો બીપી માટે કેટલાંક ઉપાય


-લો બીપીમાં ક્યારેક જમ્યા પછી કે ભૂખ્યા હોવાથી ચક્કર આવે છે. ત્યારે બે ગ્લાસ પાણી પીવાથી બીપી નોર્મલ થઈ જાય છે.


-10-15 તુલસીના પાનનો રસ કાઢી તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવો.


-રોજ દિવસમાં 2વાર બીટનો રસ પીવાથી લો બીપીની પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે.


-રોજ સવારે 4-5 બદામ પીસીને તેને દૂધમાં ઉકાળી બદામવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.


-રોજ 1 કપ ગાજરના રસમાં અડધી ચમચી મધ મિક્ષ કરીને પીવો. સવારે પીશો તો જલ્દી ફાયદો થશે.

X
Symptoms, Causes and Treatment of low blood pressure
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App